Site icon Just Gujju Things Trending

પતિ અને પત્ની બીમાર પડ્યા… પરંતુ પછી જે બન્યું તેનાથી પતિ ની જીંદગી…

એક સ્ત્રી એટલે શું? કદાચ આ લેખ વાંચશો તો તમે પણ સમજી જશો… જ્યારે એક પુરુષ અને તેની પત્ની બીમાર પડે છે, હવે વાંચો તે પુરુષના જ શબ્દોમાં…

હમણાં જ થોડા દિવસો પહેલાની વાત છે મારી પત્ની ને તબિયત જરા ઠીક ન હતી. પહેલા દિવસે તો તેને જણાવ્યું નહીં કે તેને તાવ આવ્યો છે, પરંતુ બીજા દિવસે સવારે જ્યારે તેનાથી બેડ પર થી ઉભો ન થઇ શકાયું ત્યારે મેં જરા પૂછ્યું કે શું તારી તબિયત ખરાબ છે?

તરત જ મને સામો જવાબ મળ્યો કે તબિયત તો ખરાબ નથી પરંતુ હા થોડો થાક લાગ્યો છે.

એટલે મેં પછી થોડા સમય સુધી કંઈ જ કહ્યો નહિ મને હું પછી છાપુ વગેરે વાંચવા માં મશગુલ થઈ ગયો, એ દિવસે થોડી મોડી ઊઠીને તેને ફટાફટ મારા માટે ચા બનાવી નાખી, ચા સાથે થોડા બિસ્કીટ આપ્યા અને મારુ છાપું વાંચવાનું પૂરું ન થયું હતું ત્યાં આ બન્ને વસ્તુઓ મારા ટેબલ પાસે આવી ગઈ. મને અંદાજો તો આવી જ ગયો હતો કે તેને આજે તાવ છે.

પરંતુ આમ છતાં હું એવું જ વિચારતો રહ્યો કે હશે કદાચ સામાન્ય થાકના કારણે શરીર ગરમ લાગતું હશે, સાંજ સુધીમાં ઠીક થઈ જશે.

તેની તબિયત ઠીક હોય ન હોય તેમ છતાં તેને મારા માટે નાસ્તો તૈયાર કર્યો, હું પણ તૈયાર થઈને નાસ્તો કરવા બેસી ગયો, અમારો નિત્યક્રમ હતો કે હું નાસ્તો કરવા બેસો ત્યારે તે પણ મારી બાજુમાં જ નાસ્તો કરવા બેસી જતી પરંતુ આજે તેને કહ્યું કે મને નાસ્તાની ઈચ્છા નથી તમે કરી લો.

મેં નાસ્તો કરતા કરતા તેને જણાવ્યું કે આજે ઓફિસે થી મારે બહાર જમવા જવાનું છે આથી હું બપોરે ઘરે જમવા આવીશ નહીં.

તો તેને કહ્યું અરે એવી કોઈ વાત નથી, ખાવાનું તો મારાથી બની જશે. આથી મેં કહ્યું કે હું એટલા માટે નથી કહી રહ્યો, મારે આજે ઓફિસમાં મીટીંગ છે મીટીંગ પછી જમવાનું બહાર જ છે. બસ આટલું કહીને તૈયાર થઈને હું ઘરે થી રવાના થઈ ગયો.

કહેવાય છે કે પુરુષ એટલે તેઓ મજબૂત દિલવાળા હોય છે, અને આવી નાની બીમારીઓથી પુરુષ વિચલિત થતા નથી. હું પછી ઓફિસે ચાલ્યો ગયો, અને પછી ઓફિસના કામમાં એટલો બધો ફરવા ગયો કે એમ પણ ધ્યાન ન રહ્યું કે હું જ્યારે ઘરેથી નીકળ્યો ત્યારે પત્નીની તબિયત ઠીક હતી નહીં.

તેમ છતાં, સાંજે હું ઘરે આવ્યો તો એમ પલંગ ઉપર સુતી હતી. તેને સુધી જોઈને મને કંઈ વિચાર ન આવ્યો કે તેને પૂછી લઉં કે તારી તબિયત કેવી છે?

એ પલંગ પર સુતી રહી, મેં મારા કપડા બદલ્યા અને તેની સામું જોઈને મારાથી બોલાઈ ગયું કે જમવાનું તૈયાર છે?

તેના મારી સામું જોઇ કહ્યું આ બસ હવે ઉભી જ થાઉ છું, બસ હવે તબિયત સારી છે. તબિયત તેની મને અરે સવારે તો તેને તાવ આવ્યો હતો. તેમ છતાં મે કહ્યું અરે એવી કોઈ વાત નથી, તું આરામ કર. હું રસોડામાં ગયો, અને જઈને તરત જ મને અંદાજો આવી ગયો કે બપોરે લગભગ તેને કંઈ ખાધું નહીં હોય કારણ કે બપોરનું બનાવેલું કંઈ જ હાજર હતું નહીં.

તેમ છતાં ફ્રીઝ પાસે જઈને મેં તેમાં એક નજર કરી જેમાં બ્રેડ અને જામ લીધું તેમજ બ્રેડ જામ તૈયાર કરીને પત્ની પાસે જઈને તેની સામે પ્લેટ રાખી દીધી અને કહ્યું તું ખાઈ લે. બ્રેડનો એક ટૂકડો ઉઠાવી ને તેને તરત જ મારી સામે જોઈને સ્માઈલ કરી એ સ્માઈલ માં હું સમજી ગયો હતો કે તે મને ધન્યવાદ કરી રહી છે. અને કદાચ મનોમન વિચારતી હશે કે પતિ હોય તો આવો.

