Site icon Just Gujju Things Trending

ઘી વગર ની રોટલી ખાવા વાળાઓ, આ સત્ય જાણીને ચોકી જશો

 

આજકાલની આ જિંદગીમાં આપણે એટલું બધું એડજસ્ટ કરતા થઈ ગયા છીએ કે ઘણા લોકો કસરત અથવા વ્યાયામ ન કરી શકતા હોય તો ખાવામાં કન્ટ્રોલ અથવા ડાયટ-કન્ટ્રોલ રાખીને વજન ઉતારવાની કોશિશ કરે છે. અને આ કોશીષમાં ઘણા લોકો ઘી વગરની રોટલી ઓ પણ ખાતા હોય છે. ઘણા લોકોના મનમાં એવું હોય છે કે ઘી વાળી રોટલી ખાવાથી કોલસ્ટ્રોલ અથવા હૃદય રોગની બીમારીઓ થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ એક જૂઠાણું છે. કોલેસ્ટ્રોલ અને હૃદયરોગની બીમારી ઓ વનસ્પતિ તેલ તેમ જ વનસ્પતિ ઘી ના હિસાબે થાય છે.

અને લોકો પણ આંધળું અનુકરણ કરી નાખે છે. એક વ્યક્તિએ જે વસ્તુ ફેલાવી હોય તે આપણે પણ સાચું સમજીને ફેલાવી જ નાખીએ છીએ. પરંતુ આની અસર એ થઈ કે લોકોએ ઘી વાળી રોટલી ખાવાનું બંધ કરી દીધું. તેમજ ડાયટ પ્લાન પણ ઘી વગરની રોટલી નો સમાવેશ થવા માંડ્યો. પરંતુ હકીકત સાવ જુદી જ છે. ચાલો હકીકત જાણીએ

ઘી વાળી રોટલી ખાવી એ શરીર માટે નુકસાનકારક નહિ પરંતુ ખૂબ જ ફાયદાકારક છે. ઘીમાં ઘણા બધા ગુણ રહેલા છે. અને ખાસ કરીને ગાયનું ઘી અમૃત મનાય છે. જણાવી દઈએ કે ઘી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું નથી પરંતુ ઓછું કરે છે. તેમજ શરીરની અંદર રહેલી ખરાબ ચરબી ને પણ ઘી જ ઓછી કરે છે. ઘીનું નિયમિત સેવન બ્રેન ટોનીક તરીકે પણ કામ કરે છે. અને નાના છોકરાઓ એ આનું સેવન કરવું લાભદાયી છે.

આ સિવાય ઘીનું કામ એક લુબ્રીકેટ એજન્ટનું પણ છે. કારણ કે હાડકાઓ માટે લુબ્રીકેટ એજન્ટની જરૂર પડે છે જે જો તમે ઘીનું નિયમિત સેવન કરતા હોવ તો આ કમી પૂરી થાય છે તેમ જ તમારા મસલ્સ પણ મજબૂત બને છે.

આ સિવાય આપણી પાચન ક્રિયા માટે પણ કી ફાયદાકારક છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા તેમજ રોગો સામે લડવા માં ઘી આપણી મદદ કરે છે. આ સિવાય પાચન ક્રિયામાં પણ લાભદાયી હોવાથી કબજિયાતની સમસ્યા મા ખૂબ જ ફાયદાકારક છે.

ઘી ખાવામાં પણ કઈ રીતે ખાવું તે મહત્વનું છે. તમે સામાન્ય માણસ માટે ૪ ચમચી ઘી એ ઘણું છે. ઘી ને તમે ખોરાક ઉપર અથવા ખોરાકને ઘીમાં પકવીને પણ ખાઈ શકાય છે. આ બંને તરીકા મા ઘી ફાયદાકારક નીવડે છે.

વધુ જાણવા માટે નીચેનો વીડીયો જોઈ શકો છો

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version