ગયા ગુરુવારે 14 ફેબ્રુઆરીએ થયેલા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા પછી આખો દેશ શોક તો મનાવી રહ્યો હતો પરંતુ આખો દેશ દુશ્મન દેશ સામે આક્રોશ પણ દાખવી રહ્યો હતો. અને દરેક સામાન્ય નાગરિક મા બદલાની માંગ જોવા મળી હતી.
આ હુમલા પછી દેશના દરેક નાગરિકે જેટલી બની શકે તેટલી શહીદોના પરિવારને મદદ કરી છે, અને આ વખતે બોલીવુડ પણ શહીદોના પરિવારને મદદ કરવા માટે આગળ આવ્યું હતું. બોલિવૂડમાંથી પણ ઘણા સિતારાઓએ શહીદો ના પરિવારને મદદ કરી હતી.
આ સિવાય બોલિવૂડ એ હવેથી પાકિસ્તાની કલાકારોને કામ ન આપવાનો પણ નિર્ણય લીધો હતો. તેમજ સરકારે પણ પાકિસ્તાન વિરુદ્ધ ઘણા પગલા ઉઠાવ્યા હતા. જેની અસર પણ પાકિસ્તાનમાં દેખાવાની ચાલુ થઈ ચૂકી છે, પરિણામ રૂપે લાહોરમાં ટામેટાનો ભાવ 180 થી પણ વધી ગયો છે. કારણકે ભારતથી શાકભાજી ની નિકાસ ને બંધ કરી દેવામાં આવી છે.
બોલિવૂડ ની અભિનેત્રી રવીના ટંડન પણ શહીદોના પરિવારને મદદ માટે આગળ આવી છે. ઘણા બોલિવૂડના અભિનેતાઓએ શહીદોના પરિવારને આર્થિક મદદ કરી છે પરંતુ રવીના ટંડન અલગ નિર્ણય લીધો છે. અને આ નિર્ણય જાણીને દરેક ને ગર્વ થાય એવો નિર્ણય છે.
રવીના ટંડન એ નક્કી કર્યું છે કે હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારનાં બાળકોનો ભણતરનો ખર્ચ અભિનેત્રી ઉઠાવશે. અને આ વાત ખુદ તેને એક ઇવેન્ટ દરમિયાન મંગળવારે જણાવી હતી. તે એક એવોર્ડ ફંકશનમાં પહોંચી હતી જ્યાં તેને આ વાત જણાવી હતી.
આમ પણ રવીના ટંડન પરોપકારી કાર્યો માટે જાણીતી છે, એવા માટેનો આ નિર્ણય ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે. સાથે રવિના ટંડને જણાવ્યું હતું કે માત્ર પુલવામામાં થયેલા હુમલામાં શહીદ થયેલા બાળકો માટે નહીં પરંતુ દરેક શહીદો માટે છે, તેની ફાઉન્ડેશન શહીદોના બાળકો ના ભણતર ની દેખરેખ રાખશે અને સ્કોલરશીપ પણ આપશે.
જણાવી દઈએ કે રવીના ટંડન સિવાય બોલિવુડના ઘણા લોકોએ શહીદોના પરિવારને મદદ કરી છે, અને દરેક સામાન્ય નાગરિકોએ પણ પોતાનાથી બને તેટલી શહીદ ના પરિવારને મદદ કરી છે.