તમારી રાશિ જણાવશે ભાવી પત્નીનો સ્વભાવ, આ રાશિના લોકોની પત્ની હોય છે ખતરનાક

લગભગ બધા લોકો એવું ઇચ્છતા હોય છે કે તેના લગ્ન સૌથી સારી પત્ની સાથે થાય, અને દરેક લોકો ના સપનાની વાત કરીએ તો તેની એવી ઇચ્છા હોય છે કે તેની પત્ની તેની સાથે પ્રેમાળ રહે અને તેની પ્રત્યે ખૂબ કેરિંગ રહે, અને પતિ-પત્ની તરીકે બંનેનો સંબંધ કાયમ અતૂટ જળવાઈ રહે. જ્યોતિષશાસ્ત્ર ની માન્યતાવો પ્રમાણે રાશિ પ્રમાણે તમારી ભાવિ પત્ની એટલે કે થવાવાળી પત્નીનો સ્વભાવ કેવો હશે તે જાણી શકાય છે, ચાલો જાણીએ...

મેષ રાશિના પુરુષોને હંમેશા શાંત સ્વભાવ ની પત્ની મળે છે. પત્નીના શાંત સ્વભાવને કારણે આ કપલમાં ત્યારે ઝઘડા થતા નથી, એટલે કે ઝઘડા થવાની સંભાવનાઓ ખૂબ ઓછી રહે છે. મેષ રાશિના જાતકોની પત્નીઓ દેખાવે પણ ખૂબ જ આકર્ષક હોવાથી તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોય છે, અને એકબીજા પ્રત્યે કેરિંગ પણ હોય છે.

વૃષભ રાશિના લોકોને પત્ની સારી મળે છે પરંતુ આવી પત્ની ગુસ્સે પણ અવાર નવાર થઈ જતી હોય છે, ઘણી વખત ગુસ્સામાં તેનો કાબૂ રહેતો નથી. આથી જો પતિ પણ ગુસ્સો કરે તો આ બંનેનો સંબંધ બગડવાની શક્યતા રહે છે. અને ઘણી વખત તેને પત્ની નું કીધું પણ કરવું પડતું હોય છે.

મિથુન રાશિના લોકો ની પત્નીને વાતો કરવી ખૂબ ગમે છે. એટલે કે તેઓને ગોસિપ કરવાની ટેવ હોય છે. અને પોતાની વાતચીતથી તે બીજાને ક્યારેક ખુશ પણ કરી શકે છે તો ક્યારેક ઠેસ પહોંચાડી શકે છે.

કર્ક રાશિ ના લોકો પત્ની ની વાત માં ખૂબ નસીબદાર મનાય છે, કારણકે આ લોકો ની પત્નીઓને કોઈ અજાણ્યા સાથે પણ ન ફાવે તેવું થતું નથી. અને ખુબ ઓછા સમયમાં તેઓ દરેક લોકો સાથે હળી મળીને રહે છે. આવી પત્ની દરેક લોકોનું દિલ જીતી લે છે.

સિંહ રાશિના લોકો ની પત્ની ઘણી વખત ઝઘડો કરી બેસે છે, આવી ખતરનાક પત્નીઓને ઝઘડવા માટે નાનકડું કારણ પણ મળી જાય તો તે ઝઘડવા લાગે છે. પરંતુ આવી પત્ની અને શ્રેષ્ઠ બાબત એ છે કે તે તેના પતિ માટે કોઈની સાથે પણ ઝઘડવા માટે તૈયાર થઈ જાય છે. અને એટલે જ આ બંને કપલમાં ખૂબ પ્રેમ હોય છે.

કન્યા રાશિના પુરુષોને સમજદાર પત્ની મળે છે, તેની સમજદારી થી દરેક લોકો પ્રભાવિત થઇ જતા હોય છે. અને તે પરિવારમાં પણ પોતાની સમજથી પોતાની આગવી છાપ ઉભી કરી શકે છે, તેમજ આવી પત્ની એ બધાને સાથે લઈને ચાલવા માં માને છે અને કોઈપણ નું ખરાબ ઈચ્છતી નથી.

તુલા રાશિના લોકોની પત્ની ઓ ઘણી હસમુખ સ્વભાવની હોય છે. આવી પત્ની એના પતિને ક્યારે ટેન્શન તો આપતી નથી પરંતુ પોતે પણ ક્યારેય ટેન્શન લેતી નથી. એના કારણે જ આ બંને વચ્ચેનો સંબંધ એકદમ ટેન્શન ફ્રી રહે છે.

