Site icon Just Gujju Things Trending

વધતું પ્રદુષણ કઈ રીતે શરીરને કરે છે નુકસાન?

જે લોકોને સમાચાર વાંચવાની આદત હશે તેઓને ખબર હશે કે થોડા સમય પહેલા દિવાળી વખતે ભારતનું સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં અમદાવાદનું પણ નામ આવ્યું હતું. એટલે કે અમદાવાદ નું પ્રદુષણ પણ એ હદે બગડ્યું હતું કે ત્યાંની હવાની ક્વોલિટી હેઝાર્ડસ થઈ ગઈ હતી.

અને દિવાળીની રાત્રે અમે કરેલા એક સર્વે અનુસાર જેટલું પ્રદૂષણ દિલ્હીમાં હતું એટલું જ અને એના કરતા પણ વધારે અમદાવાદમાં નોંધાયું હતું. એટલે કે ધીરે-ધીરે પ્રદૂષણ આપણને નુકસાન કરી શકે છે. પરંતુ કઈ રીતે નુકસાન કરે અને શરીરમાં ક્યાં નુકસાન કરે તે જાણવું જરૂરી છે.

હમણાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી હતી કે કિડની શરીરનુ સંવેદનશીલ અંગ છે. ખાસ કરીને વાત જ્યારે પર્યાવરણીય ટોકસીન તત્વો ની હોય તો આપણા લોહીના પ્રવાહમાં પ્રવેશ કરી શકે છે. પ્રદૂષિત હવામાન અમુક ઔદ્યોગિક પ્રક્રિયા દુષિતમાટી પાણી હવા વગેરે ભળીને PFAS ના સંપર્ક માં આવે છે. PFAS ના સંપર્ક કરવાથી કિડની પર શું પ્રભાવ પડે તેના વિશે અધ્યયન કરવામાં આવ્યું હતું.

અને આ નું અધ્યયન કરતાં આ વાત સામે આવી હતી કે આના પ્રભાવથી કિડની ઠીક રીતે કામ ન કરી શકે તેવું પણ થઈ શકે છે.

અથવા કિડની ની આસપાસ આવેલી કોશિકાઓ અને ધમનીઓમાં પણ નુકસાન પહોંચી શકે. અને આના કારણે કીડનીના બિમારી થી જોડાયેલ ચયાપચય રસ્તા પણ ખરાબ થઈ શકે. આ અધ્યયન CJASN માં પ્રકાશિત થયું હતું.

જેમાંથી આપણે મહત્વની માહિતી તમને જણાવી છે. આથી પ્રદૂષણથી બને તેટલું બચવું જોઈએ, અને ખાસ કરીને પ્રદૂષણને અટકાવવા માં ભલે નાનો પણ આપણો ફાળો આપવો જોઈએ.

કારણ કે ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે મારા એક ના કરવાથી શું થઈ જવાનું છે, પરંતુ જો તમારી જેમ દરેક લોકો કરશે તો એક દિવસ એવો આવશે કે આપણે ફરી પાછા પ્રદૂષણ માંથી મુક્ત થઈ શકીએ. હાલ તો અમદાવાદ નું પ્રદુષણ મોડરેટ લેવલ કરતાં થોડું વધારે છે. જેમાં અમુક પ્રકારની ઇફેક્ટ આવી શકે છે.

પ્રદૂષણમાં વધારે માહિતી માટે તમે અમુક વેબસાઇટ પર કોઈપણ સ્થળની હવાની ક્વોલિટી ચેક કરી શકો છો. જેમાં રહેલો આંકડો તમને જણાવે છે કે તે સ્થળની હવાની ક્વોલિટી કેવી છે અને ત્યાં અત્યારે કેટલી માત્રામાં પ્રદૂષણ છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version