Site icon Just Gujju Things Trending

જીવનમાં આટલી પ્રેરણાદાયક વાત આ પહેલા ક્યારેય વાંચી નહીં હોય, અચુક વાંચજો…

સફળતાનો માપદંડ ની વાત કરીએ તો દરેક માટે તે અલગ હોય છે, જેમકે લોકોના ધ્યેય પ્રમાણે તેઓ તેમની સફળતાને માપતા હોય છે. અને લગભગ જ દુનિયામાં કોઈ એવો વ્યક્તિ હશે જે સફળ થવા તેમજ સફળ બનવા ન માંગતો હોય. પરંતુ હકીકતે સફળ બનવું હોય તો શું જરૂરી છે તેમજ શું જરૂરી નથી. તે લોકો સમજી શકતા નથી. જેના અભાવે ઘણા લોકો જિંદગીમાં સફળ બની શકતા હોતા નથી.

આજે આપણે એવી જ એક નાનકડી સ્ટોરી વિશે વાત કરવાના છીએ જે તમને ઘણું શીખડાવી જશે. અને આ સ્ટોરી વાંચીને તમે આગળ પણ શેર કરજો જેથી દરેક લોકોને પ્રેરણા મળે.

એક વખત સ્કૂલના મેદાનમાં અમુક છોકરાઓ રમી રહ્યા હતા. અને જોતજોતામાં જ તેઓ એકબીજા સાથે ઝઘડવા લાગ્યા કે હું તારાથી સારો છું, તો બીજો કહી રહ્યો હતો કે હું જ સર્વ શ્રેષ્ઠ છું. પરંતુ બાજુમાંથી એક વડીલ પસાર થઈ રહ્યા હતા તેઓએ અવાજ આવ્યો હોવાથી સ્કુલ તરફ નજર કરી તો જોયું કે બાળકો એકબીજા સાથે જીભાજોડી કરી રહ્યા છે.

આથી તેઓએ સ્કૂલમાં અંદર જઈને બાળકોને કહ્યું કે તમારા બધા બાળકોમાંથી જે આ મેદાનમાં રહેલા થાંભલાને સૌથી પહેલા ચડીને દેખાડશે તે જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવશે.

અને આટલું સાંભળીને બાળકોને સ્પર્ધાનો ખયાલ આવી ગયો અને તેઓ તે થાંભલા પાસે પહોંચી ગયા. અને એક પછી એક થાંભલો ચડવાની કોશિશ કરવા માંડ્યા. અને આજુબાજુના લોકો જે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા તેઓએ આ જોઈને મેદાન ની ચારેતરફ ભીડ જમા થઇ ગઇ.

બધા બાળકોએ પુરજોશથી તે થાંભલા પર ચડવાની કોશિશ કરી. પરંતુ અફસોસ કે કોઈ ચડી શક્યું નહીં. કારણકે થાંભલો ખૂબ જ હતો.

આથી આજુબાજુ જમા થયેલી ભીડે પણ બૂમ પાડીને કહ્યું કે આવા થાંભલા પર ચડી શકાય નહીં, આ કામ ખૂબ જ મુશ્કેલ છે એમ જ કહો કે આ અશક્ય છે. આથી બૂમો સાંભળીને ઘણા બાળકોએ હાર માની લીધી અને સાઈડ માં બેસી ગયા. પરંતુ થોડા ઘણા બાળકો હતા જે હજુ પણ લોકોને ગણકાર્યા વગર કોશિશ કરી રહ્યા હતા.

આ બાળકો થાંભલા પર થોડા ચડતા અને પછી પાછા લપસણો હોવાને કારણે પડી જતા. અને થોડા સમય પછી તેઓની પણ હિંમત તૂટી ગઈ અને તેઓએ પણ માની લીધું કે આ કામ ખૂબ જ મુશ્કેલ છે.

લગભગ બધા બાળકોએ થાંભલા પર ચડવાના પ્રયાસ છોડી દીધા પરંતુ લોકોના આશ્ચર્યની વચ્ચે એક બાળક હજુ પણ તે થાંભલા પર ચડવાની કોશિશ કરી રહ્યો હતો. ઘણી વખત તે થાંભલાને પકડીને ઉપર ચડતો અને પાછો નીચે પડી જતો. પરંતુ થોડા સમય પછી તેની મહેનત રંગ લાવી અને આખરે તે થાંભલા પર ઉપર સુધી પહોંચી ગયો.

આથી બધા બાળકોને તેની ઈર્ષ્યા થવા લાગી અને બધા બાળકોએ તેને ઘેરીને પૂછ્યું કે તે આ કેવી રીતે કર્યું. આવો લપસણો થાંભલો હોય તો તેમાં ચડવું અશક્ય છે, તો તું કઈ રીતે ચડી શક્યો. પરંતુ તે બાળકે જવાબ આપ્યો નહીં અને ચૂપચાપ ઉભો રહ્યો.

એટલામાં જ પાછળથી પેલા વડીલ નો અવાજ આવ્યો. તેઓએ પૂછ્યું કે એ બાળકને શું પૂછી રહ્યા છો? હકીકતમાં તો તે બાળકને કંઈ સંભળાતુ જ નથી. કારણ કે તે બહેરો છે.

બસ આટલું કહીને તે વડીલ ત્યાંથી ચાલી નીકળ્યા. અને સાથે સાથે એક મોટો સંદેશ આપીને ગયા. તમે પણ સમજી જ ગયા હશો.

આ સ્ટોરી માં થી આપણને જાણવા મળે છે કે દરેક લોકોના મનમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સામર્થ્ય તો હોય જ છે પરંતુ આપણી આજુબાજુ માં રહેલા નકારાત્મક લોકો, તેઓના નકારાત્મક વિચારો ને લીધે આપણા વિચાર પણ નકારાત્મક થઈ જતા હોય છે. દુનિયા માં ઘણા એવા લોકો હોય છે જે પકડીને પાછળ ખેંચતા રહેતા હોય છે, અને આવી જ રીતના આપણે પણ આપણા ધ્યેયને પ્રાપ્ત કરવાને બદલે આ બધું અશક્ય છે તેમ કહીને તે કામ કરવાનો પ્રયાસ છોડી દેતા હોઈએ છીએ.

જો તમારે પણ જિંદગીમાં સફળ થવું હોય તો આ બાળકની જેમ બેહરા થવું પડશે, એટલે કે નકારાત્મક વાતો વિચારોને તમારા કાનમાં ઘૂસવા દેવા નહીં. અને માત્ર એ જ અવાજો આવવા જોઈએ જે તમને સફળ બનાવવામાં મદદ કરે. અને આટલો પ્રયોગ કર્યા પછી સફળતા મેળવતા તમને કોઈ રોકી શકે નહીં.

જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો તમારા મિત્રો તેમજ સગા-સંબંધીઓ સાથે શેર કરજો, જેથી દરેક લોકોને આવી પ્રેરણા મળે અને તેઓના જીવનમાંથી નકારાત્મકતા ચાલી જાય.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version