છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા પછી ઘણા લોકોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. એવી જ રીતના સંસદમાં પણ આ બીલ પાસ થઈ ચૂક્યું છે.
પરંતુ 370 કલમ હટાવ્યા પછી પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધિત કર્યો નથી, પરંતુ આજે એવા સમાચાર આવી રહ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે એટલે કે આજે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે.
PMO દ્વારા કરવામાં આવેલી ટ્વીટ અનુસાર પ્રધાનમંત્રી મોદી આજે રાત્રે આઠ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે.
Prime Minister Shri @narendramodi will be addressing the nation at 8 PM today.
— PMO India (@PMOIndia) August 8, 2019
ફરી પાછો ઐતિહાસિક સમય જાણે સામે આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઘણા રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી પાછલા દિવસોમાં કાશ્મીર મુદ્દે લેવામાં આવેલા સરકારના નિર્ણય ઉપર દેશને જાણકારી આપશે. પરંતુ જો કે આ સંબોધનમાં શું કહેવાના છે હજુ તેની જાણકારી પ્રાપ્ત થઇ નથી.
જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને આર્ટીકલ 370 હટાવીને અને લદ્દાખ ને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય કરવામાં આવ્યા પછી પાકિસ્તાન સાથેના સંબંધોમાં ફરીથી ફેરફાર થઇ ચૂક્યો છે.
કારણકે આ નિર્ણયથી ગભરાઈ ગયેલા પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રના નિયમો અનુસાર આ નિર્ણયને ઉલ્લંઘન જણાવી દીધું છે તો, પાકિસ્તાને ભારત સાથે બધા સંબંધ તોડવાનો પણ નિર્ણય કરી લીધો છે.
અમુક મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાન થી ભારત ની સમજોતા એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે.
જણાવી દઈએ કે આની પહેલા પ્રધાનમંત્રી એ 27 માર્ચના દિવસે દેશને સંબોધિત કર્યો હતો, જે તેઓ એ લાઈવ સેટેલાઈટ ને ધ્વસ્ત કરવાની ભારતની તાકાત વિષે દેશ-દુનિયાને જણાવ્યું હતું.
હાલમાં જ સ્વતંત્રતા દિવસ પણ આવી રહ્યો છે, એવામાં પ્રધાનમંત્રીનું આ સંબોધન પણ અગત્યનું રહેશે. આશા રાખી શકીએ કે આ સંબોધનમાં પ્રધાનમંત્રી કાશ્મીર વિશે લેવાયેલા નિર્ણય ઉપર દેશને સંબોધન કરી શકે છે.
તમારા મત અનુસાર આ સંબોધનમાં શેના વિશે ચર્ચા થઇ શકે છે? તે નીચે કોમેન્ટ માં જણાવો