Site icon Just Gujju Things Trending

પોતાની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવા છતાં પત્નીને આગળ ભણાવી, પછી પત્નીએ જે કર્યું તે જાણી…

એ ખૂબ જ નાનું ગામડું હતું,. વાત વર્ષો પહેલાંની છે આજથી લગભગ 15 વર્ષ પહેલા એ નાના ગામડામાં એક ભાઈ રહેતા હતા જેની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી.. પોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે પણ તેને ખૂબ જ મહેનત કરવી પડતી હતી. સાથે સાથે અમુક દિવસો એવા પણ આવી જતા કે જ્યારે તેને સાંજે જમવા માટે શું મળશે તેનું પણ નક્કી ન રહેતું.

ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો આવ્યો પછી તે ભાઈ સાયકલમાં નીકળીને કપડાં વેચવા માટે જતા. દિવસ રાત આ કામ માટે એક કરી દીધા અને આજુબાજુના મોહલ્લાઓમાં તેમજ જરૂર પડે તો આજુબાજુના ગામડાઓમાં પણ જઈ જઈને રેડીમેડ કપડા વેચતા.

પરંતુ એવું નક્કી ન હોતું કે તે માત્ર કપડાનો જ ધંધો કરે, જો ધંધો સારો ન ચાલતો હોય તો ક્યારેક ક્યારેક આઈસ્ક્રીમ વેચવા પણ નીકળી જતા ક્યારેક ક્યારેક મેળામાં વગેરેમાં ચાટ વેચવા માટે પણ ઉભા રહી જતા. કોઈ એક વસ્તુ નક્કી ન રહેતી જે કામ મળે તે કરી લેતા.

ધીમે ધીમે સમય વીતતો ગયો તેમ તેની મહેનત પણ વધતી ગઈ, તેના લગ્ન કર્યા મહેનત ખૂબ જ કરતા હતા પરંતુ એ મહેનત પણ હવે જાણે ટૂંકી પડતી હતી કારણ કે લગ્ન પછી પરિવારની આર્થિક જરૂરિયાતમાં વધારો થઈ ગયો હતો. પરંતુ તેનું કામકાજ આર્થિક સ્થિતિ સુધારવા માટે પૂરતું થઈ રહ્યું ન હતું.

તેની પત્ની વધારે ભણેલી ન હતી પરંતુ વ્યવહારની એકદમ સુશીલ તેમજ સર્જન વ્યક્તિ હતી.. લગ્ન સમયે તેને માત્ર 10 સુધી જ ભણ્યું હતું.. પરંતુ 10 મુ પાસ કરી લીધું હતું. જ્યારે ભાઈ પોતે તો દસમું ફેલ હતા.

એવામાં અચાનક ભાઈને એક સમયે વિચાર આવ્યો કે તેની પત્નીને આગળ ભણવું હોય તો પૂછી જોઈએ, આગળની ભણવા માટેની શિક્ષા માટે પ્રેરિત કરી અને પોતાની પાસે પૈસા પણ નહોતા તેમ છતાં ઉધાર લઈને અને એવી રીતે તેનું પત્નીનું એડમિશન કરાવ્યું. ગામના લોકો તેને પાગલ ગણવા લાગ્યા અને લગભગ બધા માણસો તેને સંભળાવવા લાગ્યા કે ઘરનું ગુજરાન તો. માંડ માંડ ચલાવી શકે છે ને ફરી પાછો આ ભણવા ના ચક્કરમાં ક્યાં પડી ગયો છે…

પરંતુ તે ભાઈ પહેલેથી જ આવું બધું સાંભળતા આવ્યા હતા એટલે એને એ વાતની કોઈ અસર ન થઈ. તેની પત્નીનું ભણતર ધીમે ધીમે આગળ વધવા લાગ્યું અને ગ્રેજ્યુએશન કર્યું, ત્યાર પછી તેને શિક્ષક બનવા માટે ફરી પાછું ભણ્યા અને એક દિવસ તેની બધી મહેનત સફળ થઈ ગઈ. આખરે તે શિક્ષક થઈ ગઈ અને તેની ભરતી પણ નજીકની એક સ્કૂલમાં કરવામાં આવી.

એ દિવસે ભાઈએ આખા મોહલ્લામાં મીઠાઈ આપી હતી,. શિક્ષક બન્યા પછી તેઓની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો આવ્યો કારણ કે પત્ની અને પતિ બંને કમાઈ રહ્યા હતા. ધીમે ધીમે ભાઈ પણ હવે પૈસા ભેગા કરતા થયા હોવાથી બાજુમાં જ એક કિરાણાની દુકાન કરી.

ભાઈ આજે પણ કિરાણા ની દુકાન ચલાવે છે અને તેની પત્ની ભણી ગણીને શિક્ષિકા થયા પછી ઇન્ટર કોલેજમાં ભણાવી રહ્યા છે. ઘરમાં સાયકલની જગ્યાએ હવે સ્કૂટર પણ આવી ગયું છે, અને નાનકડી એવી ઝૂંપડી માંથી અત્યારે બે માળનું મકાન થઈ ગયું છે. પરંતુ શિક્ષિકા હોવા છતાં તેનું સ્ટેટસ હજુ પણ સામાન્ય માણસ જેવું જ છે, અને જ્યારે પણ સ્કૂલમાં વેકેશન હોય ત્યારે તેની પત્ની દુકાન પર પણ બેસે છે અને દુકાનમાં ભાઈને મદદ પણ કરે છે.

અને ભાઈ પોતાની પત્ની સાથે તેમજ તેના બે બાળકો સાથે અવાર-નવાર બજારમાં ફરવા પણ જાય છે, કહેવાય છે કે સમય દરેક લોકોનો આવે છે, પરંતુ એ પણ સાચું છે કે ખરાબ સમયમાં સારા સમયની રાહ જોઈને બેસી રહેવાથી કશું થતું નથી, મહેનત તો કરવી જ પડે છે, આ વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ માં જણાવો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરી ને 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version