પુલવામામાં થયેલા હુમલા પછી દેશભરમાં દુઃખની સાથે આક્રોશ નો માહોલ યથાવત છે. અને આની અસર બંને દેશના વ્યવસાયિક સંબંધોને પણ દેખાઈ છે. જેમાં ખાસ કરીને પાકિસ્તાનથી આયાત મા custom duty ને 200 ટકા વધારવામાં આવી છે તો ભારતીય ખેડૂત સહિત ઘણા ટ્રેડરોએ પણ પોતાના ઉત્પાદનને પાકિસ્તાન મોકલવાની મનાઈ કરી દીધી છે. મધ્યપ્રદેશના ખેડૂતો પણ પાકિસ્તાનને ટમેટા મોકલવા ની ચોખ્ખી મનાઈ કરી દીધી છે. અને આની અસર પાકિસ્તાનમાં એ જોવા મળી છે કે ટમેટાના ભાવ ધીમે-ધીમે વધીને આસમાને પહોંચી ગયા છે.
અને એવી જ રીતે ઘણી શાકભાજી ભારતથી ત્યાં જતી હોય, દરેકના ભાવ વધ્યા છે. પાકિસ્તાનને સૌથી વધારે ફળ અને શાકભાજી સપ્લાય કરવામાં જે વેપારીઓ હતા તે વેપારીઓએ હવે ત્યાં માલ નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. લગભગ રોજ 75 થી 100 ટ્રક જેટલા ટામેટા મોકલવામાં આવી રહ્યા હતા, પરંતુ ૧૪ ફેબ્રુઆરીએ થયેલા હુમલા પછી લેવાયેલા નિર્ણય બાદ વેપારીઓએ આના ઉપર રોક લગાવી દીધી છે. એટલું જ નહીં બીજા શાકભાજી, ફળ, કપાસ વગેરેના વેપારીઓએ પણ બુકિંગ બંધ કરી દીધા છે.
ભારતમાં અત્યારે લગભગ દસ રૂપિયા પ્રતિ કિલો આસપાસ ના ભાવ ઉપર ટામેટા મળે છે. પરંતુ પાકિસ્તાનમાં સ્થિતિ અલગ જ છે, ટામેટાંના ભાવ ત્યાં આસમાને પહોંચી રહ્યા છે. અને આ ની જાણકારી એક પત્રકારે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં જણાવ્યું હતું કે લાહોરમાં ટામેટાંના ભાવ અત્યારે 180 રૂપીયા કીલો છે. એવી જ રીતે ડુંગળીના ભાવ પણ લગભગ ડબલ થઇ ગયા છે.
પાકિસ્તાનના શાકભાજીના માર્કેટમાં ટામેટા, ડુંગળી સહિત બટાકાના ભાવમાં પણ વધારો થયો છે. તેમજ આ સિવાય પણ અન્ય શાકભાજીના ભાવ મા વધારો જોવા મળ્યો છે.
પાકિસ્તાનમાં ખાંડ પણ મોંઘી થઈ ગઈ છે. ખાંડના ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળ્યો છે જ્યારે ચા ના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
આ સાથે ખેડૂતોએ પણ સરકારને અપીલ કરી છે કે ટામેટા વેચવા માટે ખાડીના દેશોમાં અથવા અન્ય જગ્યાઓ પર નવા બજાર ની શોધ કરવામાં આવે. આની પહેલા 2017માં પણ બંને દેશ વચ્ચે તણાવ વધતા સપ્લાય બંધ કરવામાં આવી હતી ત્યારે લાહોર અને પંજાબના અમુક હિસ્સાઓમાં ટામેટા ની કિંમત વધીને 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી.