તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ટ્રેનમાં પાટા તો હોય છે પરંતુ આ પાટા ની નીચે પથ્થરો શુ કામ હોય છે, જો તમે ટ્રેનમાં મુસાફરી કરી હશે અથવા તમે થોડો ટ્રેનને લઈને રસ ધરાવતા હશો તો આ વાત તમારા મનમાં એક વખત તો જરૂર આવી હશે, પરંતુ આનું કારણ કદાચ તમને ખબર નહીં હોય.
એટલે આજે આપણે ટ્રેન ના પાટા ની નીચે કપચી જેવા પથ્થરો શું કામ રાખવામાં આવે છે તેના વિશે જણાવીશું, તમને ટ્રેનમાં મુસાફરી કરવાની મજા આવે છે કે કેમ તે તમે કમેન્ટમાં જણાવજો, અને જો તમે અવારનવાર ટ્રેનમાં મુસાફરી કરી હશે તો તમને કદાચ આ રહસ્ય વિશે ખબર પણ હશે. પરંતુ જે લોકો આ વાતને નથી જાણતા તે કદાચ આ રહસ્ય જાણીને દંગ રહી જશે.
ટેકનિકલ રીતે જોવા જઈએ તો તેમાં વિજ્ઞાન અને ઘણી એવી ભાષા છે જે કદાચ ન પણ સમજમાં આવી શકે, પરંતુ અહીં આપણે સામાન્ય ભાષામાં સમજાવવા નો પ્રયત્ન કરીશું.
સૌપ્રથમ તો તમે કદાચ રેલવેના પાટાને ધ્યાનથી જોયા હોય તો તમને યાદ હશે કે તેમાં પથ્થરોની ઉપર એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો તેને કપચી પણ કહેવાય છે, તેની ઉપર કોંક્રિટના લાંબા હોય છે જેની ઉપર ટ્રેનના પાટા ને બિછાવવામાં આવે છે.
તેની સંરચના જોઈએ તો જમીનથી ઉપર આ પથ્થરોને રાખવામાં આવે છે ત્યાર પછી જ આ પથ્થરોની ઉપર કોંક્રિટના પાટાને રાખવામાં આવે છે અને તેની ઉપર બંને સાઇડ લોખંડ ના પાટા ફીટ કરવામાં આવે છે, જેની ઉપર આપણી ટ્રેન મુસાફરી કરે છે.
હવે તમને કદાચ પ્રશ્ન થયો હશે કે ટ્રેન પાટા પર મુસાફરી કરે છે તો કપચી કે પથ્થરની જરૂર શી છે? અને જો પથ્થરની જરૂર હોય તોપણ કેમ કપચી જેવા આડાઅવળા આકારના પથ્થરને રાખવામાં આવે છે? ચાલો જાણીએ
કોંક્રિટના જે પથ્થર છે તેને અમુક અંતરે એટલા માટે રાખવામાં આવે છે કે તેની ઉપર જ્યારે પાટા લગાવવામાં આવે ત્યારે બન્ને પાટા વચ્ચે નું અંતર એક સરખુ રહે. અને આ કોંક્રિટના પથ્થર જગ્યા પરથી લોડ આવવાને કારણે ખસી ન જાય એટલા માટે કપચી તેની નીચે રાખવામાં આવે છે.
એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો કપચી જેવા પથ્થરો હકીકતમાં ટ્રેનને સલામત રાખે છે એટલે કે તેની ઉપર રહેલા કોંક્રિટના પથ્થરને એક જગ્યાએથી બીજી જગ્યાએ હલવા દેતા નથી અને માટે ટ્રેન અને તેના પાટા બંને એક જગ્યા પર રહે છે.
અને ટ્રેનના વજન વિશે વાત કરીએ તો તે લાખોમાં હોય છે. આથી જ્યારે ટ્રેન પસાર થાય ત્યારે જો પાટા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે કે કોંક્રિટના પથ્થર ખસી જાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે, માટે જ આ યોજના કરવામાં આવેલી હોય છે જેથી પથ્થરના કારણે વધુ એક જગ્યા પર રહે.
અને જ્યારે ટ્રેન ચાલે ત્યારે સૌથી વધારે લોડ નીચે રહેલા પથ્થરો પર આવતો હોય છે. એટલે કે માત્ર લોખંડ ના પાટા રાખ્યા હોય તો તે આટલો મોટો વજન આવે તો તેનાથી ખસી પણ શકે પરંતુ પથ્થરની વધારે માત્રા હોય અને તે એકબીજા સાથે મજબૂત પકડ રાખીને રહેલા હોય એટલે તે હલવાનો ચાન્સ રહેતો નથી.
અને આમાં અસાધારણ આકારના પથ્થર ને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જે પથ્થરોમાં ખાચા હોય અને તે એકબીજા સાથે બંધાઈને રહી શકે એટલા માટે આવા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. જો દરેક પથ્થરનો એક સરખો હોય તો આ પથ્થરો ગમે ત્યારે જગ્યા પરથી ખસી શકે છે. આથી જ પથ્થરો તરીકે આવા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જણાવી દઈએ કે આ જ જોગવાઈ બુલેટ ટ્રેન માં કરવામાં આવતી નથી કારણકે તેને અસાધારણ સપાટી પર સામાન્ય રીતે ચલાવવામાં આવતી હોતી નથી, અને આવી ટ્રેનો નું વજન પણ પ્રમાણમાં હળવું હોય છે.
આ માહિતીને બને તેટલી શેર કરજો જેથી બધાને આવી અજાણી માહિતી વિશે જાણકારી મળે.