એક સ્ત્રી દ્વારા લખાયેલ પુરુષની ખુબસુરતી ઉપર થોડા વાક્યો, વાંચજો જરુર
સ્ત્રી વિશે ખૂબ લખાયું છે, અને લખાતું પણ રહેશે. પણ કહેવાય છે કે પુરુષ વિશે બહુ ઓછું લખવામાં આવ્યું છે. પરંતુ હમણાં જ એક જગ્યાએ પુરુષની ખૂબસૂરતી ઉપર થોડી પંક્તિઓ વાંચવા મળી હતી, અને આ પંક્તિઓ એકદમ સચોટ રીતે પુરુષ ને વર્ણવે છે, આથી અહીં શેર કરવાનું મન થયું માટે આ લેખમાં તે પંક્તિઓને શેર કરવામાં આવી છે.
તમે લાઈક કરો કે ન કરો, પરંતુ એટલું જરૂર કહેવા માંગીશુ કે જો તમને પસંદ પડે તો દરેક લોકો સાથે શેર કરજો.
ખચાખચ ભરેલી ટ્રેનમાં અને બસમાં કે જ્યારે મને તેની જગ્યા આપે છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
કોઈપણ કારણ વગર પણ જ્યારે એની નજરમાં મારા માટે સન્માન જોઉં છું ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
જ્યારે અંધારું થઈ જાય અને તે મને ઘર સુધી મુકવા આવે છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
મારી સાથે જો કોઈ ખરાબ વ્યવહાર કરે તો તે અવાજ ઉઠાવે છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
જ્યારે મને સામેથી આવતી જોઈને પોતે રસ્તા પરથી હટી જાય છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
જ્યારે તે સમજે છે કે દરેક સ્ત્રી કોઈકની માતા, દીકરી અને બહેન છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
જ્યારે પોતાની દિકરીની વિદાય માં રળીને પોતાના પ્રેમને વહાવે છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.