Site icon Just Gujju Things Trending

પત્નીએ પૂછ્યું હું તમને કોઈ બીજી સ્ત્રી સાથે ડિનર માટે જવા કહું તો તમે શું કહેશો? પતિએ જવાબ આપતા કહ્યું…

એક કપલ હતું, તે બન્નેના લગ્ન આશરે ઘણા વર્ષો પહેલા થઇ ચુક્યા હતા. બંને એકલા જ રહેતા હતા, તેની માતા તેનાથી અલગ જ રહેતી હતી. માતા અલગ રહેતા હોવાને કારણે તેની સાથે મળવામાં પણ ઘણી વખત મહિનો નીકળી જતો. તો થોડા થોડા સમયના અંતરે તેઓ બંને પોતાની માતાને મળવા જતા.

એક દિવસ અચાનક સવારે તેની પત્નીએ કહ્યું કે સાંભળો હું તમને કોઈ બીજી સ્ત્રી સાથે ડિનર માટે જવા અને ફિલ્મ જોવા માટે બહાર જવાનું કહું તો શું તમે જવાનું પસંદ કરશો?

પતિ એ તરત જ સંકેતથી હા પાડી. પત્નીએ પૂછ્યું જો હું આવું કહું તો તમે શું કહેશો? પતિ એ જવાબ આપ્યો કે હું તો હવે એમ જ કહીશ કે તું મને પ્રેમ કરતી નથી.

પત્ની એ તરત જ જવાબ આપતા કહ્યું કે હું તો તમને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ મને ખાતરી છે કે હું તમને જેની સાથે જવાનું કહું છું એ સ્ત્રી પણ તમને ખૂબ જ પ્રેમ કરે છે. અને જો તમારી સાથે સમય વિતાવવા મળે તો એ સ્ત્રી માટે આ એક સપના જેવું હશે.

અને આ કોઈ અન્ય સ્ત્રી નહીં પરંતુ તેના પતિની માતા જ હતી. એકલા રહેતા હોવાને કારણે અને પતિ પણ વ્યસ્ત રહેતો હોવાને કારણે ક્યારેક ક્યારેક જ મળવા જવાનું બનતું હતું.

આખરે પતિએ વાત માની લીધી અને તેની માતાને ફોન કર્યો ફોન કરીને કહ્યું કે હું તમને આજે રાત્રે ફિલ્મ જોવા લઈ જવા માંગુ છું અને આપણે પાછા ડીનર કરીને આવીશું.

“તારી તબિયત તો સારી છે ને, તમારા બંને વચ્ચે કોઇ પરેશાની તો નથી ને?” તરત જ તેની માતાએ ફોન પર જવાબ આપતા કહ્યું.

માતા આમ પણ તેના દીકરા ની વાત ઉપરથી સમજી જતી કે આ ફોન તો કોઈ મુશ્કેલીનો સંકેત હોઈ શકે.

એવામાં તેના દીકરાએ જવાબ આપ્યો કે ના રે ના! કોઈ મુશ્કેલી નથી. બસ વિચાર્યું હતું કે તમારી સાથે બહાર જઈને ફિલ્મ જોઈને આપણે બંને બહાર જમવા જ શું આ અનુભવ ખૂબ જ સુખદ રહેશે.

માતા થોડા સમય સુધી કંઈ બોલ્યા નહીં, પછી જવાબ આપીને માત્ર બે શબ્દોમાં કહ્યું, ઠીક છે.

હવે જ્યારે સમય આવ્યો ત્યારે દીકરો પોતાની માતાને લેવા તેના ઘરે પહોંચ્યો હતો અંદર જઈને જોયું ત્યાં દીકરા ના હાવભાવ ફરી ગયા, દીકરાને એમ હતું કે પોતે જશે પછી માતા તૈયાર થશે. પરંતુ જાણે સવારથી માતા તૈયાર થઈને બેઠા હોય અને દરવાજા ઉપર જ પોતાના દીકરાની રાહ જોઇને બેઠા હોય તે રીતે એક સુંદર મજાની સાડી પહેરીને ત્યાં દરવાજા પાસે જ બેઠા હતા અને તેના ચહેરા ઉપરથી ખુશી ચોખ્ખે ચોખ્ખી વરસી રહી હતી.

