Site icon Just Gujju Things Trending

Breaking: જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં છેલ્લાં 20 વર્ષમાં સૌથી મોટો આતંકી હુમલો, 42 જવાનો શહીદ…

મીડિયા ખબરો અનુસાર લગભગ 2500 જેટલા સીઆરપીએફ જવાનોનો કાફલો ગાડીઓમાં રજા પૂરી થયા પછી ડ્યુટી માં જઈ રહ્યો હતો, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પુલવમામાં તેમના ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો, જેમાં અંદાજે ૪૨ જેટલા જવાનો શહીદ થયા છે.

આ એક આત્મઘાતી હુમલો હતો જેમાં આતંકીઓએ સુરક્ષા બળોને નિશાનો બનાવ્યો હતો. એવું પણ મનાય રહ્યું છે કે એક ગાડીમાં IDE પહેલાં થી મૌજુદ હતો જેને બાદમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. અને બ્લાસ્ટ પછી પણ સેનાના વાહનો પર ગોળીબાર પણ થયો હતો.

કઈ રીતે થયો હુમલો?

સીઆરપીએફના આશરે 2500 જવાન અંદાજે 78 થી પણ વધુ જેટલી બસમાં જઈ રહ્યા હતા. એ સમયે મળતી માહિતી અનુસાર બપોરે આશરે 3.30 ના સમયે આતંકવાદીઓએ જવાનોના કાફલા ની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલો IDE થી કરવામાં આવ્યો હતો. આ જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો છે. આ હુમલા ની જવાબદારી પણ આતંકી સંગઠન એ સ્વીકારી છે. જણાવી દઈએ કે ઉરીમાં થયેલ હુમલો પણ આજ સંગઠને કરાવ્યો હતો.

આ હુમલામાં 30 થી પણ વધુ જવાનો ઘાયલ થયા છે, અને આ આ હુમલો એટલો તે જ હતો કે સેનાના વાહન ચૂરેચૂરા ઉડી ગયા હતા. અને ઘણા જવાનોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.

આ હુમલાને દેશના તમામ લોકોએ વખોડી કાઢ્યો છે, ખાસ કરીને રાજનૈતિક હસ્તીઓથી માંડીને bollywood દરેક લોકોએ ટ્વિટ કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રી એ પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે જવાનો નું બલિદાન વ્યર્થ નહીં જાય, તેમજ ઘાયલ થયેલા જવાનોને સ્પીડ રિકવરી માટે પ્રાર્થના કરી હતી.

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ajit doval પાસેથી પણ પ્રધાનમંત્રીએ માહિતી મેળવી છે, તેમજ NSA એ તત્કાલીન બેઠક પણ બોલાવી છે. પ્રધાનમંત્રીએ હોમ મિનિસ્ટર પાસેથી પણ updates મંગાવ્યા છે.

લગભગ દરેક રાજનૈતિક હસ્તીઓએ શહીદ જવાનોના પરિવારને દિલાસો આપ્યો હતો,અને ઉરીથી પણ મોટા આ હુમલા પછી ભારત વળતો જવાબ આપશે એવું પણ ઘણી રાજનૈતિક હસ્તીઓએ જણાવ્યું હતું.

હુમલા પછીની તસવીરો સામે આવી ત્યારે તેમાં જોઈ શકાતું હતું કે ચારે બાજુ જવાનોના શવ વિખરાયેલા પડયા હતા. અને રસ્તા પર ચારે બાજુ સેનાના વાહનોનો મલબો જ નજરે આવી રહ્યો હતો.

આ ભારત ના ઇતિહાસ બ્લેક ડે કહી શકાય, જવાનો ની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. અને ભારત તરફથી પણ તાત્કાલિક આ હુમલાનો વળતો જવાબ આપવામાં આવે એવી આશા રાખીએ છીએ.

હુમલા પછી ટ્વીટરમાં પણ આના વિશે લોકોએ ચર્ચાઓ શરૂ કરી દીધી હતી, અને ઘણા લોકોએ લખ્યું હતું કે પૂરી હુમલા પછી જે સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી તેવી જ સર્જીકલ સ્ટ્રાઈક ફરી એક વખત કરવામાં આવે.

તસવીરો:

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version