એક કપલ હતું તેનાં લગ્નને 12 વર્ષ વીતી ચુક્યા હતા, અને એ બન્નેનું લગ્નજીવન એકદમ સુખી રીતે પસાર થઈ રહ્યુ હતું. તેઓને સંતાનમાં એક દીકરો હતો જે અંદાજે 8 વર્ષનો થઈ ચૂક્યો હતો.
તે દીકરો તેના માતા-પિતાને બધી વાત કરતો અને તેનું ભણવાનું પણ સારું ચાલી રહ્યું હતું, કોઈ વખત દીકરાને ઓછા માર્ક આવતા તો તેના માતા-પિતા તેને ખીજાય જતા.
એક દિવસની વાત છે તેનો છોકરો અને તેના પિતા બંને સાથે ફરવા ગયા હતા. છોકરાના પિતા ને ધંધો સારો સેટ થઈ ચૂક્યો હતો અને સારું કમાતા હતા.
હમણાં બે વર્ષ પહેલાં જ નવી ગાડી ખરીદી હતી. અને એ ગાડીમાં જ બંને પિતા દીકરો ફરવા જઈ રહ્યા હતા. પાંચ જણા આરામથી બેસી શકે તેવી સેડાન ગાડી હતી.
તેઓ બંને ગાડીમાં જઈ રહ્યા હતા પિતા ગાડી ચલાવી રહ્યા હતા એવામાં તેની બાજુમાંથી સડસડાટ એક બીજી ગાડી નીકળી અને છોકરાના પિતા ને તેની ગાડી ખૂબ જ વહાલી હતી એટલે તેઓ 70ની સ્પીડથી ચલાવી રહ્યા હતા. એવામાં આ બીજી ગાડી નીકળી અને તરત જ તેઓ ની ગાડીને ઓવરટેક કરીને આગળ જતી રહી.
એટલે તરત જ બાજુમાં બેઠેલા દીકરાએ તેના પિતાને કહ્યું પપ્પા જુઓ આ ગાડી આપણાથી આગળ નીકળી ગઈ. તમે ખૂબ જ ધીમે ગાડી ચલાવો છો પપ્પા, આ રીતે ગાડી ન ચલાવાય થોડો લીવર નો ઉપયોગ કરો ચલો એ ગાડીને ઓવરટેક કરી નાખો.
એટલે તેના પિતાએ હસતા હસતા કહ્યું દીકરા તેની ગાડી આપણા કરતાં વધુ કેપેસિટી વાળી છે, આથી આપણે આપણી ગાડી નું લીવર ગમે તેટલું દબાવીએ તો પણ તે કારને ઓવરટેક નહીં કરી શકીએ.
અને હજુ તો પિતા અને દીકરો બન્ને વાતચીત કરી રહ્યા હતા એવામાં જ એનાથી પણ વધુ સારી કોઈ એક બીજી ગાડી આવી અને તરત જ ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ.
એ ગાડી ની સ્પીડ તો પેલી ગાડી કરતાં પણ વધુ હતી આથી ક્યારે ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ એ જ ખબર નહી.
છોકરાએ ફરીથી તેના પપ્પાને કહ્યું તું પપ્પા તમે પણ તમને શું ગાડી ચલાવતા નથી આવડતી, આ બીજી ગાડી પણ આપણાથી આગળ નીકળી ગઈ હવે જરા લીવર પર પગ દબાવો. એક વાત કહું પપ્પા ખોટું નહિ લગાડતા પણ મને તો એવું લાગે છે કે તમને તો ગાડી ચલાવતા જાણે આવડતું જ નથી.
પિતાએ ફરી પાછું તેને જવાબમાં કહ્યું આ વખતે થોડા ગુસ્સા સાથે કહ્યું કે બેટા મેં તને કહ્યું તો ખરું કે જે ગાડી આપણને ઓવરટેક કરીને જતી રહી છે એ બધી જ ગાડીની એન્જિનની ક્ષમતા આપણા ગાડીની એન્જિનની ક્ષમતા કરતાં ઘણી વધુ છે એટલે એ આપણાથી આગળ નીકળી જાય તો એ બહુ જ સામાન્ય બાબત છે એમાં આપણી ગાડી એનાથી આગળ થઈ શકે નહીં.
