એક અદ્વિતીય ઈતિહાસ: સાલ્વાડોર ડાલી અને એર ઈન્ડિયાની સ્ટોરી

આ વાત એર ઇન્ડિયાના એક એવા ઇતિહાસની છે જે આપણામાંથી લગભગ કોઈપણ લોકો જાણતા નથી, ખરેખર રસપ્રદ વાત છે છેલ્લે સુધી વાંચજો... જેમ એર ઇન્ડિયા એક વખતની પ્રતિષ્ઠિત એરલાઇન હતી એવી જ રીતે 1960ના દાયકામાં સ્પેનના પ્રખ્યાત કલાકાર સાલ્વાડોર ડાલીનું નામ દરેકના હોઠ પર હતું. તેમની અનોખી અને વિચિત્ર રચનાઓને કારણે તેઓ એસેન્ટ્રિક જીનિયસ તરીકે પણ જાણીતા હતા. તેમના દ્વારા બનાવવામાં આવેલી આર્ટવર્ક અને ડિઝાઈન દરેકની પોતાની આગવી ઓળખ હતી.

1960 ના દશકની આ વાત છે, ન્યુયોર્કની એક 7 સ્ટાર હોટલમાં એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓની મહત્વની બેઠક ચાલી રહી હતી જ્યાં યોગાનુયોગ એ જ હોટલમાં સાલ્વાડોર ડાલી પણ રોકાયા હતા. એ જ મીટિંગમાં એર ઈન્ડિયાએ ડાલીને એક ખાસ મેમરી તરીકે ડિઝાઈન કરવાનો પ્રસ્તાવ મૂક્યો જે તે પોતાના ખાસ ગ્રાહકોને ગિફ્ટ તરીકે આપી શકે.

ડાલી જેમના ચિત્રો અને અન્ય આર્ટવર્ક લાખો ડોલરમાં વેચાયા હતા તેમણે ઓફર સ્વીકારી અને કહ્યું કે તેઓ એર ઈન્ડિયા માટે ડબલ ઈમેજરી એશ ટ્રે ડિઝાઇન કરશે, જે મર્યાદિત સંખ્યામાં બનાવવામાં આવશે.

આ સમાચાર આખી દુનિયામાં દાવાનળની જેમ ફેલાઈ ગયા. તમામ ટેલિવિઝન ચેનલો અને અખબારોએ ભારત જેવા ગરીબ દેશની એરલાઇન્સ માટે આ વિશેષ એશટ્રે ડિઝાઇન કરવા માટે સાલ્વાડોર ડાલીએ કેટલું મહેનતાણું લીધું હશે તેની ચર્ચા શરૂ કરી દીધી હતી. તે સમયે વિશ્વ ના સમૃદ્ધ કહેવાતા દેશોમાં પણ એવી હિંમત નહોતી કે કોઈ મોંઘા કલાકારને તેમના મહેમાનો માટે ભેટો ડિઝાઇન કરવા મળે.

ડાલીએ ડબલ ઈમેજરી દર્શાવતી અનન્ય એશટ્રે ડિઝાઇન કરીને તેમની પ્રતિબદ્ધતા જાળવી રાખી. આ ટ્રેમાં હંસનો આકાર ઊંધો ફેરવવા પર હાથીનો આકાર લઈ લેતો હતો. આ અનોખી કલાકૃતિ ફ્રાન્સના પ્રખ્યાત પોર્સેલિન ઉત્પાદક લિમોજેસ દ્વારા બનાવવામાં આવી હતી. તેણે એર ઈન્ડિયા માટે લગભગ 500 એશ ટ્રે બનાવી. આમાંથી એક એશ ટ્રે સ્પેનના ક્રાઉન પ્રિન્સને પણ આપવામાં આવી હતી.

એર ઈન્ડિયાએ ક્યારેય આ એશ ટ્રેની કિંમત અને ઉત્પાદન ખર્ચ જાહેર કર્યો ન હતો, પરંતુ એવી અફવા હતી કે લાખો રૂપિયા એવા સમયે ચૂકવવામાં આવ્યા હતા. ત્યારે એક તોલા સોનું 80-100 રૂપિયા આસપાસ ભાવે મળતું હતું.

જ્યારે એર ઈન્ડિયાએ ડાલીને તેના મહેનતાણા વિશે પૂછ્યું તો ડાલીએ અનોખો જવાબ આપ્યો. તેણે કહ્યું કે તેને હાથી જોઈએ છે. ડાલીની આ વિચિત્ર માંગને શરૂઆતમાં મજાક માનવામાં આવી હતી. પરંતુ જ્યારે ડાલીએ તેને ગંભીરતાથી લીધી, ત્યારે એર ઈન્ડિયાને ખબર પડી કે ડાલીને ખરેખર અસલ હાથી જોઈતો હતો. ડાલીના આર્ટવર્કમાં હાથીઓ મુખ્ય રીતે દર્શાવવામાં આવ્યા હતા.

