મેષ – માનસિક અશાંતિ જણાય. પરિવારજનોના સ્વાસ્થ્યની સમસ્યા હોય તો તેમાં સુધારો થશે. વેપારમાં તમને મિત્રોનો સહયોગ મળી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. આત્મવિશ્વાસ વધારેલો રાખવો. ધાર્મિક કાર્યો તરફ આગળ વધી શકો છો, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
વૃષભ- તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા અને માનસન્માન મળશે. વેપાર-ધંધામાં મુશ્કેલીઓ આવી શકે છે. સાવધાન રહો. ભેટ સ્વરૂપે કંઈક વસ્તુ મળી શકે છે. જીવનસાથી સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. મન ઉપર નેગેટિવ વિચારો ની અસર ન પડે તેનું ધ્યાન રાખો.
મિથુન-આ રાશિના જાતકોને આજે માનસિક શાંતિ રહેશે. તમારે બિઝનેસ અથવા નોકરી માટે મુસાફરી કરવી પડી શકે છે. તમને શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે. બાળકને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. વેપાર-ધંધાના ક્ષેત્રે જોડાયેલા લોકોને પ્રગતિની તકો છે. લાભની તકો મળશે.
કર્ક- આ રાશિના જાતકોને આજે માનસિક સ્ટ્રેસ મળી શકે છે, ધીરજ રાખવી અને વેપાર-ધંધા માટે વિદેશ પ્રવાસની શક્યતાઓ ઉભી થઇ શકે છે. લાભની તક મળવાના યોગ છે. વાણી વર્તન મા સંયમ રાખવો. વેપાર ક્ષેત્રે સફળતા મળી શકે અને મિત્રોનો સહયોગ પણ તમને પ્રાપ્ત થશે.
સિંહ-આ લોકોનો આત્મવિશ્વાસ ભરપૂર રહેશે, મન અશાંત પણ હોઈ શકે. તમારા લાઇફ પાર્ટનર ના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો. વેપાર-ધંધા માટે કે નોકરી માટે મુસાફરી કરવી પડી શકે. માનસિક સ્ટ્રેસ માં વધારો થાય. નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે. પ્રગતિનો માર્ગ મોકળો થશે. પરિવારનો સહયોગ મળશે તેમજ પરિવાર સાથે સંબંધ વધુ ગાઢ બનશે.
કન્યા – પરિવારમાં ધાર્મિક કાર્યો થશે. ખર્ચમાં વધારો થશે. પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થાય. મન પ્રસન્ન રહેશે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. નોકરીમાં બદલાવની સંભાવના છે. તમને સારા સમાચાર મળી શકે.
તુલા – નોકરીમાં બદલાવની શક્યતાઓ બની રહી છે. કાર્યક્ષેત્રમાં પણ પરિવર્તન શક્ય છે. આવકમાં વધારો થઈ શકે. માનસિક શાંતિ માટે પ્રયાસ કરવો. હાનોકરીમાં અધિકારીઓ સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
વૃશ્ચિક- નોકરીમાં કામનો બોજ વધી શકે અને સાથે સાથે અધિકારીઓનો સહયોગ મળશે. વેપાર-ધંધામાં ભાઈ-બહેનનો સહયોગ મળી શકે. શૈક્ષણિક કાર્યના સુખદ પરિણામો મળશે. માનસિક શાંતિ રહેશે પરંતુ મનમાં નકારાત્મકતાની અસર રહેશે.
ધનુ – વેપાર-ધંધા માટે વિદેશ પ્રવાસની શક્યતાઓ છે. યાત્રા લાભદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત થશે. માનસિક શાંતિ રહેશે. વાણીનો પ્રભાવ વધશે. વેપારનો વિસ્તાર થશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે. આવકમાં સુધારો થશે પરંતુ ખર્ચ વધુ રહેશે.
મકર – પરિવારજનોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. પરિવાર સાથે ધાર્મિક સ્થળની યાત્રા પર જવાની પણ શક્યતાઓ છે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો પરંતુ સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે. મનમાં અસંતોષ આવી શકે અને ગુસ્સો પણ આવી શકે.
કુંભ – માનસિક શાંતિ રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. વેપાર-ધંધામાં મિત્રોની મદદથી આવકના નવા સ્ત્રોત ઉભા થઇ શકે. નોકરી-ધંધામાં ઉન્નતી ની તકો મળશે પારિવારિક સમસ્યાઓ વધી પણ શકે. ફસાયેલા નાણાં ફરી પ્રાપ્ત થવાના યોગ છે.
મીન – વ્યવસાયમાં સુખદ પરિણામો મળશે ખાસ કરીને જો ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો ધંધો હોય તો વધુ નફો મળી શકે. વિદેશ યાત્રા પણ ફાયદાકારક રહેશે. નોકરીમાં બદલાવની શક્યતાઓ બની રહી છે. અધિકારીઓ સાથે મતભેદ વધી શકે છે. વિવાદો ટાળવાનો પ્રયાસ કરો. વાતચીતમાં ધીરજ રાખો.