પુલવામામાં થયેલા હુમલાને હજુ પાંચ દિવસ પણ પૂરા નથી થયા. ત્યાં જ શનિવારે મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. અને આ મેજર ના લગ્ન હમણાં જ ૧૮ દિવસમાં થવાના હતા. એવામાં મેજર શહીદ થઈ જતા લોકોમાં દુઃખ અને આક્રોશ વધ્યા હતા.
ત્યાર પછી ગઈ કાલ રાતથી આતંકીઓ સાથે પુલવામામાં સંઘર્ષ યથાવત હતો જેમાં બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું હતું. આમાં આપણા એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા હતા. તેમ છતાં આ ઓપરેશનને આગળ હાથ ધરી ને બે આતંકીઓને ઠાર મરાયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસમાં સૈનિકોની શહીદી નો આંકડો 45 પહોંચી ગયો હતો. એટલું જ નહીં હજુ પણ ત્યાં સર્ચ ઓપરેશન જારી છે. જેમાં હજુ પણ આતંકીઓ છુપાયેલા હોવાના સમાચાર છે.
પહેલા થયેલા હુમલા પછી બીજા પાંચ જવાનો શહીદ થયા હતા. જેમાં મેજર ચિત્રેશ બિષ્ટ શનિવારે IED ડિફયુઝ કરતી વખતે શહીદ થયા હતા. ત્યાર પછી ગઈકાલ રાતથી શરૂ થયેલા આતંકીઓ સામે ના ફાયરિંગમાં આપણા બીજા ચાર જવાનો શહીદ થયા હતા. જેમાં એક મેજર પણ સામેલ છે.
અને જે બે આતંકીઓને ઠાર મરાયા તેમાં એક ત્યાંનો સ્થાનિક આતંકી હતો જ્યારે બીજો આતંકી ગાજી ત્રાસવાદી સંગઠન કમાન્ડર હતો. પુલવામામાં થયેલા હુમલાનો માસ્ટર માઈન્ડ આ ગાજી હતો તેવું જણાવવામાં આવી રહ્યું છે. પરંતુ દુઃખને અફસોસની વાત એ છે કે આતંકીઓ સામે થયેલા ફાયરિંગમાં રાષ્ટ્રીય રાઈફલ્સના એક મેજર સહિત કુલ ચાર જવાનો શહીદ થયા હતા.
આ એન્કાઉન્ટર પછી બંને આતંકીઓનાં શબ સુરક્ષાબળોએ કબજે કર્યા છે, જોકે હજી તેની ઓળખાણ ની પુષ્ટિ કરાઇ નથી. પરંતુ પીટીઆઇ એ રક્ષા મંત્રાલયના Spokesperson દ્વારા જણાવ્યું હતું કે માનવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓનો ૧૪ ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં સંબંધ છે. આ બંનેની ઓળખાણ હજુ તપાસી રહ્યા છે.
Cover Image Source: Twitter/Ndtv