દીકરાએ પોતાની માતાને ગાડીમાં બેસાડી પછી બંને ત્યાંથી નીકળી ગયા.

માતા ને ત્યાં નજીકના એક રેસ્ટોરન્ટમાં જમવાનું ખૂબ જ પસંદ હતું, આથી તેના દીકરા એ નક્કી કર્યું હતું કે ત્યાં જમવા જશે.

ત્યાં પહોંચીને ટેબલ ઉપર બેસીને દીકરો મેનુ ઉપર નજર કરવા લાગ્યો, નજર કરતા કરતા થોડું ઊંચું જોયું કે તરત જ જોયું કે તેની માતા નો ધ્યાન મેનુ તરફ નહીં પરંતુ તે માત્ર પોતાને જ જોઈ રહી હતી. આજે એક અજાણી મુસ્કાન તેના ચહેરા ઉપર ચોખ્ખી દેખાઈ રહી હતી.

માતા સામે જોઈને દીકરાએ સ્માઈલ કર્યું એટલે માતાએ કહ્યું જ્યારે તું નાનો હતો ત્યારે તારા માટે આ મેનુ હું વાંચતી હતી. એટલે દીકરાએ કહ્યું કે આજે હું તમારા માટે વાંચીશ.

પછી માતાને પસંદગી ની વસ્તુઓ પૂછીને ઓર્ડર આપ્યો, જમવા બેઠા હતા એ દરમિયાન એકબીજાના જીવનમાં શું નવીન બની રહ્યું છે તેની ચર્ચા થવા લાગી.

પરંતુ ન દીકરાને કે ના માતાને યાદ આવ્યું કે ફિલ્મ જોવા જવાનો સમય હતો તે જતો રહ્યો હતો, તેમ છતાં બંને ખુશ હતા કારણ કે ખૂબ જ વાતો કરી.

ત્યાર પછી ઘરે જતી વખતે દીકરાએ પૂછ્યું કે તમને મજા તો આવીને? ત્યારે માતાએ જવાબ આપતા ખાલી એટલું કહ્યું કે ખૂબ જ મજા આવી બેટા, પરંતુ જો મને બિલ આપવા દઈશ તો હું બીજી વખત પણ તારી સાથે ડિનર પર આવવાનું પસંદ કરીશ.

દીકરા ના મોઢા ઉપર સ્માઈલ છવાઈ ગયું, કહ્યું તમે જ્યારે ઈચ્છો ત્યારે જઈશું દિલ કોણ આપે એનાથી શું ફેર પડે છે. પરંતુ માતા પોતાની વાતને વળગી રહી.

માતાને તેના ઘરે ઉતારીને પછી દીકરો પણ પોતાના ઘરે જવા રવાના થઈ ગયો, તો પત્નીએ પૂછ્યું કે કેવી રહી તમારી ડિનર ડેટ?

મેં આવું કદી વિચાર્યું પણ ન હતું, એવી સરસ રહી. પતિ એ જવાબ આપતા કહ્યું.

આ સ્ટોરી ઉપરથી આપણને સમજવા મળે છે કે જીવનમાં ભલે તમે કોઈપણ વસ્તુ કે વ્યક્તિને ગમે તેટલું મહત્વ આપી દો, પરંતુ પોતાના પરિવારથી વધારે મહત્વપૂર્ણ જીવનમાં કશું જ નથી.

એમાં કોઈ પણ સોશિયલ મીડિયા પણ મહત્વના નથી. તમારા પરિવાર જનો ને તેઓ નાહકનો સમય આપો કારણ કે તમને તો કદાચ ભૌતિક સુખ-સગવડ માંથી ખુશી મળતી હશે પરંતુ પરિવારમાં એવા પણ લોકો હોય છે જેની ખુશીઓ નો આધાર આપણે પોતે હોઈએ છીએ.

આ લેખને દરેક લોકો સાથે શેર કરજો જેથી દરેક લોકો પોતાના પરિવારને વધુમાં વધુ સમય આપે, જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version