સ્ત્રી વિશે ખૂબ લખાયું છે, અને લખાતું પણ રહેશે. પણ કહેવાય છે કે પુરુષ વિશે બહુ ઓછું લખવામાં આવ્યું છે. પરંતુ હમણાં જ એક જગ્યાએ પુરુષની ખૂબસૂરતી ઉપર થોડી પંક્તિઓ વાંચવા મળી હતી, અને આ પંક્તિઓ એકદમ સચોટ રીતે પુરુષ ને વર્ણવે છે, આથી અહીં શેર કરવાનું મન થયું માટે આ લેખમાં તે પંક્તિઓને શેર કરવામાં આવી છે.
તમે લાઈક કરો કે ન કરો, પરંતુ એટલું જરૂર કહેવા માંગીશુ કે જો તમને પસંદ પડે તો દરેક લોકો સાથે શેર કરજો.
ખચાખચ ભરેલી ટ્રેનમાં અને બસમાં કે જ્યારે મને તેની જગ્યા આપે છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
કોઈપણ કારણ વગર પણ જ્યારે એની નજરમાં મારા માટે સન્માન જોઉં છું ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
જ્યારે અંધારું થઈ જાય અને તે મને ઘર સુધી મુકવા આવે છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
મારી સાથે જો કોઈ ખરાબ વ્યવહાર કરે તો તે અવાજ ઉઠાવે છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
જ્યારે મને સામેથી આવતી જોઈને પોતે રસ્તા પરથી હટી જાય છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
જ્યારે તે સમજે છે કે દરેક સ્ત્રી કોઈકની માતા, દીકરી અને બહેન છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
જ્યારે પોતાની દિકરીની વિદાય માં રળીને પોતાના પ્રેમને વહાવે છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
જ્યારે બહેન ઘરે ન આવી હોય અને મોડું થઈ જાય ત્યારે મોટેથી બોલીને ગુસ્સો કરીને તેને સમય જણાવે છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
જ્યારે પોતાની પત્ની વગરની દુનિયા રંગીન હોવા છતાં પણ પોતાના જીવનને વ્યર્થ જણાવે છે ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
જ્યારે મારો સામાન વધારે હોય ત્યારે હું ઉપાડુ તે પહેલા મારી પાસે આવીને કહે છે હું મદદ કરું? ત્યારે દેખાય છે એની ખુબસુરતી.
સ્ત્રી ના સન્માન માં કહેલી બે પંક્તિઓ પણ તેને ખૂબ જ ખુબસુરત બનાવી દે છે.!
સ્ત્રીઓના ખુબ જ વખાણ કરવામાં આવે છે, અને તેમાં કોઈ વિરોધ પણ નથી. પરંતુ પુરુષ વિશે પણ થોડાક વખાણ તો બને જ છે, અને પુરુષ માંથી તે જ્યારે એક પિતા બને છે ત્યારે તેના જીવનમાં કેટલો બદલાવ આવે છે એના વિશે લગભગ જ ઓછા લોકો જાણતા હશે.
માતા અને પિતા દરેકનું જીવન માં ખુબ જ મહત્વ છે, પરંતુ કહેવાય છે કે માતા કહી દે છે, અથવા પોતાની લાગણી બહાર કાઢી નાખે છે, પણ પિતા કોઈને જણાવી શકતા નથી, તે પોતાની લાગણી ગમે તેટલી વિશાળ હોય પણ પોતાની અંદર જ છુપાવીને રાખે છે.
એટલું જરૂર કહેવા માંગીએ છીએ કે ફાધર્સ ડે ઉપર અને મધર્સ ડે ઉપર પિતા કે માતા સાથે સેલ્ફી પડાવી ને આપણે તેનો આભાર માનીએ છીએ એ પણ સોશિયલ મીડિયામાં, કે ઓનલાઇન એની કોઈ ખાસ જરૂર નથી.
માત્ર માતા-પિતાને રૂબરૂમાં એક વખત થેન્ક્યુ કહી દેશો તો પણ તેનો આનંદ બમણો થઇ જશે.
જો આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂરથી કરજો.