સફરજન ખાવું તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે લગભગ આપણે બધા જાણતા હોઈએ છીએ. કારણ કે નાનપણથી જ આપણે સાંભળતા આવ્યા છીએ કે “an apple a day keeps doctor away” એટલે કે દરરોજ એક સફરજન ખાવાથી બીમારીઓથી દુર રહી શકાય.
બધા લોકોની સફરજન ખાવાની રીત અલગ અલગ હોય છે. અમુક લોકો સફરજનની છાલ સહિત ખાતા હોય છે તો અમુક લોકો છાલ કાઢીને ખાતા હોય છે. આજે અમે જણાવવાના છીએ કે છાલ સહિત ખાતા હોઈએ તો તેના શું ફાયદા થાય છે અને શરીરમાં શું અસર કરે છે
જણાવી દઈએ કે સફરજનની છાલ સહિત ખાવાથી તેના ઘણા ફાયદા મળે છે ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે
સફરજનની છાલ આંખ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણકે આંખમાં થતી અમુક બીમારીઓ માં સફરજનની છાલ બીમારીઓને થતા બચાવી શકે છે. પરંતુ સફરજનનું નિયમિત પણે આ રીતે સેવન કરવું જરૂરી છે જેથી તમને આંખને લગતી અમુક બીમારીઓ થતી નથી.
જે લોકોને ડાયાબિટીસ ની સમસ્યા રહેતી હોય તેવા દર્દી માટે સફરજન છાલ સહિત ખાવુ જોઈએ કારણકે આવી રીતના ખાવાથી શુગર કંટ્રોલમાં રહે છે.
સફરજનની છાલમાં ઘણા મહત્વના ગુણો રહેલા છે જેમ કે એન્ઝાઈમ, એન્ટિઓક્સિડન્ટ, કેલ્શિયમ વગેરે. જેથી સફરજનની છાલ મેદસ્વિતા તો દૂર કરી જ શકે છે પરંતુ સાથે સાથે અમુક પ્રકારનાં કેન્સરથી પણ બચાવી શકે છે.
સફરજન ની છાલમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળે છે એટલે કે ફાઈબર ના ગુણો હોવાથી આપણા શરીરમાં પિત માં થતી પથરીથી બચાવી શકે છે, કારણકે પિત માં જમા થયેલું કોલસ્ટ્રોલ ઓછું કરતું હોવાથી પથરી નો પ્રોબ્લેમ થતા બચી શકાય છે.
આપણા મગજમાં બ્રેન સેલ એટલે કે કોષો આવેલા હોય છે, જે આ રીતનું સફરજનનું સેવન કરવાથી ડેમેજ થતા નથી. અને આપણું મગજ પણ તેજ થાય છે. આથી સફરજન છાલ સહિત ખાવાનો આગ્રહ રાખવો જોઈએ.
દાંત માટે પણ સફરજનની છાલ ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે દાંતમાં કેવીટી થતા રોકે છે. કે જે અત્યારના સમયમાં મોટી સમસ્યા કહી શકાય. આ સિવાય પ્રેગ્નન્સી મા નુ સેવન કરવાથી લોહીની કમી પણ પૂરી થાય છે.
આથી દરરોજ જો તમે સફરજનનું સેવન કરતા હોય તો, છાલ સહિત જ તેનું સેવન કરવું જોઈએ. કારણ કે તેના ફાયદા ખરેખર ઘણા બધા છે.
આ લેખ તમારા મિત્રો જોડે શેર કરજો જેથી બધાને આની જાણ થાય. આવા લેખ દરરોજ મેળવવા માટે આપણા પેજ ને લાઈક કરી દેજો જેથી તમને લેખ મળતા રહે.
Disclaimer- This content is provided for informational purposes only, and is not anyway intended to be a substitute for professional medical advice.