રણવીર સિંહે શરૂ કરી ક્રિકેટ ની પ્રેક્ટિસ, કપિલ દેવ બનવાની તૈયારી!

રણવીર સિંહ ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ ચૂકી છે. આ સિવાય તેની બીજી ફિલ્મ ગલી બોય નું પણ ટ્રેલર રીલિઝ થઈ ચૂક્યું છે. તેના ટ્રેલરને પણ ઘણી પ્રશંસા મળી રહી છે. રણવીર સિંહ એક એવા અભિનેતા છે જે હંમેશા પોતાના રોલ માં ઉતરી જતા હોય છે.

એટલું જ નહીં તેને ચેલેન્જિંગ રોલ કરવાનો પણ શોખ છે. અને તેના જેટલી એનર્જી લગભગ જ બીજા કોઈ અભિનેતા માં હશે. તે પોતાના દરેક રોલને પોતાની પૂરેપૂરી એનર્જી થી નિભાવી જાણે છે. એ પછી પોલીસવાળાનો રોલ હોય કે પછી ક્રિકેટર નો.

જી હા અમે અહીં ક્રિકેટર નો ઉચ્ચારણ એટલે કર્યું કે રણવીર સિંહ ની એક નવી ફિલ્મ આવી રહી છે જેમાં તે બીજા કોઈ નહીં પરંતુ દિગ્ગજ ક્રિકેટર કપિલ દેવ નો રોલ કરી રહ્યા છે. આ ફિલ્મ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલ દેવ ના જીવન પર આધારિત છે. પરંતુ ઘણા લોકો કહે છે કે આ ફિલ્મ કપિલ દેવ ની બાયોપીક છે.

જ્યારે ફિલ્મના ફર્સ્ટ લોન્ચ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે આ કપિલ દેવ ની બાયોપીક નથી. પરંતુ તેની જિંદગીના અમુક કિસ્સાઓને આ ફિલ્મ સાથે જોડવામાં આવ્યા છે.

આ ફિલ્મનું નામ 83 છે. અને આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં શરૂ થઈ જશે. આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે ખુદ કપિલદેવ રણવીર સિંહ ને ક્રિકેટ રમતા શીખવશે. એટલું જ નહીં આ ફિલ્મ માટે ભરપૂર તૈયારીઓ પણ ચાલુ કરી દીધી છે.

અને આ ફિલ્મમાં કપિલ દેવના ઘણા શોટ નું પણ રણવીર અનુકરણ કરશે. જો તમે દીપવીર ના ચાહક હોય તો તમારી માટે પણ ખુશ ખબરી છે. દીપીકા પણ આ ફિલ્મમાં જોવા મળી શકે છે. આ ફિલ્મને કબીર ખાન ડિરેક્ટ કરી રહ્યા છે. જ્યારે ખબરો એવી આવી રહી છે કે દીપિકા પણ આ ફિલ્મનો એક ભાગ બનશે. પરંતુ દુઃખદ વાત એ છે કે આ ફિલ્મ તમારે જોવા માટે એક વર્ષથી પણ વધારે રાહ જોવી પડશે. એટલે કે આ ફિલ્મ 2020 માં રિલીઝ થવાની છે.

પાછલા કેટલાક વર્ષોમાં રણવીરસિંહે ઘણી સફળ ફિલ્મો આપી છે, હવે જોવાનું એ રહ્યું કે તેની આ ફિલ્મ કેટલી સફળ નીવડે છે. અને આમ પણ તે કોઈ પણ રોલ કરે તેમાં જીગર જાન નાખીને ઉતરી જાય છે જેમ કે તેના બાજીરાવ ના રોલ ને લોકો આજ સુધી ભૂલ્યા નથી.

Read more

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team
ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

ગરીબી સામે હારી ગયેલા પિતા માટે તેની ૬ વર્ષની દીકરી બની દેવદૂત

રમેશના ખભા પર લટકતો જૂનો કાપડનો થેલો આજે રોજ કરતા વધારે ભારે લાગતો હતો. ઉનાળાની સાંજનો બફારો હજુ હવામાં અકબંધ હતો. તેણે પોતાના ઘરના લાકડાના જૂના દરવાજા પર હા

By Just Gujju Things Team