હોસ્પિટલની ઘડિયાળમાં સવારના અંદાજે આઠ વાગ્યા હશે.
હજુ તો હોસ્પિટલ માં ડૉક્ટરોનો પ્રવેશ થવાનો પણ બાકી હતો પરંતુ પોતાના હાથની આંગળી ઉપર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા વેઇટિંગ રૂમમાં બેઠા હતા.
ડોક્ટર તો હજુ આવ્યા ન હતા પરંતુ ત્યાં હાજર ડ્યુટી કરી રહેલી નર્સ થોડી વ્યસ્ત હતી. થોડો સમય થાય અને દાદા ઘડિયાળમાં જોવા માંડે, બે પાંચ વખત આવું કર્યું.
પછી દાદાએ નર્સ પાસે આવીને કહ્યું કે તે પોતે ઉતાવળમાં છે. આથી બને તેટલું જલ્દી તેના કાકા નીકળી જાય તો વધુ સારું. નર્સે તેના કેસની વિગત જોઈ, આંગળી માં જે જગ્યાએ ટાંકા લીધા હતા તે તપાસી અને ડોક્ટરને જાણ કરી.
ડૉક્ટરે દાદાના ટાંકા કાઢી નાખવાની નર્સને સૂચના આપી. હવે તો ડોક્ટરની પણ સુચના મળી ગયા હોવાથી નર્સે કહ્યું ચલો દાદા હું તમારા ટાંકા કાઢી નાખું છું.
નર્સે દાદાને ટેબલ પર સુવડાવી અને પછી પૂછ્યું કે દાદા તમારે ઉતાવળનું કારણ હું જાણી શકું કે નહીં? શું તમારે કોઈ બીજા ડોક્ટરને ત્યાં અપોઈન્ટમેન્ટ છે કે પછી બીજું કોઈ કારણ છે?
દાદાએ જવાબ આપતા કહ્યું ના રે ના, મારે કોઈને ત્યાં એપોઇન્ટમેન્ટ નથી. મારી પત્નીને અહીં નજીકની હોસ્પિટલમાં દાખલ કરેલી છે. એની સાથે મારે નાસ્તો કરવાનો બાકી છે. અને હા મારો નાસ્તા કરવાનો સમય પણ વીતી રહ્યો છે.
નર્સે સહેજ સ્માઈલ કરી, દાદા એ પોતાની વાતમાં ઉમેરો કરતાં કહ્યું કે છેલ્લા પાંચ વર્ષથી દરરોજ સવારે અંદાજે સાડા આઠ વાગ્યે તેની સાથે જ નાસ્તો કરવાનો એટલે કરવાનો જ. છેલ્લા પાંચ વર્ષથી આ ક્રમને અતૂટ જાળવી રાખ્યો છે, અને તે પણ છેલ્લા પાંચ વર્ષથી ત્યાં હોસ્પિટલમાં જ દાખલ થયેલી છે.
પાંચ વરસથી? આશ્ચર્ય સાથે નર્સે પૂછ્યું… એમને શું થયું છે?
દાદાએ જવાબ આપતા કહ્યું એને અલ્ઝાયમર થયો છે. જવાબ આપતા આપતા દાદા નો અવાજ બિલકુલ પણ ખરડાયો નહીં.
હવે નર્સ અને આ બધી વાત ખબર પડવા થી મોટા પર લાગણી ના ભાવ સાથે પોતે ટાંકા કાઢવાની શરૂઆત કરી. એમાં ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી રહેવાયું નહી અને થોડું દુઃખ થયું હશે માટે સીસકારો નીકળી ગયો. એટલે દાદાનું ધ્યાન બીજે દોરવા માટે નર્સે ફરીથી વાત શરૂ કરી.
નર્સે કહ્યું દાદા તમને એક સવાલ પૂછવાનું મન થાય છે, જો તમે મોડા પડી જશો તો શું તમારી પત્ની તમને વઢશે? કે પછી તમારી ચિંતા કરતા હશે?
દાદા લગભગ દસથી વીસ સેકન્ડ માટે તો નર્સ ની સામે જ જોવા લાગ્યા, પછી જવાબ આપતા કહ્યું કે ના! એ મને જરા પણ વઢશે નહીં, કારણ એવું છે કે જ્યારથી તેને હોસ્પિટલમાં દાખલ કરી છે એટલે કે છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણપણે તેની યાદશક્તિ બચી જ નથી. એ ત્યાં હાજર કોઈને નથી ઓળખતી અને ત્યાં સુધી કે તે મને પણ નથી ઓળખતી.
નર્સને આ વાત સાંભળીને ખૂબ જ આશ્ચર્ય પણ થયું અને તે પોતે એકદમ અચરજ પામી ગઈ. એનાથી રહેવાયું નહી અને દાદાને ફરી પાછો એક સવાલ કરી નાખ્યો જેમાં પૂછ્યું કે દાદા તમને જે વ્યક્તિ ઓળખથી સુદ્ધાં નથી એના માટે તમે છેલ્લા પાંચ વર્ષથી દરરોજ જાઓ છો? તમે તેની આટલી બધી સંભાળ લો છો પરંતુ એ વ્યક્તિને તો ખબર પણ નથી કે તમે કોણ છો. તો પછી આ બધું શું કામ?
દાદાએ થોડું સ્માઈલ કરી અને પછી નર્સ અને જવાબ આપતાં કહ્યું બેટા એ નથી જાણતી કે હું કોણ છું, પરંતુ મને તો બિલકુલ સારી રીતે ખબર છે કે એ વ્યક્તિ કોણ છે!
આ પછી જે દાદા બોલ્યા તે સાંભળીને ખરેખર નર્સના આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, દાદાએ કહ્યું કે બેટા સાચો પ્રેમ એટલે સામેવાળી વ્યક્તિ જે રીતે છે તે રીતે તેનો સંપૂર્ણપણે સ્વીકાર. તેનું જે પણ કાંઈ અસ્તિત્વ છે તેના સમગ્ર અસ્તિત્વનો સ્વીકાર. એમાં જે હતું જે છે કે જે ભવિષ્યમાં હશે અને કદાચ ભવિષ્યમાં કંઈ નહીં હોય તોપણ તેનો સ્વીકાર.
આજે નર્સ ને ખૂબ જ મોટી વાત સમજવા મળી હતી, કે સાચો પ્રેમ એટલે આખરે શું? ખરેખર આ સ્ટોરી જો તમને પસંદ આવી હોય તો દરેક લોકો સુધી પહોંચાડવા માટે દરેક ગ્રુપમાં શેર કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય 1 થી 10 રેટિંગ વચ્ચે અચૂક આપજો.