Site icon Just Gujju Things Trending

નાનાભાઈએ પોતાનું મકાન કરી લીધું અને મારી પાસે દીકરીના લગ્નના પૈસા નથી, વાંચીને રડવું આવી જશે

ભાઈ, પરમ દિવસે નવા મકાનનું વાસ્તુ છે. રવિવાર નો દિવસ છે આથી કંઈ પણ ચાલશે નહીં તમારે બધાને આવવાનું છે. નાનાભાઈ મૌલિક એ મોટાભાઈ અમિતને મોબાઇલ પર વાત કરતાં જણાવ્યું.

“શું વાત કરે છે નાનકા? શું તમે બીજા ઘરમાં શિફ્ટ થઈ રહ્યા છો?” અમિતે મૌલિક ને પૂછ્યું

“અરે ના રે ના ભાઈ આ આપણું મકાન છે, ભાડાનું નહીં.” મૌલિક એ સહજ ભાવે જવાબ આપતા કહ્યું.

“આપણું મકાન!!!” અત્યંત આશ્ચર્યચકિત થઈને અમિત બોલ્યો. “નાનકા તે મને કીધું પણ નહીં કે તે પોતાનું મકાન લઈ લીધું છે!”

“અરે બસ ભાઈ!” બસ આટલું કહીને મૌલિક એ પોતાનો ફોન કાપી નાખ્યો.

“આપણું મકાન”, “અરે બસ ભાઈ” આ શબ્દોએ અમિતના મગજ ઉપર ભારે અસર પાડી, એમ કહો કે તેના મગજ ઉપર હથોડાની જેમ આ શબ્દો વાગી રહ્યા હતા તો પણ કંઈ ખોટું નથી.

અમિત અને મૌલિક બન્ને સગા ભાઈ અને બંનેની ઉંમરમાં અંતર હતું 15 વર્ષનું. અમિત મોટો ભાઈ હતો અને મૌલિક નાનો ભાઈ હતો, મૌલિક જ્યારે સાત વર્ષનો હતો ત્યારે જ તેના મા-બાપ ની એક દુર્ઘટનામાં મોત થઈ ગઈ હતી. હવે બધી જવાબદારી અમિતના માથે આવી પડી હતી, જેમાં નાના ભાઇ મૌલિક ને ઉછેરીને મોટો કરવો એ જવાબદારી પણ હવે અમિત ના માથે હતી. અને એના કારણે તેને ખૂબ જ વહેલા લગ્ન કરી લીધા જેનાથી મૌલિક ની દેખરેખ સારી રીતે થઈ શકે.

એક પ્રાઇવેટ કંપનીમાં ક્લાર્ક ની નોકરી કરીને તે પોતાનુ ગુજરાન ચલાવતો, પરંતુ અમિતના પગારનો મોટો ભાગ તો બે રૂમ વાળા ભાડાના મકાનમાં અને મૌલિક ના ભણતર તેમજ રહન-સહન માં જ ખર્ચ થઇ જતો. અને આના કારણે લગ્નના ઘણા વર્ષો પછી પણ અમિતે કોઈ બાળક પેદા કર્યું ન હતું. તેનું વિચારવું હતું કે જેટલો મોટો પરિવાર એટલો વધારે ખર્ચો આવશે.

મૌલિક નું ભણતર પૂરું થયું કે તરત જ તેને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ અને પછી થોડા સમયમાં જ લગ્ન પણ થઇ ગયા. અમિત ભાઈ સાથે રહેવાની જગ્યા ઓછી પડતી હતી આથી તેને એક બીજું મકાન ભાડા ઉપર લઈ લીધું. કારણકે હવે અમિતને પણ બે બાળકો હતા એક દીકરી મોટી હતી અને એક નાનો દીકરો હતો.

મૌલિક પણ એની જિંદગીમાં સારી નોકરી કરી રહ્યો હોવાથી અમિત પણ અંદરોઅંદર તેને જોઇને ખુશ થતો કે ભલે આપણે થોડા દુઃખ સહન કર્યા પરંતુ હવે તે ખુશ છે.

