પાકિસ્તાનની તરફેણમાં બયાન સિદ્ધુને પડી ગયું ભારી, કપિલના શો માંથી હકાલપટ્ટી

ગુરુવારે થયેલ પુલવામા આતંકી હુમલા પછી નવજોતસિંહ સિધ્ધુએ વિવાદિત બયાન આપ્યું હતું જે પાકિસ્તાનને બચાવવાની કોશિશ હોય તેવું લાગી રહ્યું હતું. તેને બયાનમાં કહ્યું હતું કે કોઈપણ દેશને ટેરરિસ્ટ ની આ ઘટના માટે જવાબદાર ઠેરવી શકાય નહીં. અને તેણે જણાવ્યું હતું કે આતંકીઓનો કોઈ ધર્મ હોતો નથી. અને એમ પણ કહ્યું હતું કે દરેક સંસ્થા, દરેક દેશમાં આતંકીઓ રહેલા છે. આતંકીઓને સજા આપવી જોઈએ પરંતુ આખા દેશને આ ઘટનાની જવાબદાર માની શકાય નહીં.

આવુ વિવાદિત આપ્યા પછી ટ્વિટર ઉપર સિદ્ધુની હકાલપટ્ટી કરવા માટે જાણે એક મોમેન્ટ ચાલુ થઈ ગઈ હતી. અને ધીમે ધીમે એક પછી એક એમ લાખો લોકોએ ટ્વિટ કરી હતી. અને લોકોએ તેને કપિલના શો માંથી કાઢી મુકવાની સલાહ આપી હતી. તેમજ લોકોએ ત્યાં સુધી પણ કહ્યું હતું કે જો કપિલના શોમાં થી નવજોત સિંહ સિદ્ધુની હકાલપટ્ટી નહીં થાય તો લોકો આ શો જોવાનું બંધ કરી દે એવી ધમકીઓ આપી હતી.

જેના પગલે હવે કપિલના શો માંથી તેની હકાલપટ્ટી કરવામાં આવી છે. અને તેની જગ્યા પર અર્ચના પૂરણસિંઘ ને શોમાં બોલાવવામાં આવ્યા છે.

આવા વિવાદિત બયાન પછી સોશિયલ મીડિયા પર ચારે બાજુ તેની આલોચના કરવામાં આવી હતી. અને ત્યાં સુધી કે લોકો એ કપિલ ને પણ ટ્વિટ કરીને આના વિષે જણાવ્યું હતું.

આવું પહેલી વખત નથી બન્યું કે કપિલ શર્મા શો માં નવજોતસિંહ સિધ્ધુ ની જગ્યાએ બીજું કોઈ હોય. વર્ષ 2017માં પણ નવજોતસિંહ સિધ્ધુ માંદા પડ્યા હોવાથી તેની જગ્યાએ અર્ચના પૂરણસિંઘ રિપ્લેસ કરવામાં આવ્યા હતા.

આ ઘટના પરથી સમજી શકાય કે પાકિસ્તાનની તરફેણમાં કમેન્ટ કર્યા પછી સિધ્ધુ ને આ બયાન ભારી પડી ગયું છે. એટલું જ નહીં જ્યારે આખો દેશ અને વિપક્ષ પણ ખુદ સરકારની સાથે ઊભા રહીને ત્રાસવાદની સામે લડવાની વાત કરી રહી છે ત્યારે પાકિસ્તાન ના બચાવમાં આવી આવું વિવાદિત બયાન આપીને સિધ્ધુ એ જાણે પોતાના પગ પર કુહાડી મારી દીધી છે.

અને આની પહેલા પણ તેઓએ આવા વિવાદિત બયાન આપીને દેશના લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. એટલું જ નહીં તેઓ હમણાં પાકિસ્તાનમાં ગયા ત્યારે તેના આર્મી ચીફને ગળે પણ મળ્યા હતા જે બાબતની ભારતમાં ખૂબ આલોચના થઈ હતી.