સર્જીકલ સ્ટ્રાઈક 2.0 ની આખી રાત જાગતા હતા પ્રધાનમંત્રી મોદી, હવાઈ હુમલાની કરી રહ્યા હતા મોનિટરિંગ
ત્યાર પછી પ્રધાનમંત્રીએ સાડા ચાર વાગ્યા સુધી આ ઓપરેશનમાં સામેલ થયેલા જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. ત્યાર પછી તેઓ પોતાના બીજા દિવસના શિડ્યુલમાં વ્યસ્ત થઈ ગયા હતા. જેમાં 10 વાગ્યે સુરક્ષા મામલે કેબિનેટ કમિટીની બેઠક પણ તેના ઘરમાં ગોઠવવામાં આવી હતી.
જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મંગળવારની દિનચર્યા ઉપર નજર કરીએ તો, સવારે 10 વાગ્યે મંત્રીમંડળની બેઠકમાં સામેલ થયા. જે એક સુરક્ષા મામલે બેઠક હતી. તેના પછી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં ગાંધી શાંતિ પુરસ્કાર માં સામેલ થયા. ત્યાંથી રાજસ્થાનમાં એક રેલીને સંબોધિત કરી. અને ત્યાંથી પાછા દિલ્હી આવીને મેટ્રો મા ઇસ્કોન મંદિરે જઈને દુનિયાની સૌથી મોટી શ્રીમદ્ ભગવદ ગીતાનું અનાવરણ કર્યું.
આ સ્ટ્રાઈક ની અધિકારીક માહિતીઓ વિદેશ સચિવ ગોખલેએ પ્રેસ બ્રિફિંગ માં આપી હતી. અને આ એક નોન મિલિટરી એકશન હોવા નું જણાવ્યું હતું.