આપણી સંસ્કૃતિમાં લગ્ન સગાઈ, રિસેપ્શન વગેરે થતું હોય છે. પરંતુ અને આપણી સંસ્કૃતિમાં કહીએ તો તે કદાચ ખોટું લાગશે કારણ કે આપણે અમુક વસ્તુ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ માંથી ઉઠાવીને અત્યારે માણી રહ્યા છીએ. જેમકે આપણે આજકાલ કોઇ ના પણ લગ્ન અથવા સગાઈ હોય તો સેરેમની વગેરે કરતાં હોઈએ છીએ. જે આજથી ગણતરીના વર્ષો પહેલા કોઈ કરતું ન હતું, અને ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તેનો કોઈ ચલણ હતું નહીં. પરંતુ આપણે સંસ્કૃતિની સાથે રિંગ ફિંગર માં જ વીંટી પહેરીએ છીએ એટલે કે ત્રીજી આંગળી મા વીંટી પહેરીએ છીએ. પરંતુ આપણામાંથી બહુ ઓછા લોકો જાણતા હશે કે અને ત્રીજી આંગળીમાં શુ કામ પહેરવામાં આવે છે.
ત્રીજી આંગળીમાં વીંટી પહેરવામાં આવે તેના માટે પણ ઘણી ધારણાઓ મૌજુદ છે. જેમાંથી અમુક ધારણાઓ કંઈક કહે છે તો અમુક ધારણાઓ બીજું કંઈક કહે છે. ચાલો જાણીએ કે ત્રીજી આંગળીમાં વીંટી શુ કામ પહેરવામાં આવે છે તેની ધારણાઓ વિશે.
ચીન અનુસાર અંગુઠો એટલે માતા-પિતા માટે હોય છે, પહેલી આંગળી ભાઈ બહેન માટે, પછી ની આંગળી પોતાના માટે, અને ત્રીજી અને રિંગ ફિંગર હમ સફર માટે તેમજ નાની આંગળી બાળકો માટે મનાય છે. માટે જ આપણે વીટી બીજી કોઈ આંગળીમાં નહીં પરંતુ રિંગ ફિંગર મા પહેરાવીએ છીએ.
એવી જ રીતે રોમન લોકોનું માનવું છે કે ત્રીજી આંગળી સીધી દિલ સાથે જોડાયેલી હોય છે, એટલે એવું માનવામાં આવે છે કે કોઈપણ માણસ ત્યાં વીંટી પહેર આવે તો તે તમારા દિલની સૌથી નજીક થઈ જાય છે. અને આ જ કારણે પતિ અને પત્ની વચ્ચે નો સંબંધ મજબૂત કરાવવા માટે તેમજ એકબીજાને દિલથી વધુ નજીક લાવવા માટે આ આંગળી પર વીંટી પહેરવામાં આવે છે.
અને ભારતીય ધારણા અનુસાર ત્રીજી આંગળી નો ઉપયોગ સામાન્ય કામમાં સૌથી ઓછો થતો હોય છે. એટલે માન્યતા પ્રમાણે મોંઘી વીંટીને એ જ આંગણીમાં પહેરાવવામાં આવે છે જ્યાં તે સૌથી વધુ સુરક્ષિત હોય. અને આટલી મોંઘી વીંટી માટે જોખમ ઉપાડવા માં આવતું નથી, માટે ભારતીય લોકો પણ આ જ આંગળી માં વીંટી પહેરાવે છે.
અથવા તમારા મતે કોઈ બીજી ધારણા હોય કે કોઈ બીજી માન્યતા હોય તો, તે પણ કમેન્ટમાં જણાવજો. જેથી બધા લોકોને જાણ થાય. આ સિવાય આ લેખને દરેક જોડે શેર કરજો. ખાસ કરીને પરિણીત યુગલો જોડે શેર કરજો. કારણ કે મોટાભાગના યુગલ આ વાતને જાણતા હોતા નથી.