Site icon Just Gujju Things Trending

પાકિસ્તાન વિરુદ્ધ બીજું એક મોટું પગલું, ત્રણ નદીના પાણીને રોકવામાં આવશે

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ઘણા પગલાં ભરી ચૂક્યા છે. જેમાં મુખ્યત્વે વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યૂટી વધારવામાં આવી છે, અને એ પણ સામાન્ય નહિ પરંતુ ૨૦૦ ટકા વધારી દેવામાં આવી છે.

આ સિવાય બીજા પગલામાં બોલીવુડ તરફથી પણ નક્કી કરાયું છે કે પાકિસ્તાનના કલાકારોને કામ નહીં આપવામાં આવે. આ પણ એક મોટું પગલું છે. આ સિવાય અજય દેવગણ એ ટ્વિટ કરીને પણ માહિતી આપતા જણાવ્યું હતું કે તેની ફિલ્મ ટોટલ ધમાલ ને પાકિસ્તાનમાં રિલીઝ કરવામાં આવશે નહીં.

આ પગલાઓ લીધા પછી હવે એક બીજું મોટું પગલું લીધું છે. પાકિસ્તાનની વિરુદ્ધમાં કડક પગલાં ભરતા હવે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારત તરફથી 3 નદીઓ ઉપર પ્રોજેક્ટ બનાવવામાં આવશે જેના કારણે પાકિસ્તાન જઈ રહેલું પાણી હવે પંજાબ અને જમ્મુ કશ્મીર ની નદીઓમાં પ્રવાહિત કરવા માં આવશે.

આ ફેસલો લેતા પહેલા નીતિન ગડકરીએ બુધવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન જઈ રહેલી ત્રણ નદીઓ ના પાણી ને પાછું જમુના નદી માં લાવવામાં આવશે.

આ સિવાય નીતિન ગડકરી એ ટ્વિટ કરીને કહ્યું હતું કે માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ના લીડરશીપ માં અમારી સરકારે આપણા ભાગનું પાણી જે પાકિસ્તાન જઈ રહ્યું છે તેને રોકવા નું નક્કી કર્યું છે. અને આ પાણીને ડાઇવર્ટ કરીને જમ્મુ-કાશ્મીર અને પંજાબના લોકો માટે સપ્લાય કરવામાં આવશે.

બાગપતમાં કિસાન ધન્યવાદ રેલીમાં તેઓએ જણાવ્યું હતું કે ગંગામાં જળ માર્ગ પરિવહન 80 લાખ ટનથી વધારીને ૨૮૦ લાખ ટન કરવામાં આવશે.

પાકિસ્તાન જાવા વાળી નદીઓમાં પાણી રોકવા માટે સિંધુ જળ એગ્રીમેન્ટ આ કામમાં બાધા પાડી શકે છે. કારણકે ભારતના અધિકારમાં આવવાવાળી ત્રણ નદીઓનું પાણી આ સમજોતા મુજબ રોકી શકાય નહીં.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version