***

મકાન લેવાની વાત જ્યારે અમિતે પોતાની પત્નીને જણાવી તો તેની આંખમાં આંસુ આવી ગયા. કહેવા લાગી મૌલિકભાઈ માટે આપણે શું નથી કર્યું. ક્યારે આપણા બાળકોને સારા કપડા પહેરાવ્યા નથી, ક્યારેય ઘરમાં મોંઘા શાકભાજી કે મોંઘા ફળ આવ્યા નથી. દુઃખ એ વાતનું નથી કે તેને પોતાનું મકાન લઈ લીધું, પરંતુ દુઃખ એ વાતનું છે કે જે માણસ માટે આટલું કર્યું હોય અને પછી તે મકાન લીધા પછી આ વાત પણ આપણાથી છુપાવીને રાખે એટલે બહુ દુઃખ થાય.

રવિવારની સવારે હજી તો બધા નાહીધોઈને તૈયાર થયા હતા ત્યાં એક ગાડી આવીને ઘર પાસે ઉભી રહી.

પૂછ્યું કે કોનું કામ છે તો કહ્યું કે ભાઈ અને ભાભી ને લેવા માટે મૌલિકભાઈ એ મોકલ્યા છે. બધા તૈયાર હતાં એટલે ગાડીમાં બેસીને નવા મકાન તરફ જવા રવાના થયા.

ત્યાંથી નીકળીને ગાડી સીધી સરસ મજાના મકાન પાસે જઈને ઉભી રહી. મકાન ને બહારથી જોઈને અમિતના મનમાં જાણે એક ઝટકો લાગી ગયો. મકાન બહારથી જેટલું સુંદર હતું એનાથી વધુ સુંદર અંદર પણ હતું. દરેક જાતની સુખ-સુવિધા નું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેઓ જે રીતે જીવ્યા હતા તે પ્રમાણે આ એના સપના કરતાં પણ સારું મકાન હતું. અને આ મકાનના એક જેવા જ બે ભાગ હતા આથી અમે તે મનોમન કહ્યું કે જોયું મૌલિક ને પોતાના બંને દીકરા ની કેટલી ચિંતા છે. બંને દીકરા માટે અત્યારથી જ બે ભાગ તૈયાર કરી નાખ્યા છે. મકાન આખું નિહાળીને મનોમન વિચાર્યું કે ઓછામાં ઓછું દોઢ કરોડ રૂપિયા નું તો મકાન હશે જ. અને એક હું છું જે દીકરી જુવાન થઈ ગઈ છે પરંતુ તેના લગ્ન માટે પાંચ લાખ રૂપિયા ની વ્યવસ્થા પણ કરી શક્યો નથી.

આવા ને આવા વિચારમાં તેને આખું મકાન જોયું, મકાન જોઈને બહાર આવતા હતા ત્યારે આંખમાં રહેલા આંસુઓને માંડ માંડ બહાર નીકળતા બચાવ્યા. ત્યાં જ પંડિતજીએ અવાજ કર્યો કે હવે નો સમય થઈ રહ્યો છે, હવન માટે મકાનના સ્વામી અગ્નિકુંડ સામે બેસો.

આથી મૌલિક ના મિત્રો તેને કહેવા લાગ્યા કે પંડિતજી તને બોલાવી રહ્યા છે. આ સાંભળીને મૌલિક બોલ્યો આ મકાનનો સ્વામી હું એકલો નથી, મારા મોટાભાઈ અમિત પણ છે. આજે હું જે કંઇ પણ છું તે માત્ર ને માત્ર તેના કારણે જ છું. આ મકાનના બે ભાગ છે, એક તેનો અને એક મારો.

ત્યાર પછી અમિતભાઈ ને લઈને મૌલિક અગ્નિ કુંડ પાસે ગયા. અને અગ્નિકુંડ પાસે બેસતી વખતે મૌલિક છે અમિતભાઈ ના કાન માં કહી દીધું ભાઈ, દીકરી ના લગ્નની ચિંતા બિલકુલ ના કરતા. એના લગ્ન આપણે ધામ-ધૂમથી બંને મળીને કરીશું.

આખા હવન દરમિયાન અમિત પોતાની આંખ માંથી આંસુ લુછી રહ્યો હતો, જ્યારે હવન ની અગ્નિમાં ધુમાડા નું નામોનિશાન હતું નહીં.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સુધી પહોંચાડવા માટે આ સ્ટોરી ને દરેક ગ્રુપમાં શેર કરજો.

આ સ્ટોરી ને તમે 1 થી 5 માં કેટલા રેટિંગ આપો છો તે કમેન્ટમાં જણાવજો. જો તમને આ સ્ટોરી ખૂબ જ સુંદર લાગતી હોય તો તેને 5 રેટિંગ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version