ભારત સરકારના આદેશ પર કર્ણાટકના જંગલમાંથી એક નાનો હાથી પકડાયો હતો. એ હાથીને એર ઈન્ડિયા દ્વારા બેંગ્લોરથી જિનીવા લઈ જવામાં આવ્યો જ્યાં તેને ડાલી સમક્ષ રજૂ કરવાનો હતો. એર ઈન્ડિયાના કોમર્શિયલ ડિરેક્ટર ઉન્નતિ પરીખ પણ પ્લેનમાં સવાર હતા જે હાથીને ડાલીને સોંપવા આતુર હતા.

જિનીવા પહોંચ્યા પછી આ હાથીને રોડ મારફત ડાલીના ઘરે પહોંચાડવાનો સૌથી મોટો પડકાર હતો. આ માટે ઈટાલીની મદદ લેવામાં આવી હતી. એક વિશાળ ઇટાલિયન આર્મી ટ્રક ભાડે રાખીને હાથીને જિનીવાથી સ્પેનની મુસાફરી પર મોકલવામાં આવ્યો હતો. આ યાત્રા લગભગ 700 કિલોમીટરની હતી.

ડાલીએ એક ભવ્ય સમારોહમાં આ હાથીનું સ્વાગત કર્યું અને તેનું નામ હેનીબલ રાખ્યું. આ હાથી 1971 સુધી ડાલીના જ ઘર પર રહ્યો હતો અને તેને જોવા માટે સ્પેનથી લોકો આવતા હતા. જ્યારે આ હાથી મોટો થયો ત્યારે તેને બાર્સેલોના ઝૂમાં મોકલી દેવામાં આવ્યો હતો.

પરંતુ હવે સવાલ એ ઊભો થાય છે કે ડાલી દ્વારા ડિઝાઇન કરાયેલી 500 એશ ટ્રેનું શું થયું? એર ઈન્ડિયાએ આ એશ ટ્રે તેના કેટલાક ખૂબ નસીબદાર અને શ્રીમંત ગ્રાહકોને ભેટમાં આપી છે. આજે તે એશ ટ્રે એક વિન્ટેજ તેમજ કીમતી ચીજવસ્તુમાં સામેલ છે. થોડા વર્ષો પહેલા મુંબઈના એક વ્યક્તિએ આ એશ ટ્રેની હરાજી કરી હતી જેને બ્રિટનના એક વ્યક્તિએ 2 કરોડ રૂપિયામાં ખરીદી હતી.

નોંધ: આ લેખ વિવિધ માહિતી સ્ત્રોતો પર ઉપલબ્ધ જાણકારી ભેગી કરીને લખવામાં આવેલો છે, આ લેખમાં ત્રુટીઓ હોઈ શકે છે.

Read more

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

વિરાટ કોહલીની બાજુમાં ઉભેલો આ માણસ કોણ છે? સત્ય જાણીને તમે પણ સલામ કરશો!

Fictionalized story from real incident હાથમાં રહેલી લાકડાની પેટી ભારે હતી. એ જૂની પેટીના ખૂણાઓ ઘસાઈ ગયા હતા અને એમાંથી આવતી જૂના લાકડાની ગંધ હવામાં ભળી રહી હતી. રઘુએ એ પે

By Just Gujju Things Team
આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

આદર્શ પત્નીનું ભયાનક રહસ્ય: એક વોટ્સએપ મેસેજે ખોલી નાખી પોલ, જાણીને રૂંવાડા ઊભા થઈ જશે!

"લગ્નજીવન કેવું ચાલે છે?" કોલેજના એક જૂના મિત્ર અમિતનો આ વોટ્સએપ મેસેજ હતો. ફોનની સ્ક્રીન પર બે ભૂરી રેખાઓ દેખાઈ. મેસેજ વંચા

By Just Gujju Things Team
"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

"પત્ની આપે છે એનાથી થોડું ઓછું આપજો..." - ભાઈના આ એક વાક્યથી કેમ મચી ગયો હંગામો?

રમેશભાઈના જમણા હાથમાં ઇસ્ત્રીનું વજન ખાસ્સું ભારે હતું. તે જૂની, જાડી અને ભારે સ્ટીલની ઇસ્ત્રી હતી. ભીના સુતરાઉ કાપડ પર ગરમ ઇસ્ત્રી ફરતી ત્યારે એક ખા

By Just Gujju Things Team
ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

ફાટેલું પાકીટ કાઢીને દાદાએ માંગ્યું બિલ, આગળ જે થયું તે જાણીને તમે ચોંકી જશો!

બપોરનો સમય હતો. હવામાં ગરમી અને ભેજનું પ્રમાણ ખૂબ વધારે હતું. રસ્તા પરથી પસાર થતા વાહનોનો અવાજ હોટલની અંદર સુધી આવતો હતો. 'શ્રીજી ભોજનાલય'ની અંદર ભારે

By Just Gujju Things Team