સપના એ એક એવી વસ્તુ છે જે માણસની સમજની બહાર છે. કારણકે સપના શુ કામ આવે છે, નીંદર શુ કામ આવે છે, સપનામાં અમુક વસ્તુઓ જ કેમ દેખાય છે, તે આજ સુધી કોઈ સચોટ રીતે જવાબ આપી શક્યું નથી. અને દરેકના જવાબમાં ફેરફાર હોય છે.
વિજ્ઞાન સપના વિશે કંઈક કહે છે તો વિશેષજ્ઞો પણ સપના વિશે કંઈક કહે છે. પરંતુ હકીકત તો એ છે કે આ દુનિયા પર રહેલી અમુક વસ્તુ ને આપણે સંપૂર્ણ પણે હજી સુધી સમજી શક્યા નથી. તેમાંની અમુક વસ્તુઓ નીંદર અને સપનાઓ પણ છે.
પરંતુ સપના સાથે જોડાયેલી અમુક માન્યતાઓ ખૂબ જૂની છે જેની પર વિશ્વાસ કરવો કે ન કરવો તે આપણી ઉપર છે. અને માન્યતાઓ પણ મનુષ્ય ઉપર નિર્ભર છે, તે ઈચ્છે તો તેને માની પણ શકે છે અથવા તેને ન પણ માની શકે.
એવી જ કેટલી જૂની માન્યતાઓમાં એવું પણ છે કે જો સપનામાં સાપ આવતો હોય તો આ પણ એક પ્રકારનો સંકેત હોઈ શકે છે, ચાલો જાણીએ સપનામાં સાપ આવે તો શું સંકેત હોઈ શકે છે તેના વિશે.
જો તમને સપનામાં સાપ આવીને કરડવાની કોશિશ કરે અથવા તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે એનો મતલબ એવો હોઈ શકે કે તો તમે કોઈ ખોટા રસ્તે જઇ રહ્યા છો અથવા તો કોઈ એવું કાર્ય કરી રહ્યા છો જેનાથી તમને નુકસાન થઈ શકે છે
જો આપણને સપનામાં સાપ દેખાય છે તો તેનો મતલબ એવો પણ હોઈ શકે છે કે આપણી કુંડળી શક્તિ જાગૃત થઈ રહી છે, અને આપણા સારા દિવસો શરૂ થઈ ગયા છે. અને જો આપણે કુંડળી ને આધીન થઈને કામ કરીએ તો આપણને અણધાર્યા પરિણામો મળી શકે છે.
આ સિવાય અમુક લોકો એમ પણ માને છે કે જો તમને સપનામાં સાપ દેખાય તો એનો મતલબ એવો હોય છે કે આપણા મૃત પરિજનો તરસ્યા હોય અથવા આપણને કંઈક જણાવવા માગતા હોય તો તેઓ સપનામાં સાપ સ્વરૂપે દેખાઈ શકે છે.