સાક્ષાત ગણેશજી એ આવીને કહ્યું મને ખીર બનાવી આપો, પરંતુ બધા લોકોએ ના પાડી એવામાં એક સ્ત્રીએ…
એક વખત ભગવાન ગણેશ એક નાના છોકરાનું રૂપ ધારણ કરીને શહેરના પ્રવાસે નીકળ્યા.
તેના હાથમાં થોડી મુઠ્ઠી ચોખા અને થોડું દૂધ હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરતી વખતે તે દરેક વ્યક્તિને ખીર બનાવવા માટે વિનંતી કરતા… મા કૃપા કરીને ખીર બનાવો! તેના કહેવા પર લોકો હસી રહ્યા હતા તો અમુક લોકો તેને મજાક મણિ રહ્યા હતા.
કેટલાકને તેમની દુર્દશા પર દયા પણ આવી પરંતુ કોઈએ મદદનો હાથ લંબાવ્યો નહીં. તેમનો ઉત્સાહ અતૂટ હતો અને તે ખીર બનાવવાનું કહીને આગળ વધતા રહ્યા.
ઘણા લોકોએ તેને સમજાવ્યું કે આટલી ઓછી સામગ્રીથી ખીર બનાવી શકાતી નથી પરંતુ તેનો વિશ્વાસ અનોખો હતો.
છેવટે એક ગરીબ વૃદ્ધ મહિલા તેમને મદદ કરવા તૈયાર થઈ. તેણે કહ્યું દીકરા તું મારી સાથે આવ હું તારા માટે ખીર બનાવીશ.
વૃદ્ધ સ્ત્રીએ એક નાનકડા વાસણમાં ચોખા અને દૂધ નાખ્યું અને તેને ઉકળતા રાખ્યું. દૂધ ઉકળવા લાગ્યું બધાએ જોયું કે ખીર બનવા લાગી અને વાસણમાં દૂધ વધવા લાગ્યું.