આજકાલ જો અમુક સામાન્ય બીમારીઓ ની વાત કરીએ તો અમુક બીમારીઓ નું નામ આવે છે જેમ કે ડાયાબિટીસ, મોટાપો વગેરે. અને એમાં પણ ખાસ કરીને મોટાપો એ એવી એક બીમારી છે જે દરેક લોકોને પોતાની ચપેટમાં લઈ શકે છે, અને વ્યક્તિ આનાથી અજાણ પણ હોઈ શકે છે. પરંતુ જ્યારે પણ આપણા શરીર મા મેદસ્વિતા આવે ત્યારે તરત જ તે મેદસ્વિતાને વગાડવી જોઈએ નહિ તો તેના પરિણામો ખરાબ આવી શકે છે.
અને આપણામાંથી ઘણા લોકો વધારે ચરબી ઓગાળવા માટે જીમ જાતા હોય છે અથવા તો યોગ કે કસરત અથવા ડાયટિંગ કરતા હોય છે. પરંતુ ઘણી વખત આનાથી ફેર પડતો નથી, તો ક્યારેક ક્યારેક ફેર પડ્યો હોય છે પરંતુ આપણે નિયમિત પણે ન કરી શકવાને લીધે પાછું હતું તેવું ને તેવું શરીર થઈ જાય છે.
ઘણા લોકો આના માટે દવા પણ કરતા હોય છે પરંતુ એ દવાઓના ઘણા સાઇડ ઇફેક્ટ પણ આવી શકે છે જે આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે, આથી જો કોઈ પણ દવા કે ઉપાય કરવો હોય તો તેના પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
આજે આપણે ચરબી ઘટાડવા માટે એક જૂથ વિશે જણાવવાના છીએ જેનું રાતના સેવન કરવામાં આવે તો મોટાપાથી છુટકારો મળી શકે છે, ચાલો જાણીએ કઈ રીતે બનાવશો અને તેનું કઈ રીતે સેવન કરવાનું છે. સૌથી સારી વાત એ છે કે આની બધી સામગ્રીઓ લગભગ બધાના ઘરમાં અવેલેબલ હોય જ છે.
આના માટે સામગ્રીમાં એક લીંબુ, એક ગ્લાસ પાણી, એક કાકડી, ૧ ચમચી આદુ (પીસેલુ), એક ચમચી જેટલું એલોવેરા જ્યુસ, થોડી માત્રામાં કોથમીર બસ આટલી જ વસ્તુની જરૂર છે. જે લગભગ દરેકના ઘરમાં મળી આવશે.
હવે આને બનાવવા માટે બધી ચીજ વસ્તુઓ ને લઈને વ્યવસ્થિત પીસી નાખો. બસ આટલી પ્રક્રિયા પછી આપણું જ્યુસ તૈયાર છે. આનું સેવન દરરોજ રાત્રીના સુતા પહેલા કરવું. આમાં રહેલા તત્વો તમને ચરબી ઘટાડવામાં મદદ કરે છે, ખાસ કરીને રાતના સેવન કરવામાં આવે ત્યારે તેમાંથી આપણા શરીરમાં રહેલી ચરબી ઘટાડવામાં મદદગાર સાબિત થઇ શકે છે.
ઘણા લોકોને પ્રશ્ન થશે કે અને ગાળીને પી શકાય કે નહીં, પરંતુ આને ગાળવાની જરૂરત નથી. આમ નું આમ જ સેવન કરી શકાય છે. અને જો સ્વાદ ન ભાવતો હોય તો સ્વાદ માટે થોડું મધ ઉમેરી શકાય છે જેનાથી થોડો સ્વાદ બન્યો રહે.
માત્ર ચરબી જ નહીં પરંતુ આ જ્યુસ ના ઘણા ફાયદાઓ છે. જેમ કે આપણા શરીરના મેટાબોલિઝમને વધુ ઝડપી બનાવે છે અને જ્યારે આપણે નીંદરમાં હોય ત્યારે મેટાબોલિઝમ સક્રિય કરીને ચરબી ઘટાડવામાં સહાયક બનશે. અને જો પેટની ચરબી ઘટાડવી હોય તો ખાસ કરીને આ ઉપાય ઘણો કામ આવી શકે છે.
આ ઉપાય જો તમને પસંદ આવ્યો હોય તો અને બને તેટલો શેર કરજો જેથી દરેક લોકોને આ ઉપાય નો લાભ મળી શકે, અને દરરોજ આવા લેખ મેળવવા માટે આપણા પેજ ને લાઇક કરવાનું ચૂકતા નહીં.