રોહિત શર્મા ના ઘરે થયો દીકરીનો જન્મ, આટલો સમય સુધી નહીં રમે ક્રિકેટ

હાલમાં ભારતે મેલબોર્ન ટેસ્ટ મેચ જીત્યો તેના થોડા કલાક પછી જ રોહિત શર્મા ને જેવા સમાચાર મળ્યા કે તેના ઘરે દીકરી નો જન્મ થયો છે તે તરત મુંબઈની ફ્લાઈટ મા બેસી ગયા હતા.

હાલ તેઓ ઓસ્ટ્રેલિયાથી મુંબઈ આવવા રવાના થઇ ગયા છે. પરંતુ તેઓ ચોથો ટેસ્ટ મેચ કે.જે ૩ જાન્યુઆરીએ શરૂ થવાનો છે તે રમી નહીં શકે. જેને મેલબોર્ન માં રમાયેલા ટેસ્ટ દરમ્યાન હાફ સેન્ચ્યુરી પણ મારી હતી. હવે તે તેના પરિવાર સાથે રહી શકે માટે તે ચોથો ટેસ્ટ રમશે નહીં.

જણાવી દઈએ કે તેની જગ્યા પર કદાચ હાર્દિક પંડ્યા પણ આવી શકે છે.

ત્યાંના સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે રોહિત રમે તે દરેક માટે સારું છે. તે પોતાની કાર્યક્ષમતાને લઈને ટીમમાં બેલેન્સ જાળવી શકે છે અને તેની બેટિંગ પણ ટીમને સપોર્ટ કરી શકે છે. પરંતુ હાલ જે તેની રાહ જોઈ રહ્યું છે તે આના કરતા ખૂબ મોટું અને વધુ મહત્વનું છે.

Source: Instagram @rohitsharma45

એટલે કે તેના ઘરે દીકરીનો જન્મ થયો હોવાથી તેને સ્વેચ્છાએ જવા દેવામાં આવ્યા છે. પરંતુ જણાવી દઈએ કે ટેસ્ટની ટીમમાં હાલ કોઈ ફેરફાર થવાનો નથી, રોહિત ચોથો મેચ નહી રમે પરંતુ 8 જાન્યુઆરીથી પાછા ટીમમાં જોડાઈ જશે.

ટીમમાં જોડાયા પછી 12 જાન્યુઆરી થી શરૂ થતી એકદિવસીય સિરીઝ માટે તેઓ તૈયારી ચાલુ કરી દેશે.

જણાવી દઇએ કે સોશિયલ મીડિયામાં હાલ તેને જાણ કરી નથી પરંતુ લોકો તેને અભિનંદન આપી રહ્યા છે.

અમુક લોકો એવી પણ કમેન્ટ કરી હતી કે કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ એકસાથે બે ખુશીઓ પામવા માટે. એટલે કે તેના ઘરે દીકરીનો જન્મ થયો પરંતુ સાથે સાથે ટેસ્ટ મેચ પણ જીતી ગયા છીએ આથી તેના માટે આ બમણી ખુશી પણ ગણી શકાય.

હાલ તો તેની દીકરી નો ફોટો સામે આવ્યો નથી.

Read more

શું પ્રેમ માટે ફક્ત શારીરિક આકર્ષણ જરૂરી છે? આ સ્ટોરી વાંચીને આખોમાં...

આ એક કાલ્પનિક વાર્તા છે, જે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી અમેરિકાની એક સત્ય ઘટના પર આધારિત છે. મારી જીવન સફરમાં, જ્યારે હું આજે મારી બા

By Just Gujju Things Team

2 વર્ષ સુધી બાળક ન થતાં પતિ-પત્નીએ ગુમાવી હિંમત, પછી ચમત્કારિક રીતે જે થયું તે જાણીને તમે પણ કહેશો...

ઘરમાં બપોરનો સમય છે. રસોડાની બારીમાંથી આવતો તડકો રસોઈના ટેબલ પર પડેલી જૂની, લોખંડની ડબ્બી પર સ્થિર થયો છે. આ ડબ્બીમાં મેં ઘણા વર્ષો સુધી મારી દવાઓ સાચવી

By Just Gujju Things Team

પિતા વેચતા હતા ચા, દીકરાએ પાસ કરી UPSC: જાણો સફળતાનું ચોંકાવનારું રહસ્ય

રાજકોટની ગલીઓમાં સવારનો તડકો હજુ તો પાકો થયો નહોતો ત્યાં રમેશભાઈની ચાની લારી પર વરાળના ગોટા ઉઠવા લાગ્યા હતા. રમેશભાઈના હાથમાં ચાની તપેલીનું વજન બહુ હતું. તે લોખં

By Just Gujju Things Team

પતિની નોકરી ગઈ, આખું ઘર ચાલમાં આવી ગયું, પણ આ ગુજરાતી વહુએ દુનિયાને હચમચાવી દીધી!

સવારના પાંચ વાગ્યા છે. શહેર હજુ ઊંઘમાં છે, પણ કવિતાના હાથમાં રહેલી પ્લાસ્ટિકની થેલીઓનો અવાજ શાંતિને ચીરી રહ્યો છે. આ થેલીઓ જૂની છે અને તેના

By Just Gujju Things Team