એક કપલ હતું તેના લગ્ન અને આશરે ૨૭ જેટલા વર્ષ થઈ ચૂક્યા હતા, તેઓને સંતાનમાં એક દીકરો હતો જે દીકરાની ઉંમર પણ ૨૩ વર્ષ જેટલી થઇ ચૂકી હતી. દીકરાને ખૂબ જ વહાલ થી મોટો કર્યો હતો અને દીકરાને જે ભણવું હતું તે વિષયમાં તેઓએ ખૂબ જ મહેનત કરીને પણ આવ્યો હતો.
દીકરા નું ભણતર પૂરું થયાને એક વર્ષ થયું હતું અને એને સારી નોકરી પણ મળી ચૂકી હતી. દીકરાને એક છોકરી સાથે મિત્રતા હતી જે અત્યંત ગાઢ હતી અને સમય જતા આ મિત્રતા પ્રેમમાં ફરી વળી. છોકરાનું નામ પારસ હતું અને છોકરીનું નામ હિના. બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માટે પણ તેઓ બંને તૈયાર હતા.
બંને લગ્ન કરવા માટે તૈયાર હતા આથી આપસમાં મળીને ચર્ચા કરી કે ઘરે આ વાતની જાણ કરવામાં આવે અને બન્ને પાત્ર ઘરે જાણ કરી તો બંને ઘરથી પણ તેઓને મંજૂરી મળી ગઇ અને બધા લોકોએ મળીને એકબીજા સાથે ચર્ચા-વિચારણા કરી તેમજ બંને ના પરિવાર પણ આ લગ્નથી ખુશ હતા.
પારસ ના લગ્ન ખુબજ ધૂમધામથી કરવામાં આવ્યા, લગ્ન પછી હિના અને તેની સાસુ માં અવારનવાર કોઇને કોઇ વાતથી ઝઘડો થઈ જતો, શરૂઆતમાં તો હિના આ વાતને ઇગ્નોર કરી લેતી પરંતુ ઘણી વખત પારસ પણ આ ઝઘડાને લઈને ચિંતામાં રહેતો અને એને એની ચિંતામાં ઘણી વખત નોકરીમાં પણ મન લાગતું નહીં અને તે પોતાની પત્ની તેમજ પોતાની માતા વિષે વિચાર્યા કરતો.
થોડો સમય સુધી તેણે કશું કહ્યું નહીં પરંતુ તે અવાર નવાર જોઈ રહ્યો હતો કે કોઈપણ કારણોસર ઝઘડો બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. આથી તેને એક આકરો નિર્ણય લઈ લીધો કે હવે તે ઝઘડાને કારણે પોતાની ફેમિલી થી તેની પત્ની સાથે કોઈ બીજી જગ્યા પર એકલો રહેવા જશે.
જોકે આ વિચાર હજી તેના મનમાં જ હતો તેને કોઈને વાત કરી ન હતી અને તે આજુબાજુમાં રહેવા માટે મકાન શોધવા લાગ્યો. મકાન મળી જતા તેને પોતાની પત્નીને આ વાતની જાણ કરી તો પત્ની પહેલાં તો ખૂબ જ ખુશ થઈ ગઈ કારણ કે તેને લાગ્યું કે હવે કોઈ જાતની માથાકૂટ નહીં રહે. પરંતુ થોડા સમય પછી તે વિચારવા લાગી કે જો અમે અલગ રહેવા જઈશું તો શું એ આપણા પરિવાર માટે સારું છે કે ખરાબ? પહેલાથી જ હું મારું ઘર છોડીને આવી છું અને હવે સાસરું પણ છોડીને જતી રહું એ વ્યાજબી કહેવાય? અને બીજી બાજુ તેનો પતિ પારસ પણ મનોમન પોતાના પરિવારને છોડવા ઇચ્છતો હતો નહીં પરંતુ પોતાની પત્નીને ખુશ જોવા માટે પોતાના પરિવારથી પણ અલગ રહેવા માટે વિચારવા લાગ્યો હતો. તેનું મન ન હોવા છતાં પત્નીને કહ્યું કે હું આજે ઓફિસે થી આવું ત્યાં સુધીમાં સામાન પેક કરી રાખજે કાલે રજા ના દિવસમાં આપણે શિફ્ટ થઇ જઈશું.
