જ્યારે આપણે ભગવાનને સાચા મનથી ને દિલથી પૂજા કરતા હોય છે. ત્યારે ભગવાન આપણને તેનું ફળ અચૂક આપે છે, અને અમુક માન્યતાઓ પ્રમાણે જો પૂજા કરતી વખતે અમુક સંકેતો તમારા નજરમાં આવી જાય તો એનો મતલબ એ છે કે ભગવાન તમારી ઉપર પોતાનો આશીર્વાદ આપી રહ્યા છે અને તમારા ભક્તિભાવથી પ્રસન થયા છે.
આજે અમે આવા સંકેતો વિશે જણાવવાના છીએ જે તમે જો ઓળખી જાવ તો તમને ખબર પડી શકે છે કે આ બધા શુભ સંકેત છે, આ સંકેતો ભાગ્યશાળી લોકોને જ નજરે આવતા હોય છે. આથી માન્યતાઓ મુજબ ભગવાનની પૂજા કરતા હોય ત્યારે ભગવાન પણ આવા સંકેતો દર્શાવીને કહેતા હોય છે કે તેઓ તમારી ઉપર પ્રસન્ન છે.
જો તમે પોતાના ઈષ્ટ દેવની સાચા મનથી પૂજા કરતા હોય, ત્યારે તમારી અંદર મગજમાં સકારાત્મક ઉર્જા ઉત્પન થતી હોય છે. અને જો પૂજા કરતી વખતે જો તમારા દરવાજા પર અચાનક થી કોઈ ભિખારી આવે તો એનો મતલબ એવો હોય છે કે તમારા દરવાજા ઉપર બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત ભગવાન પધાર્યા હોય છે, આથી તમારે વ્યક્તિને દાન કરવું જોઈએ.
કોઈપણ ભગવાનની પૂજા-અર્ચના કરતા સમયે જો દીવો પ્રગટાવ્યો હોય અને અચાનક થી જ દિવાનો પ્રકાશ એકદમથી તેજ થઈ જાય તો આનો પણ એવો સંકેત માનવામાં આવે છે કે તમારી સમક્ષ સાક્ષાત ભગવાન પધારી ચૂક્યા છે.
એવું પણ માનવામાં આવે છે કે ત્યારે ભગવાનને અગરબત્તી અથવા ધૂપથી પૂજા કરી રહ્યા હોય ત્યારે જો ભગવાનના અગરબત્તીમાં થી નીકળેલા ધુમાડામાં ॐ આકૃતિ જેવું નિશાન બને તો આ તમારા માટે શુભ માનવામાં આવે છે.
જ્યારે પણ તમે ભગવાનની ફૂલની માળા દ્વારા પૂજા કરતા હોય અથવા કોઈપણ કારણોસર ફૂલ પર આવતા હોય ત્યારે જો તમારી પૂજા-અર્ચના કરતા સમયે એ ફુલ તમારી સામે આવીને પડે તો આને માનવામાં આવે છે કે તમને ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત થયો છે.
આવી જ ઘણી માન્યતાઓ ધર્મ સાથે જોડાયેલી હોય છે જે લગભગ આપણને ખબર હોતી નથી, જો આવી પોસ્ટ દરરોજ મેળવવા માંગતા હોવ તો આપણા પેજ ને લાઈક કરી નાખજો. જેથી તમને દરરોજ નવી પોસ્ટ મળતી રહે.
તમારું આ માન્યતાઓ વિશે શું મંતવ્ય છે તે કોમેન્ટ માં જણાવી શકો છો. અથવા તમને કોઈ માન્યતાઓની ખબર હોય તો એ પણ જણાવી શકો છો.