Site icon Just Gujju Things Trending

“મારી પત્નીથી હું કંટાળી ગયો છું. તમે જ કહો હું શું કરું?” આ સવાલનો પેલા વૃદ્ધ વ્યક્તિએ એવો જવાબ આપ્યો કે…

એક કપલ હતું, જેના લગ્ન આશરે પાંચ વર્ષ પહેલા થયા હતા. નાની-નાની રકઝક થતી કે જે લગભગ દરેક કપલ માં જોવા મળે છે તેવી જ નાની-મોટી રકઝક આ કપલ માં પણ રહેતી.

પરંતુ એક દિવસ સવારે અચાનક કોઈ વાતને કારણે બંને વચ્ચે થોડી વધારે રકઝક થઈ ગઈ, એટલે ખબર નહિ ક્યા કારણથી પણ અચાનક પતિ ઘરમાંથી એમ કહેતો કહેતો બહાર નીકળી ગયો કે હવે બહુ થયું, અને પછી મનમાં ને મનમાં કંઈક બોલતો બોલતો પતિ ઘરમાંથી બહાર નીકળી ગયો.

પત્ની કંઈ બોલે તે પહેલાં તો પતી ઘરમાંથી બહાર નીકળી ગયો હતો, ક્યાં જતા રહ્યા? શું એ ઘર છોડીને ગયા હશે? આવા તો એક નહીં પરંતુ અનેક ખયાલો પત્નીના મગજમાં આવવા લાગ્યા.

બહાર નીકળતા નીકળતા પતિ વિચારતો હતો કે હવે બહુ થયું, તેને વિચાર્યું કે હવે ક્યારે આવી ઝઘડાળુ પત્ની સાથે વાત નહીં કરું, ખબર નહીં તે તેની જાતને શું સમજે છે? જ્યારે હોય ત્યારે કોઈને કોઈ વાતને લઈને ઝઘડો શરૂ કરી દે છે, શાંતિથી રહેવા જ નથી દેતી.

ચાલતો ચાલતો કેમ બહાર તો નીકળી ગયો પરંતુ હવે શું કરવું? તે તેની સમજમાં આવતું ન હતું એવામાં ચાલતા ચાલતા એક ચા વાળાની દુકાન આવી. એટલે ચા ના સ્ટોલમાં જઈને તેને ચા મંગાવી અને ત્યાં એક ટેબલ પડ્યું હતું તેની ઉપર બેસી ગયો.

શિયાળાનો સમય હોવાથી થોડી ઠંડી પણ લાગતી હતી, પરંતુ ઘરેથી તો તે બહાર નીકળી ચૂક્યો હતો. થોડી વાર થઈ ત્યાં પાછળથી અવાજ સંભળાયો કે આવા શિયાળામાં પણ તમે બહાર ચા પી રહ્યા છો?

પોતાના તરફ અવાજ આવી હોય એવું લાગ્યું એટલે તેને પાછળ ફરીને જોયું તો ટેબલ ઉપર એક ઘરડા માણસ બેઠા હતા, જે બરોબર તેની સામે જ જોઈ રહ્યા હતા.

તેને ઘરડા માણસને જવાબ આપતા કહ્યું કે તમે પણ તો આવી ઠંડીમાં બહાર જ આવ્યા છો ને! અને હા તમારી તો ઉંમર પણ મારા કરતાં ઘણી વધુ છે.

એટલે પેલા ઘરડા માણસે હસતાં હસતાં જવાબ આપ્યો કે હું તો છું જ એકલો, મારે નથી કોઈ ગ્રહસ્થી, કે નથી કોઈ સાથી, હા પણ તમારી ઉંમર જોતા તો એવું લાગી રહ્યું છે કે તમે તો પરિણીત હશો.

