જીવનમાં આટલી પ્રેરણાદાયક વાત આ પહેલા ક્યારેય વાંચી નહીં હોય, અચુક વાંચજો…
સફળતાનો માપદંડ ની વાત કરીએ તો દરેક માટે તે અલગ હોય છે, જેમકે લોકોના ધ્યેય પ્રમાણે તેઓ તેમની સફળતાને માપતા હોય છે. અને લગભગ જ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ હશે જે સફળ થવા તેમજ સફળ બનવા ન માંગતો હોય. પરંતુ હકીકતે સફળ બનવું હોય તો શું જરૂરી છે તેમજ શું જરૂરી નથી. તે લોકો સમજી શકતા નથી. જેના અભાવે ઘણા લોકો જિંદગીમાં સફળ બની શકતા હોતા નથી.
આજે આપણે એવી જ એક નાનકડી સ્ટોરી વિશે વાત કરવાના છીએ જે તમને ઘણું શીખડાવી જશે. અને આ સ્ટોરી વાંચીને તમે આગળ પણ શેર કરજો જેથી દરેક લોકોને પ્રેરણા મળે.
એક વખત સ્કૂલના મેદાનમાં અમુક છોકરાઓ રમી રહ્યા હતા. અને જોતજોતામાં જ તેઓ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા કે હું તારાથી સારો છું, તો બીજો કહી રહ્યો હતો કે હું જ સર્વ શ્રેષ્ઠ છું. પરંતુ બાજુમાંથી એક વડીલ પસાર થઈ રહ્યા હતા તેઓએ અવાજ આવ્યો હોવાથી સ્કુલ તરફ નજર કરી તો જોયું કે બાળકો એકબીજા સાથે જીભાજોડી કરી રહ્યા છે.
આથી તેઓએ સ્કૂલમાં અંદર જઈને બાળકોને કહ્યું કે તમારા બધા બાળકોમાંથી જે આ મેદાનમાં રહેલા થાંભલાને સૌથી પહેલા ચડીને દેખાડશે તે જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવશે.
અને આટલું સાંભળીને બાળકોને સ્પર્ધાનો ખયાલ આવી ગયો અને તેઓ તે થાંભલા પાસે પહોંચી ગયા. અને એક પછી એક થાંભલો ચડવાની કોશિશ કરવા માંડ્યા. અને આજુબાજુના લોકો જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તેઓએ આ જોઈને મેદાન ની ચારેતરફ ભીડ જમા થઇ ગઇ.
બધા બાળકોએ પુરજોશથી તે થાંભલા પર ચડવાની કોશિશ કરી. પરંતુ અફસોસ કે કોઈ ચડી શક્યું નહીં. કારણકે થાંભલો ખૂબ જ હતો.
આથી આજુબાજુ જમા થયેલી ભીડે પણ બૂમ પાડીને કહ્યું કે આવા થાંભલા પર ચડી શકાય નહીં, આ કામ ખૂબ જ મુશ્કેલ છે એમ જ કહો કે આ અશક્ય છે. આથી બૂમો સાંભળીને ઘણા બાળકોએ હાર માની લીધી અને સાઈડ માં બેસી ગયા. પરંતુ થોડા ઘણા બાળકો હતા જે હજુ પણ લોકોને ગણકાર્યા વગર કોશિશ કરી રહ્યા હતા.
આ બાળકો થાંભલા પર થોડા ચડતા અને પછી પાછા લપસણો હોવાને કારણે પડી જતા. અને થોડા સમય પછી તેઓની પણ હિંમત તૂટી ગઈ અને તેઓએ પણ માની લીધું કે આ કામ ખૂબ જ મુશ્કેલ છે.