Site icon Just Gujju Things Trending

સુષ્મા સ્વરાજ ના અંતિમ દર્શને PM મોદી થયા અત્યંત ભાવુક, જુઓ વિડિયો

સુષ્મા સ્વરાજ કે જેઓ પોતે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા હતા તેઓનું ગઇકાલે મોડી રાતે 67 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

તેના નિદાન થયા બાદ રાજનૈતિક હસ્તીઓ થી માંડીને દરેક ક્ષેત્રની મોટી મોટી હસ્તીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પોતાનું દુઃખ તેમજ શોક વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ સમગ્ર ગુજરાતની જનતા તરફથી સુષ્મા સ્વરાજ જેને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

પ્રધાનમંત્રી મોદીએ પણ ગઈકાલે મોડી રાત્રે કરેલા ત્રણ tweet માં પોતાનો દુઃખને શોક વ્યક્ત કર્યો હતો.

જણાવી દઈએ કે તેમના નિધન થયાના ગણત્રીના કલાકો પહેલા તેઓએ ટ્વિટ કરી હતી j2 તેમની છેલ્લી ટ્વિટ બની ગઈ હતી, જેમાં તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાશ્મીરમાં 370 કલમ નાબૂદ કરાતા તેઓએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ આ દિવસની આખી જિંદગી દરમિયાન રાહ જોઈ રહ્યા હતા.

બોલીવુડ અને સિતારા જગતની હસ્તીઓએ પણ ભૂતપૂર્વ વિદેશ મંત્રી નું અવસાન થતા ઘણો શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદી આજે સવારે સુષ્મા સ્વરાજ ના અંતિમ દર્શન એ પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ટ્વીટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલી ટ્વિટમાં તેઓ અંતિમ દર્શન કરતા નજરે પડે છે. જુઓ વિડિયો

વીડિયોમાં જોઇ શકાય છે કે પ્રધાનમંત્રી મોદી અત્યંત ભાવુક છે, તેમજ તેના આંખોમાંથી આંસુ પણ નીકળી રહ્યા છે.

તેઓ પરિવારને પણ મળીને સાંત્વના પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે અને તેઓએ ટ્વિટરમાં પણ એક પછી એક 5 ટ્વિટ કરીને પોતાનું અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ એક ભારતીય રાજનીતિનો અભૂતપૂર્વ પાઠ સમાપ્ત થયો. અને આખો ભારત દેશ એ નેતા વિશે શોક મનાવી રહ્યો છે જેને પોતાની જિંદગી ગરીબોને સારી જિંદગી આપવામાં અને સમાજસેવામાં વિતાવી છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version