જાણે દુખતી નસ ઉપર કોઇએ હાથ મૂકી દીધો હોય તે રીતે પેલા માણસે જવાબ આપ્યો કે હા પરિણીતો છું પણ શું કરું, પત્ની ઘરમાં જેવું નથી દેતી, દરેક સમયે રકઝક થતી રહે છે, હવે આવા આ સંજોગોમાં બહાર ન ભટકું તો શું કરું? મારી પત્નીથી હું કંટાળી ગયો છું.

ગરમ ચા ના માત્ર બે ઘૂંટડા શરીરની અંદર શું ગયા કે તરત જ તે માણસ નું દુઃખ બહાર આવી ગયું અને પેલા ઘરડા માણસને બધી વાત કરી.

પેલા ઘરડા માણસ ફરી હસી પડ્યા અને જવાબ આપતા કહ્યું કે, પત્ની જીવવા નથી દેતી? એમ કહો છો. અરે મારા સાહેબ જિંદગી જ પત્નીથી હોય છે. લગભગ 10 વર્ષ પહેલા મારી પત્ની આ દુનિયા છોડીને જતી રહી, જ્યારે જીવતી હતી, તો કદર હતી નહીં. અને આજે જતી રહી છે તો એ જ યાદ આવ્યા કરે છે. બાળકો પોતાના કામમાં વ્યસ્ત રહે છે, આલિશાન ઘર છે.

પૈસાની પણ કોઈ જાતની ખામી નથી પરંતુ એક વાત જરૂર કહેવા માંગીશ કે તેના વગર કંઇ મજા નથી. આવી જ રીતે ક્યાંકને ક્યાંક ભટકતો રહું છું. અને ખારી મારા માટે જ નહીં પરંતુ જાણે તે આખા ઘર ની ધડકન હોય કેવું હવે લાગી રહ્યું છે. કારણ કે તેના ગયા પછી મારામાં જ નહીં પરંતુ આખા ઘર માં ફેરફાર થઈ ગયો છે. જાણે બધું બેજાન થઈ ગયું હોય એવું લાગે છે.

પેલા ઘરડા માણસે પણ પોતાની અંદર રહેલી આ વાત કહી દીધી. બસ ખાલી આંખોમાંથી અશ્રુધારા વહેવા ની બાકી હોય તેવું જ લાગી રહ્યું હતું, તેની આ વાત સાંભળીને પેલો માણસ તરત ત્યાંથી ઉભો થઇ ગયો. ખબર નહીં તેના મનમાં શું વિચાર આવ્યો પરંતુ તરત જ ચા વાળા ને તેના પૈસા આપીને પોતાના ઘર તરફ પાછો જવા લાગ્યો.

અને જે રીતે ઘરમાં થી નીકળ્યો હતો તેનાથી પણ વધુ ઝડપથી તે ઘર તરફ પાછો ફરી રહ્યો હતો, ઘર નજીક દેખાતું હતું એવામાં તેનું ધ્યાન પડયું કે તેની પત્ની દરવાજો ખોલીને ત્યાં જ પાસે ઊભી હતી. અને તેના ચહેરા ઉપર ચિંતા ચોખ્ખી નજરે આવી રહી હતી.

જેવો પતિ ઘરની નજીક પહોંચ્યો કે પત્ની તરત જ બોલી ઉઠી ક્યાં ચાલ્યા ગયા હતા? આવી ઠંડીમાં જેકેટ પહેર્યું નથી અને બહાર નીકળી ગયા તમને ઠંડી લાગી જશે તો?

પતિ અંદરોઅંદર થોડો હસ્યો અને પછી જવાબ આપ્યો કે મારી રાહ જોઈને તું પણ તો સ્વેટર પહેર્યા વગર જ દરવાજા ઉપર આટલા સમયથી ઊભી હતી,તને ઠંડી લાગી ગઈ હોત તો?

પતિ-પત્ની ફરી પાછા ભેગા થયા, પરંતુ આ વખતે બન્નેનાં સવાલમાં ઝગડો નહીં પરંતુ પ્રેમ છલકાતો હતો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version