Site icon Just Gujju Things Trending

આ સ્ટોરી આખી જીંદગી યાદ રાખજો પછી જુઓ તમને સફળતા પામતા કોણ રોકે છે

એક ગામડું હતું. જેમાં આશરે પાંચ હજાર લોકો રહેતા હશે એ ગામડામાં એક સાધુ પણ રહેતા હતા
આ સાધુ મોટાભાગે તપસ્યામાં જ બેસી રહેતા.

પરંતુ ક્યારેક ક્યારેક તો તપસ્યા માંથી ઊઠીને નાચવા લાગતા હતા. અને લોકોની એવી માન્યતા હતી કે જ્યારે પણ સાધુ નાચવા લાગે ત્યારે વરસાદ આવે અને બનતું પણ એવું જ જ્યારે સાધુ નાચવા લાગે ત્યારે જ અચાનક થી વરસાદ આવે.

કોઈ વખત ચોમાસામાં પણ વરસાદ શરૂ ન થયો હોય તો ગામડા ના બધા લોકો ભેગા થઈને સાધુ પાસે જઈને તેને નાચવા માટે અરજ કરે. અને સાધુ તેની અરજ સ્વીકારી ને નાચવા લાગે. ને સાથે સાથે વરસાદ પણ આવવા લાગે…
આવું વર્ષોથી ચાલતું હતું. અને દરેક ગ્રામજનોને આ સાધુ ઉપર પૂરો ભરોસો હતો.

એક વખત આ ગામડામાં શહેરમાંથી વિદ્યાર્થીઓનું ટોળું ફરવા માટે આવ્યું… પાંચ વિદ્યાર્થીઓના આ ટોળામાં દરેક ભણતો યુવાન હતો અને બધાની ઉંમર આશરે 15-16 વર્ષ જેવી હતી. ગામમાં ફરતા ફરતા તેઓ ને જાણવા મળ્યું કે અહીં એક ચમત્કારિક સાધુ રહે છે. જે નાચવા લાગે તો વરસાદ આવવા માંડે છે.

આ વાત સાંભળીને તેઓને આ સાધુને મળવાની ઈચ્છા થઈ અને આ બાબત વિશે વધુ જાણવાની તાલાવેલી લાગી
એટલે તેઓ બધા સાધુને મળવા ગયા. અને કહ્યું કે સાધુ અમે ગામમાંથી તમારા ચમત્કાર વિશે સાંભળ્યું છે તો અમારી એક જ છે કે તમે અત્યારે નાચો અમારે જોવું છે તે વરસાદ આવે છે કે નહીં? અંદરો અંદર બધા વિદ્યાર્થીઓને ભણેલા-ગણેલા હોવાથી આવી સાધુ ની નાચવા ની અને વરસાદ પડવાની બાબતમાં વિશ્વાસ આવ્યો નહીં. અને તે માત્ર સાધુને પરખવા જ માંગતા હતા કે તે નાચે ત્યારે વરસાદ પડે છે કે કેમ?

સાધુએ આ બધાની વાત શાંતિથી સાંભળી અને કહ્યું કે હું ચોક્કસ નાચીસ. પરંતુ પહેલા તમે નાચી જુઓ અને જુવો કે વરસાદ આવે છે કે નહીં…

સાધુના કહ્યા પ્રમાણે એક વિદ્યાર્થીએ નાચવાનું ચાલુ કર્યું પરંતુ અડધી કલાક સુધી નાચ્યો છતાં વરસાદ આવ્યો નહીં.
આથી બીજો વિદ્યાર્થી પણ નાચવા લાગ્યો પરંતુ અડધી કલાક સુધી નાચવા છતાં પણ વરસાદ આવ્યો નહીં. આ જોઈને ત્રીજો વિદ્યાર્થી પણ નાચ્યો. અને એક પછી એક પાંચ ય વિદ્યાર્થીઓ નાચ્યા, પરંતુ વરસાદ આવ્યો નહીં એટલે સાધુને કહ્યું કે સાધુ હવે તો તમે નાચો.

સાધુએ નાચવાનું શરૂ કર્યું, અડધી કલાક સુધી વરસાદ ન આવ્યો. પણ છતાં સાધુ નાચતા જ રહ્યા. એક કલાક બે કલાક ત્રણ કલાક હજુ પણ વરસાદ આવ્યો નહીં, પરંતુ સાધુ નાચતા જ રહ્યા.

આખરે આઠથી દસ કલાક પછી આકાશ માં વાતાવરણ ફર્યુ અને વરસાદ નું આગમન થયુ અને બધા વિદ્યાર્થીઓ ને આશ્ચર્ય થવા લાગ્યું તેઓએ કહ્યુ, “સાધુએ વરસાદ લાવી દીધો.”

પછી સાધુએ નાચવાનું બંધ કર્યું ત્યારે વિદ્યાર્થીઓએ પૂછ્યું કે સાધુ આ તમે કઈ રીતે કર્યું? અમને પણ જ્ઞાન આપો.

ત્યારે સાધુએ કહ્યું કે હું હકીકત થી કોઈ જ ચમત્કાર કરતો નથી. હું માત્ર વિચારું છું કે હું જ્યારે નાચીસ ત્યારે વરસાદ આવવા લાગશે અને સાથે સાથે એમ પણ વિચારું છું કે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી હું નાચે જ રાખીશ. અને આખરે વરસાદ આવી જાય છે.

કોઈ વિદ્યાર્થી એ કહ્યુ કે જો ચાર-પાંચ દિવસ વરસાદ ન આવે તો પણ તમે નાચતા જ રહો? સાધુએ જવાબ આપતા કહ્યુ, આજ સુધી એવું થયુ નથી પણ જો થાય તો હા ચોક્કસ!

આ સ્ટોરી માંથી આપણને ઘણું શીખવા મળે છે.

કોઈપણ કામને કરતા પહેલા વિચારવું જરૂરી છે કે આ કામ કરીને જ રહીશ! એવી જ રીતના સફળતા મળતા પહેલા મનમાં વિચારીને રાખો કે હું જે કામ કરું છું તેનાથી મને સફળતા મળશે જ… અને સફળતા નહીં મળે ત્યાં સુધી હું એ કામ કરવાનું નહીં છોડુ!

પછી જુઓ તમને સફળતા પામતા કોણ રોકે છે!

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version