રીયલમી કંપનીના સ્માર્ટફોન થોડા સમય પહેલાં જ બજારમાં આવ્યા હોવા છતાં હાલમાં તે ખૂબ લોકપ્રિય છે, અને આજ કંપની હવે પોતાનો નવો સ્માર્ટફોન પણ લોન્ચ કરવા જઇ રહી છે. જેનો લોન્ચિંગ 22 એપ્રિલના રોજ 12:30 ના સમયે થવાનું છે.
લોન્ચિંગ થયા પછી તેનો પહેલો સેલ પણ 29 તારીખે યોજવામાં આવશે, જેમાં મોટાભાગની કંપનીઓ કે જે સેલ કરે છે પરંતુ ગ્રાહકો તેનો ફાયદો ઉઠાવી શકતા નથી, કારણકે ઘણા લોકોને પહેલા સેલમાં ફોન પ્રાપ્ત થતો નથી. અને આ બધું લિમિટેડ સ્ટોક હોવાને કારણે થાય છે.
જેમ કે શાઓમી ના ફોન ની વાત કરીએ તો તેના ફોન ઓનલાઇન ફ્લેશ સેલમાં આવ્યાના ગણતરીની સેકન્ડોમાં કે મિનિટોમાં આઉટ ઓફ સ્ટોક થઈ જતા હોય છે, પરંતુ આ કંપનીઓ આનાથી બચવા માં એક સ્માર્ટ પગલું ઉઠાવ્યું છે. જે ગ્રાહકને તે R-Pass આપશે.
શું છે આ R-Pass?
રીયલમી એ પોતાના આવનારા સ્માર્ટફોન રીયલમી 3 Pro માટે એક ઘોષણા કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે સેલ દરમ્યાન કંપની અમુક સંખ્યા R-Pass રિલીઝ કરશે.
R-Pass 18 એપ્રિલના રાત્રીના બાર વાગ્યા થી શરૂ થશે અને ચોવીસ કલાક સુધી ચાલશે. આ પાસ મેળવવા માટે ગ્રાહકોએ કંપનીની વેબસાઈટ પર જઈને પોતાને રજિસ્ટર કરવાનું રહેશે, પછી આ પાસ તેઓને મળી શકે છે.
અને આ પાસ મળ્યા પછી કંપની તરફથી કરવામાં આવતી પહેલી સેલ કે જે ૨૯ તારીખે થશે, તેમાં ગ્રાહકો આસાનીથી પોતાનો સ્માર્ટફોન ખરીદી શકશે. કંપનીએ કરેલી ઘોષણા અનુસાર માત્ર પાંચ હજાર જેટલાં R-પાસ અવેલેબલ છે, એટલે કે 5000 ગ્રાહકો સુધી આ પાસ અવેલેબલ રહેશે. R-Pass માટે વધુ વિગતવાર જાણવા તમે કંપનીની અધિકૃત વેબસાઇટ પર પણ જઈ શકો છો. જેમાં લોગીન કરીને R-Pass સેક્શનમાં જઈને, ઇન્સ્ટ્રક્શન વાંચી શકાય છે. આ સિવાય તેના વિશે ઘણી માહિતીઓ વેબસાઇટ પર અવેલેબલ છે.
જણાવી દઈએ કે કંપની આ સ્માર્ટફોનને ઘણા સમયથી થોડા થોડા ફીચર તરીકે બહાર પાડતી રહી છે, જેમ કે સોશિયલ મીડિયા પર કરેલી ટ્વીટ અનુસાર એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ ફોનને માત્ર 10 મિનિટ ચાર્જ કર્યા પછી તમને 5 કલાકનો ટોકટાઇમ વાપરી શકો એટલી બેટરી ચાર્જ થઇ જશે.
આ ફોનના સાચા સ્પેસિફિકેશન હજુ આવ્યા નથી, અને તેનું 22 તારીખે લોન્ચિંગ હોવાથી આવનાર પાંચ દિવસમાં ફોનની કિંમત અને તેના સ્પેસિફિકેશન ની બધી માહિતીઓ સામે આવી જશે. તમે હાલ કયો સ્માર્ટફોન વાપરી રહ્યા છો તે કમેન્ટમાં જણાવજો.