વૃશ્ચિક રાશિના લોકો ની પત્ની ઘણી વખત તેના પતિ કરતા પણ ચાલાક હોય છે. અને આવી પત્નીમા કોઈ પણ વાતને ચાલાકીથી નીપટાવવાની ખૂબી રહેલી હોય છે. આવી પત્નીઓને કોઈપણ લોકો દગો દઈ શકતા નથી. કારણકે ચાલાક હોવાને કારણે આવી પત્ની સમજી-વિચારીને આગળ વધતી હોય છે.

ધન રાશી ની પત્નીઓ નો સ્વભાવ થોડો અલગ હોય છે. તેના સ્વભાવમાં સેવિંગ્સ ને લઈને અલગ વિચારણા હોય છે. આવી પત્નીઓને શોપિંગ કરવું ખૂબ જ ગમે છે પરંતુ ક્યારેક-ક્યારેક આવી પત્નીઓ પૈસાની કિંમત સમજી શકતી નથી.

મકર રાશિના લોકોની ભાભી પત્નીઓ બહુ મોડર્ન વિચાર ધરાવતી હોય છે. અને આવી પત્નીઓ પણ નસીબવાળી હોય છે કારણકે આવી પત્નીઓને કોઈપણ એક બંધનમાં રહેવાનું પસંદ હોતું નથી, અને કોઈપણ કામ કરવાનો તેનો પોતા ની રીત હોય છે તેનાથી જ કરે છે.

કુંભ રાશિના લોકોને ફિલ્મી પત્નીઓ મળે છે, એટલે કે આવી પત્નીઓને મનોરંજન ખૂબ પસંદ હોય છે અને તે પોતાના સપનાની દુનિયા મા રહેતી હોય તેમ સાચી જીંદગીમાં રહેવા માંગે છે. અને આ જ આદત તેના પતિને ખુબ પસંદ આવે છે.

મીન રાશિ ના લોકો ની પત્નીઓ શરમાળ સ્વભાવની હોય છે, એટલે કે અજાણ્યા લોકો સાથે વાતચીત કરવી આવી પત્ની અને પસંદ હોતી નથી. અને તેની દુનિયા તેના પતિ થી શરૂ થાય છે તો તેના પતિ અને બાળકો માં જ પૂરી થઈ જતી હોય છે. અને ઘણી વખત આને દુનિયા ઘમંડી પણ સમજે છે પરંતુ આવી પત્નીનો સ્વભાવ જ એવો હોય છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો દરેક લોકો જોડે શેર કરજો, શુ તમે આ માન્યતાઓ સાથે સહમત છો કે નહીં તે કમેન્ટ કરીને અચૂક જણાવજો.

Read more

કાળજું કંપાવતી એ ૩૨ સેકન્ડ: એર ઈન્ડિયા ફ્લાઈટ ૧૭૧

૧૨ જૂન ૨૦૨૫, બપોરનો ૧:૩૮ વાગ્યાનો સમય. અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાના બોઈંગ ૭૮૭ ડ્રીમલાઈનર વિમાને લંડનના ગેટવિક એરપોર્ટ માટે ઉડાન ભરી. સેંકડો મુસાફરોની

By Just Gujju Things Team

"સેમિનારના નામે પત્ની ક્યાં જતી હતી?" સોફામાંથી મળેલા એક મેસેજે આખા પરિવારની...

સાત વર્ષનો સમયગાળો કોઈ પણ જોડાણને એક ઠરેલ ગરિમા આપે છે. મનમિત અને કાવ્યાના સંબંધોમાં પણ આવી જ એક સહજ ગોઠવણ હતી. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવે

By Just Gujju Things Team

બ્રેકઅપના ૧ વર્ષ પછી દરવાજો ખોલ્યો અને સામે ઊભો હતો એ... જુઓ પછી શું થયું!

આજથી બરાબર એક વર્ષ પહેલાં મારી જિંદગી સંપૂર્ણપણે વણસી ગઈ હતી. હું ૨૭ વર્ષની હતી અને મારા જીવનના પહેલા ગંભીર પ્રેમ, જોશ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની તૈ

By Just Gujju Things Team

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team