એક રોટલી માં છુપાયેલો છે તમારી બધી પરેશાનીઓ નો નિવેડો, આવી રીતે કરો ઉપાય
કોઈપણ માણસના જીવનમાં પ્રાથમિક જરૂરિયાત તરીકે રોટી કપડા અને મકાન ગણવામાં આવે છે. અને ખાસ કરીને રોટી ને ખુબ જ મહત્વ આપવામાં આવે છે. કારણ કે લગભગ જ કોઇ દુનિયામાં એવો માણસ હોય જે રોટી વગર જીવી શકે. પરંતુ જે રોટલી આપણું પેટ ભરે છે તે જ રોટલી આપણું નસીબ પણ ચમકાવી શકે છે, તમે રોટલી નો સારી રીતે આદર કરો તો તમારી કિસ્મત ચમકી શકે છે. શાસ્ત્રો અનુસાર હિન્દુ ધર્મમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેમાં આવા ઉપાયો અજમાવીને તમારું નસીબ ચમકાવી શકાય છે. એવી જ રીતે રોટલીના પણ ઘણા ઉપાયો છે.
સૌથી પહેલાં તો એ વાત બિલકુલ જાણી લેવી જોઈએ અને સમજી લેવી જોઈએ કે કોઈપણ પ્રકારનું ખાવાનું જિંદગીમાં ક્યારે વગાડવું જોઈએ નહીં, એટલે ખાવા નો કદી પણ બગાડ કરવો જોઈએ નહીં. આપણામાંથી ઘણા લોકો ને એવી ટેવ હોય છે કે તેઓ ખાવાનું ફેકી દેતા હોય છે, પરંતુ એ જ ખાવાથી કોકનું પેટ ભરાતું હોય તો એ ખાવાનું ક્યારેય વ્યય થવા દેવો જોઈએ નહીં.
જો કોઈને પણ કુંડળીમાં રાહુ અને કેતુ નડતા હોય તો અથવા તો તમે તમારી રાહુની તેમજ કેતુની સ્થિતિ ને મજબૂત કરવા માંગતા હોય તો પણ રોટલી નો ઉપાય કરી શકાય છે, આના માટે દર રાત્રે છેલ્લી રોટલી પર સરસવનું તેલ લગાવીને કૂતરાને ખવડાવી દેવાથી લાભ મળે છે, માનવામાં આવે છે કે જો આવું નિયમિત પણે પંદર દિવસ સુધી કરવામાં આવે તો લાભ મળવાનું શરૂ થાય છે.
ઘરમાં સુખ-શાંતિ બનાવવા માટે પણ આ ઉપાય કરી શકાય છે, જો તમારા ઘરમાં કલેશ ચાલતી હોય અને પરિવાર વચ્ચે જો માહોલ બગડેલો રહેતો હોય તો આ ઉપાય કરવો જોઈએ, સૌથી પહેલા જે રોટલી આપણે ઘરમાં બનાવી તે રોટલી ગાય માટે કાઢવી જોઈએ. એવી જ રીતે ઘરમાં જે છેલ્લી રોટલી બને તે કૂતરા માટે કાઢવી જોઈએ. આવું દરરોજ નિયમિતપણે કરવાથી પરિવાર નો કલેશ નો અંત આવે છે.