PulwamaAttack: સિધુ પાછા વિવાદમાં, પાકિસ્તાનની તરફદારી કરી એટલે લોકો તેની ઉપર ભડક્યા
આવા બયાન પછી ભારતની જનતા નો ગુસ્સો તેના પ્રત્યે અનેક ગણો વધી ગયો છે. અને સોશિયલ મીડિયા દરેક બાજુ તેના આ બયાન ની નિંદા થઈ રહી છે. લોકોએ ત્યાં સુધી પણ કહ્યું છે કે નવજોત સિંહ સિદ્ધુ ને ટીવી પરથી boycott કરવામાં આવે. અને લોકો તો કપિલ શર્માનો શો નહિ જોવાની પણ ધમકીઓ આપી રહ્યા છે.
શું હતું એ વિવાદિત બયાન?
ગુરુવારે પુલવામા મા થયેલા આત્મઘાતી હુમલામાં આપણા દેશના રતન સમાન 40 જવાનો શહીદ થયા હતા. અને આ શહીદીને કારણે આખો દેશ દુઃખી છે, તેમજ દેશમાં ચારે બાજુ આક્રોશનો માહોલ છે. અને રાજનેતાઓએ પણ દેશની સાથે ઊભા રહીને ઘણા મોટા ફેસલાઓ લીધા છે. વિપક્ષના પણ રાજનૈતિક કાર્યક્રમ રદ કરીને તેઓ દેશની પડખે ઊભા રહ્યા છે. અને રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં તેઓ રાજનીતિ કરવા માંગતા નથી, તેઓ પણ સરકાર અને શહીદ જવાનો ની બાજુમાં છે. પરંતુ આ બધાની વચ્ચે સિદ્ધુએ કહ્યું હતું કે મુઠ્ઠીભર લોકો માટે આખા દેશને જવાબદાર કઈ રીતે માની શકો. આ હુમલો કાયરતા પૂર્વક થયેલો છે અને આ હમલા ની હું નિંદા કરું છું. આ પ્રકારની કોઈ હિંસા સહન કરવામાં આવશે નહીં અને દોષીઓને સજા થવી જોઈએ.
આવું બયાન આપ્યા પછી તેને પાકિસ્તાન દેશ નો બચાવ કર્યો હોય લોકો તેની આલોચના કરી રહ્યા છે. અને માત્ર નવજોતસિંહ સિધ્ધુ જ નહીં પરંતુ કપિલ સુધી પણ આ ગુસ્સાનો પહોંચી ચૂક્યો છે. કારણકે કપિલ શર્મા શો માં પણ આ રાજનેતા નજરે આવે છે. અને કપિલ ને પણ લોકો તેના સોમાંથી નવજોતસિંહ સિધ્ધુ ને હટાવવાની માંગ કરી રહ્યા છે.
હુમલા પછી અવારનવાર રાજનૈતિક બાબતો સામે આવતી રહે છે. પરંતુ હકીકતમાં આ સમય રાજનીતિ બાજુ પર મૂકીને દેશ માટે વિચારવાનો સમય છે.