PulwamaAttack: સિધુ પાછા વિવાદમાં, પાકિસ્તાનની તરફદારી કરી એટલે લોકો તેની ઉપર ભડક્યા
પુલવામામાં થયેલા હુમલા પછી આખો દેશ એક સાથે તેનો શોક મનાવી રહ્યો છે. તેમજ દરેક લોકોએ શહીદોને શ્રધ્ધાંજલિ આપી છે. આ હુમલા થયા પછી સરકારના નેતાઓ કહો કે વિપક્ષના નેતાઓ દરેક ના બયાન માં એક વાત કોમન છે કે પાકિસ્તાન ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે.
એટલું જ નહીં વિપક્ષ પણ કહી ચૂકયો છે કે આ સ્થિતિમાં તે સરકાર અને દેશની સાથે છે. જ્યાં સુધી આતંકવાદથી લડવાની વાત છે તો વિપક્ષ પણ સરકારની સાથે ઊભા છે.
પરંતુ પૂર્વ ક્રિકેટર, રાજનેતા નવજોતસિંહ સિધ્ધુ આ હુમલા પછી એવું બયાન આપી દીધું છે કે તે ફરી પાછા વિવાદમાં ફસાઈ ચુક્યા છે.
આની પહેલા પણ ક્રિકેટર પોતાનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ દર્શાવી ચૂક્યા છે, તેમજ તેના “મિત્ર” ઇમરાન ખાન પ્રત્યે પણ તેઓ સહાનુભૂતિ દર્શાવી ચૂક્યા છે. પરંતુ આ વખતે તેઓએ બયાન પાકિસ્તાન પ્રત્યે નરમાઇ દાખવી છે અને કહ્યું છે કે વાતચીત કરીને આનું સમાધાન આવી શકે.