અને હજી તો પિતા તેના દીકરાને સમજાવી રહ્યા હતા એવામાં હવે તો એક સ્પોર્ટસ-કાર આવી અને તરત જ તેની ગાડીને ઓવરટેક કરીને આગળ જતી રહી.
એટલે તરત જ ફરી પાછો તેનો 8 વર્ષનો દીકરો બોલી ઉઠ્યો કે પપ્પા હવે તો તમે સ્વીકારી લો કે તમને ગાડી ચલાવતા જરા પણ આવડતી નથી એક પછી એક બધી કારો આપણને ઓવરટેક કરીને આગળ જતી રહે છે. અને તમે છો કે લીવર પર પગ પણ દબાવતા નથી. આટલું કહીને છોકરો તેની સીટ પર ઉભો થઇ ગયો.
હવે તો પિતાથી સહન ન થયું એટલે તરત જ છોકરા પર ભડકી ઉઠ્યા કે શું ક્યારનો બોલ બોલ કર્યા કરે છે, હું તને જે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું એમાં તને કંઈ સમજણ નથી પડતી કે શું? તને આપણી આગળ નીકળી ગઈ એ જ બધી કાર દેખાય છે? ઘણી એવી કાર હતી જે આપણા કરતા ઓછી કેપેસિટી વાડી હતી તે બધી કાર ની સાઇડ કાપીને આપણે પણ આગળ નીકળી ગયા પરંતુ તને એ ગાડીઓ કેમ નથી દેખાતી? એક વાત સમજી લેજે ગાડીઓ આપણાથી આગળ નીકળી રહી છે તે ગાડીઓથી આગળ નીકળવા માટે આપણી ગાડી નું લીવર ગમે તેટલું દબાવીએ તેમ છતાં આપણે તેની આગળ ન થઈ શકે પરંતુ એનાથી વિરુદ્ધ માં જો એવું કરવા જઈએ તો આપણી જ ગાડીમાં નુકસાન થાય.
અને તરત જ દીકરા ના ચેહરાનો હાવભાવ એકદમ થી બદલાઈ ગયો, તેને એકદમ સહજતાથી કહ્યું કે પપ્પા તમે કેટલા સમજુ છો. પપ્પા તમે એક ગાડી ની સરખામણી બીજી ગાડી સાથે ન થઈ શકે એ ખૂબ સારી રીતે જાણો છો તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ખિજાયા કરો છો?
શું હું એની સાઈડ કાપવા જઈશ તો મને નુકસાન નહીં થાય? અને તમને પણ મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થીઓ દેખાય છે પરંતુ હું જે વિદ્યાર્થીઓ કરતા આગળ છું તે કોઈ દેખાતું નથી.
પોતાનો દીકરો સડસડાટ એક શ્વાસે આટલું બધું બોલી ગયો એટલે તેના પિતાને તરત જ તેની ભૂલ સમજાઈ ગઈ અને ગાડી ને સાઈડમાં ઉભી રાખી ને વહાલથી દીકરાની માથે ચુંબન કરી અને કહ્યું દીકરા હવે હું તારી સરખામણી ક્યારેય કોઈ વિદ્યાર્થી સાથે નહીં કરું.
મિત્રો હકીકતમાં ભગવાને દરેકના ઘરે જુદી જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા જ છે, બીજા કોઈના સંતાનોની સાથે આપણાં સંતાનોની સરખામણી કરીને તમે વધુ અપેક્ષાઓ રાખશો તો એવું પણ બની શકે કે આપણા જ સંતાનો ને નુકસાન થાય.
જો તમને આ સ્ટોરી સારી લાગી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં 1-10 ની વચ્ચે રેટીંગ પણ આપજો.