Site icon Just Gujju Things Trending

રાશિ અનુસાર ધનતેરસ પર આ ખરીદવું માનવામાં આવે છે શુભ

ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીએ પોતાના હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા. ભગવાન ધન્વન્તરી એટલે ત્રણેય લોકના સ્વામી ભગવાન વિષ્ણુનું જ એક સ્વરૂપ છે. અને એટલા માટે જ આ દિવસે ભગવાન ધન્વંતરિ નું પૂજન પણ કરવામાં આવે છે. અને ભગવાન ધન્વંતરિ નું પ્રાગટ્ય હાથમાં કળશ લઈને થયું હોવાથી આ દિવસે કોઈ વાસણ અથવા વસ્તુ ખરીદવાની પરંપરા ચાલુ થઈ હતી.

એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે વસ્તુ ખરીદવાથી ધનમાં તેર ગણી વૃદ્ધિ થાય છે. આ દિવસે ઘણા લોકો ભગવાન ધન્વન્તરી નું પૂજન કરીને ઘરના મુખ્ય દ્વાર ઉપર દીવો પ્રગટાવે છે. આ દિવસે લોકો સોનું ચાંદી પીત્તળ તાંબુ વગેરે પોતાના સામર્થ્ય અનુસાર કંઈક ખરીદી કરે છે.

આ વખતે કઈ રાશિ એ કઈ ધાતુની વસ્તુ લેવાથી તેના માટે લાભદાયી સાબિત થશે તેના વિશે જ્યોતિષાચાર્યએ જણાવ્યું હોય છે, ચાલો જાણીએ એ વસ્તુઓ વિશે…

વૃષભ, કુંભ અને કન્યા રાશિના લોકોએ ચાંદીની વસ્તુ એટલે કે ચાંદી ધાતુ અત્યંત શુભ રહેશે. આથી આવા લોકોએ પોતાના સામર્થ્ય અનુસાર નાની અથવા મોટી ચાંદીની વસ્તુ ખરીદી કરવી જોઈએ.

મિથુન રાશિના લોકો માટે ધનતેરસના દિવસે તાંબાની ધાતુ ની કોઈપણ વસ્તુ લઈ શકાય. તાંબાની વસ્તુ ખરીદવાથી મિથુન રાશિના લોકોને વિશેષ લાભ થઇ શકે તેમ છે.

મેષ રાશિના જાતકો માટે જો તેઓ પિતળની વસ્તુઓ ખરી છે તો તે શુભ સાબિત થશે. આથી ધનતેરસના દિવસે આવા લોકોએ પિતળની કોઈપણ વસ્તુ ખરીદવી જોઈએ.

કર્ક રાશિના લોકો સ્ટીલ નું વાસણ અથવા તેની કોઈ વસ્તુ ખરીદી શકે છે જેનાથી ધનતેરસના દિવસે તેઓને આ વસ્તુ ખરીદવી તે લાભદાયી સાબિત થઇ શકે.

સિંહ અને વૃશ્ચિક રાશિના લોકો માટે સોનાની ખરીદી અત્યંત શુભ રહેશે. પોતાના સામર્થ્ય અનુસાર પરંતુ સોનાની કોઈ પણ વસ્તુ આ રાશિના લોકોએ અવશ્ય ખરીદવી જોઈએ.

તુલા રાશિના લોકો માટે ધનતેરસે તાંબા ની ખરીદી શુભ રહેશે, પોતાના સામર્થ્ય પ્રમાણે નાની કે મોટી તાંબા ની વસ્તુ ઘરમાં જરૂર વસાવજો, એનાથી આર્થિક ફાયદો મળશે.

ધન રાશિના લોકો માટે પંચ ધાતુથી બનેલી ચીજ ખૂબ જ શુભ સાબિત થઈ શકે, ધન તેરસ પર આ રાશિના લોકોએ આ વસ્તુ લઈ શકાય.

મકર રાશી ના લોકો માટે ધનતેરસના દિવસે કોઇપણ સફેદ ધાતુની ખરીદી કરી શકાય, આમાં સ્ટીલ ની ખરીદી પણ શુભ માનવામાં આવે છે.

મીન રાશિના લોકો માટે પણ સોનું ખરીદવું તે અત્યંત શુભ મનાય રહ્યું છે. આ લોકો પોતાના સામર્થ્ય અનુસાર નાની મોટી કોઈપણ સોનાની વસ્તુ ખરીદી શકે છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version