તેની પત્ની પતિના કહ્યા પ્રમાણે સામાન પેક કરવા માટે અંદર જઈને વિચારવા લાગી તો તેના મગજમાં વિચાર આવ્યો કે એ જ્યારે પોતાનું ઘર પરિવાર છોડીને આવી હતી ત્યારે તેને કેવી તકલીફ પડી હતી, અને ખૂબ જ રડવું પણ આવ્યું હતું. અને આજે જ્યારે તેનો પતિ પોતાના પરિવારથી અલગ થશે તો એ જ તકલીફ તેને પણ પડશે આવું વિચારીને તેને સામાન પેક કર્યો નહીં અને ઘરકામ કરવા લાગી.
સાંજે જ્યારે પતિ એ આવીને પૂછ્યું કે શું સામાન પેક થઈ ગયો? તો તેને મોઢેથી ઈશારો કરીને ના પાડી, પતિના ચહેરા પર થોડું આશ્ચર્ય ફરી વળ્યું તેમ છતાં તેને પૂછ્યું કે કેમ સામાન પેક નથી કર્યો?
એટલે હિનાએ જવાબ આપતા કહ્યું કે હું આ ઘરને છોડીને જવા માંગતી નથી. આપણા પરિવારથી દૂર રહેવા નથી માગતી એક વખત મારા પરિવારને છોડીને હું આવી છું પરંતુ હવે બીજી વખત મારા પરિવારને છોડી શકું તેમ નથી. નાના મોટા ઝઘડા તો દરેક ઘરમાં થતા રહેતા હોય છે પરંતુ શું બધા લોકો ઘર છોડીને જતા રહે છે? તેને પારસ સામે જોઈને ફરી પાછું કહ્યું તમે જ કહો પારસ શું તમને તમારી મમ્મી થી દૂર જઈને શું ખુશી મળશે? અથવા પછી તમારી માતા ખુશ રહેશે જેને તમને જન્મ આપ્યો છે અને નાનપણથી આટલા વહાલથી મોટા કર્યા છે શું એ માતા ને તકલીફ નહીં પડે?
આ બધું સાંભળીને પારસની આંખમાં માત્ર આંસુ જ દેખાતા ન હતા પરંતુ તે અંદરથી ખૂબ જ ભાવુક બની ગયો હતો. ફરી પાછું એવામાં તેની પત્ની ના એ કહ્યું કે માતાથી અલગ રહેવાનું દુઃખ થતું હોય છે એ મને ખબર છે, આજે હું પત્ની છું કાલે હું પણ ભવિષ્યમાં મા બનીશ અને જો આપણા સંતાનો પણ આપણને છોડીને અલગ રહેવા જતા રહેશે તો આપણને પણ ખૂબ જ દુઃખ થશે.
પતિ-પત્નીની આ વાતચીત રસોડામાં જ થઇ રહી હતી, અને હીના ના સાસુ પણ એટલા માટે ઊભા ઉપર બધું સાંભળી રહ્યા હતા. હીના ના મોઢે થી આવી વાતો સાંભળીને તરત જ તે હિના પાસે આવી અને હીનાને ગળે લગાવીને કહ્યું કે આજથી બધા ઝઘડા બંધ આપણે હળી મળીને રહેશું અને એક પણ ઝઘડો કરીશું નહીં.
એટલામાં પારસ એ ગળુ ચોખ્ખું કરીને કહ્યું બસ હું આ જ તો ઈચ્છતો હતો. સારું ચાલો તો હવે કાલે રજામાં ઘરે નથી કરવાનું તો કાલે કંઈક જમવામાં નવીન બનાવજે! હિના તેના સાસુ સામે જોવા લાગી અને બંને હસવા લાગ્યા.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો તમે દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં સ્ટોરીને રેટિંગ પણ આપજો.