કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા પછી પ્રધાનમંત્રી મોદી એ દેશને પ્રથમ વખત સંબોધન કરી રહ્યા છે તેનું લાઈવ પ્રસારણ તમે આ લેખમાં જોઈ શકો છો.
જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા પછી પીએમ પહેલી વખત દેશને સંબોધિત કરી રહ્યા છે આની પહેલા પ્રધાનમંત્રીએ 27 માર્ચના દિવસે દેશને સંબોધન કર્યું હતું, જેમાં ભારતના એન્ટી સેટેલાઇટ મિસાઇલનું સફળ પરીક્ષણ થયા પછી એક લાઈવ સેટેલાઈટ ને મારી પડાયું હતું જેની જાણકારી આપી હતી.
જુઓ લાઇવ
જણાવી દઈએ કે મંગળવારે સંસદમાં જમ્મુ-કાશ્મીરના સંવિધાન માં આર્ટીકલ 370 ને કારણે મળેલા વિશેષાધિકાર ને હટાવી લેવામાં આવ્યા છે. સાથે સાથે જમ્મુ-કાશ્મીર અને લદાખ ના રૂપમાં અલગ કરવાના બિલને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આ પહેલા પ્રધાનમંત્રી ગઈકાલે એટલે કે 7 ઓગસ્ટના દિવસે દેશને સંબોધન કરવાના હતા, પરંતુ ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના અવસાનને કારણે સ્થગિત કરવું પડ્યું હતું.
પ્રધાનમંત્રી એ જણાવ્યું હતું કે જે સપનું સરદાર પટેલનું હતું, બાબાસાહેબ આંબેડકર નું હતું, ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી નું હતું, અટલજી અને કરોડો દેશભક્ત નું જે સપનું હતું તે હવે પૂરું થયું છે. હવે દેશના બધા નાગરિકોને હક અને દાયિત્વ સમાન છે.
એક દેશ તરીકે, એક પરિવાર તરીકે, તમે, અમે, આખા દેશે કે ઐતિહાસિક ફેંસલો કર્યો છે. એક એવી વ્યવસ્થા જેના કારણે જમ્મુ કાશ્મીર અને લડાખ ના આપણા ભાઈ-બહેન અનેક અધિકારોથી વંચીત રહી જતા હતા, જે તેના વિકાસમાં સૌથી મોટી બાધા હતી, હવે તે આપણા બધાના પ્રયત્નોથી દૂર થઈ ગઈ છે.
શેર કરજો