Site icon Just Gujju Things Trending

રાહુલ ગાંધીએ કહ્યું, “મસૂદ અઝહર જી”. તો ટ્વિટર પર લોકોએ કહ્યું આવું, જુઓ વિડિયો

૧૪ ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જેટલા જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલાની જવાબદારી ત્રાસવાદી સંગઠન JeM એ સ્વીકારી હતી, જેના સંગઠનના વડા કે જેનું નામ મસૂદ અઝહર છે તેને રાહુલ ગાંધીએ એક સભાને સંબોધિત કરતી વખતે મસૂદ અઝહર જી કહીને બોલાવ્યા હતા. અને ત્યાર પછી રાહુલ ગાંધીનું આ બયાન ચર્ચાનો વિષય બની ગયું હતું.

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર ઉપર ધમાસણ મચી ગયું હતું, આખી વાત એમ હતી કે સોમવારે રાહુલ ગાંધી દિલ્હીમાં ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં પુલવામાં આતંકી હુમલા નો ઉલ્લેખ કરતા ભાજપ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ઉપર નિશાનો સાધી રહ્યા હતા. એ દરમિયાન તેઓએ ત્રાસવાદી સંગઠન JeM ના વડા ને મસૂદ અઝહર જી કહી દીધું હતું.

અને ત્યાર પછી ભાજપના અધિકારીક ટ્વિટર હેન્ડલ પર થી અને ઘણા રાજનૈતિક હસ્તિઓએ પણ આના વિશે ટ્વીટ કર્યું હતું.

ભાજપના ટ્વિટર હેન્ડલ દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી કે, “ દેશના 44 વીર જવાનો ની શહાદત માટે જવાબદાર આતંકી સંગઠન JeM ના વડા માટે રાહુલ ગાંધી ના મનમાં આટલું સન્માન!”

તો આ સાથે બીજા પણ ઘણા લોકોએ ટ્વિટ કરીને રાહુલ ગાંધીએ ત્રાસવાદી પ્રત્યે આવા શબ્દો વાપરવાથી રાહુલ ગાંધીની આલોચના કરી હતી. સાથે સાથે ભાજપના ઘણા નેતાઓએ પણ રાહુલ ગાંધીના આ બયાન ને લઈને ટ્વીટ કર્યું હતું.

જેમાં રવિશંકર પ્રસાદ કે જેઓ કેન્દ્રીય મંત્રી છે તેને કહ્યું હતું કે, “કમોન રાહુલ ગાંધીજી! પહેલા દિગ્વિજયજી એ ઓસામા જી અને હાફિઝ સઈદ સાહેબ કહ્યું હતું, અને હવે તમે મસૂદ અજહર જી કહી રહ્યા છો. કોંગ્રેસ પાર્ટીને શું થયું છે?”

રાહુલ ગાંધી ના બયાન પછી ટ્વિટર ઉપર #RahulLovesTerrorists હેશ-ટેગ ટ્રેન્ડ થઈ ગયો હતો, અને આ હેશ-ટેગ પર આશરે ૭૫ હજારથી પણ વધુ ટ્વીટ થઈ હતી.

કોઈપણ આતંકી માટે આ પ્રકારના શબ્દો વપરાવા જોઈએ કે નહીં? તમારો અંગત અભિપ્રાય કમેન્ટમાં રજુ કરજો…

જુઓ વિડિયો-

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version