પછી એક-બે વખત મેં તેને પૂછ્યું કે તારી તબિયત હવે કેવી છે, તારે કોઈ દવા ખાવી છે? વગેરે વગેરે વાતચીત કરતા કરતા હું પણ પછી મોબાઇલની સ્ક્રીન સામે થોડા સમય સુધી જોતો જોતો સૂઈ ગયો.

બીજા દિવસે પત્ની મારા કરતા પણ વહેલી ઉઠી અને મને એમ થયું કે હવે તેની તબિયત બિલકુલ સારી થઈ ગઈ છે અને પછી મે તેને ફરી પાછું તાવ વિશે પૂછ્યું નહીં, કારણકે મને તો એવું જ લાગી રહ્યું હતું કે તે ઠીક થઈ ગઈ છે.

ગઈકાલે મને પણ થોડી શરદી જેવું હતું અને બેથી ત્રણ વખત છીંક પણ આવી હતી. આજે પણ ઓફિસમાં થોડી ઘણી ઉધરસ આવી હતી. ઘરે ગયો અને પત્ની સામે પણ થોડી ઉધરસ આવી હતી તેને તરત ખબર પડી ગઈ અને તેને મને કહ્યું કે તમારી તો તબિયત બરાબર નથી.

તરત તેને મારા માથા પર હાથ રાખીને તપાસી ઓકે મને તાવ છે કે કેમ, પછી કહ્યું કે તાવ આવતો નથી પરંતુ તમારું ગળું ખરાબ છે જેથી તમે અહીં સુઈ જાવ. હું તમને છાતી પર બામ ઘસી આપું છું. મેં કહ્યું કે અરે એવી કોઈ જ વાત નથી પરંતુ મને તેને તરત જ બામ ઘસી આપ્યો.

હજુ તો બામ ઘસીને હું સુઈ રહ્યો હતો ત્યાં તે મારા માટે ગરમા-ગરમ મસાલેદાર ચા બનાવીને આવી ગઈ. અને તરત જ મને ચા પણ પીવડાવી દીધી. પછી થોડા સમય પછી મને ગરમાગરમ દૂધ, આપ્યો અને કહ્યું કે આનાથી તમારા ગળામાં તરત રાહત થઇ જશે.

આ બધું થયા પછી મારી બાજુ માં આવી ને બેઠી અને કહ્યું કે આટલી બધી તબિયત ખરાબ છે તો ઓફિસેથી વહેલા આવી ગયા હોત તો? મને તરત જ મારા બાળપણની યાદ આવી ગઈ ત્યારે મને પણ ક્યારે પણ તાવ આવતો ત્યારે મારી મા મારી બાજુમાં બેસી રહેતી, હું સૂઈ રહેતો પરંતુ તે જાગતી રહેતી. આજે પણ હું સુતો હતો અને પત્ની જાગી રહી હતી.

મારા માથા પર તે પંપાળી રહી હતી, આ તે મને ખબર ન રહી કે ક્યારે મને ઊંઘ આવી ગઈ, પરંતુ જેવો જાગ્યો કે તરત જ જોયું તો તે ગળા ઉપર ફરી પાછો બામ ઘસી રહી હતી, મને જાગેલો જોઇને પૂછ્યું કે શું તમને રાહત મળી રહી છે? મેં માથું ધુણાવીને હા પાડી.

તેને પૂછ્યું કે હવે થોડું જમવાનું લઇ આવું? મને ભૂખ લાગી હતી એટલે મેં હા કહી.

થોડી જ વારમાં ગરમા ગરમ રોટલી સાથે શાક, દાળ, ભાત વગેરે મારી સામે રાખી દીધો અને મને જમવાનો આગ્રહ કરવા લાગી. મને જમાડીને તે રસોડામાં ચાલી ગઈ.

હું પણ પછી જમીને આરામ કરી રહ્યો હતો ત્યારે વિચારી રહ્યો હતો કે થોડા જ દિવસો પહેલા મારી પત્ની બિમાર હતી, મેં કશું કર્યું ન હતું. એક ફોન કરી ને તેની તબિયત કેવી છે તેના વિશે પણ પૂછ્યું હતું. તેને આખા દિવસ કંઈ ખાધું ન હતું તેમ છતાં તેને બ્રેડ પીરસીને હું ગર્વ અનુભવી રહ્યો હતો કે મેં મારી પત્નીને જમવાનું આપ્યું. અને મારો પતિ ધર્મ નીભાવ્યો. મેં એ જોવાની પણ કોશિશ કરી ન હતી કે આખરે તેને કેટલો તાવ આવ્યો છે.

અને મને થોડી શરદી શું થઈ ગઈ, અને તે જાણે મારી માતા બની ગઈ. અને હું સૂતો સૂતો વિચારી રહ્યો હતો કે મહિલાઓમાં જે કરુણા અને મમતા હોય છે તે પુરુષોમાં નથી હોતી? કદાચ એટલે જ બધા કહેતા હશે કે સ્ત્રી ને સમજવી હોય તો સ્ત્રી જ બનવું પડે! આ એક નાનો અનુભવ પણ મની આજે જીંદગીમાં ઘણો મોટો મેસેજ આપી ગયો!

જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો સુધી શેર કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો અને આ લેખ ને રેટીંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version