Site icon Just Gujju Things Trending

શું “એક હાઉસવાઈફ” મફતની જ રોટલી તોડે છે? છેલ્લે સુધી વાંચજો

એક હાઉસવાઈફ, જે દરરોજ ની જેમ આજે પણ ભગવાનનું નામ લઈને જાગી હતી. રસોડામાં આવીને ચા બનાવવા માટે પાણી ગરમ કરવા મુક્યું. પછી બાળકોને નિંદર માંથી જગાવ્યા કારણ કે તેઓને સ્કૂલે જવાનું હતું માટે તેઓ તૈયાર થઈ શકે.

થોડા સમય પછી સાસુ અને સસરા ને ચા પી ને પછી બાળકો ના નાસ્તા તૈયાર કર્યા, અને આ બધાની વચ્ચે બાળકોને ડ્રેસ પહેરાવીને તૈયાર પણ કર્યા. પછી બાળકોને નાસ્તો કરાવ્યો. પતિ માટે બપોરનું ટીફીન બનાવવાનું બાકી હતું અને જરૂરી પણ હતું

એટલામાં સ્કૂલની રીક્ષા આવી ગઈ અને એ બાળકોને રીક્ષા સુધી મૂકી આવી. પાછા ઘરે આવીને પતિનું ટિફિન બનાવ્યું અને ટિફિન બનાવ્યા પછી એઠા વાસણોને એક જગ્યાએ એકઠા કર્યા. આની વચ્ચે પતિ ની બૂમ સંભળાઈ કે મારા પહેરવાના કપડા કાઢી દે. આથી ઓફિસ જવાના કપડા બહાર કાઢીને રાખ્યા.

હજી પતિ માટે તેનો મનપસંદ નાસ્તો તૈયાર કરીને ટેબલ પર મૂક્યો ત્યાં જ નાની નણંદ અવાજ સંભળાયો, ભાભી મારે આજે કોલેજ વહેલા જવાનું છે. મારો પણ નાસ્તો તૈયાર કરી નાખજો. એટલામાં દેર નો પણ અવાજ આવ્યો ભાભી નાસ્તો તૈયાર થઈ ગયો? “હા બસ તૈયાર જ છે.”

પતિ અને દેર બંને નાસ્તો કરીને સમાચાર પત્ર વાંચ્યો, થોડા સમય પછી તેઓ બંન્ને ઓફિસ માટે નીકળી ગયા. થોડા સમય પછી ખાલી વાસણ ને બાજુ પર રાખીને સાસુ સસરા માટે તેની પરેજી પ્રમાણે નાસ્તો તૈયાર કર્યો. બંનેનો નાસ્તો કરાવ્યા પછી ફરી પાછા વાસણ એકઠા કર્યા અને રસોડામાં લાવીને ધોવા લાગી.

આની વચ્ચે કામવાળી પણ આવી ગઈ. આથી વાસણ નું કામ કામવાળીને સોંપીને પોતે પલંગ નો ઓછાડ વગેરે એકઠા કરવા પહોંચી અને પછી કામવાળી સાથે સફાઈ માં હાથ દેવા લાગી.

11 વાગી ચૂક્યા હતા, અને બધું કામ હજી પૂરું કરે એટલામાં ઘરની બેલ વાગી. દરવાજો ખોલ્યો તો સામે મોટી નણંદ અને તેના પતિ અને બાળકો ઉભા હતા.

તેને ઉલ્લાસ સાથે બધા નો આદર કરીને ઘરમાં આવકાર્યા અને તેની સાથે વાતો કરતા કરતા તેના આવવાથી થયેલી ખુશી વીશે જણાવતી રહી. નણંદ એ કહ્યા મુજબ નાસ્તો તૈયાર કર્યા પછી હવે તે નણંદ પાસે બેઠી હતી અને એવામાં સાસુ નો અવાજ સંભળાયો કે આજે ખાવાનું શું પ્રોગ્રામ છે?

આથી તેને ઘડિયાળ પર નજર કરી તો 12 વાગ્યા હતા. તેની ચિંતા વધી અને જલ્દી થી ફ્રીજ પાસે જઈ શાક કાઢી અને બપોરના જમવા માટે ની તૈયારી માં લાગી ગઈ.

ખાવાનું બનાવતા બનાવતા હવે બપોરના બે વાગી ચૂક્યા હતા. બાળકો પણ સ્કૂલથી ઘરે આવવાના હતા, અને બહાર જોયું તો તેઓ આવી જ ગયા.

બાળકોને જલ્દી ડ્રેસ બદલાવીને હાથ મોટા ધોવડાવીને તેમને ખાવાનું ખવડાવ્યું. આટલું કર્યું એટલા માટે નાની નણંદ પણ કોલેજથી આવી ગઈ અને દેર પણ આવી ચૂક્યા હતા.

બધા માટે ડાઈનીંગ ટેબલ ઉપર ખાવાનું તૈયાર કર્યું અને પોતે રોટલી બનાવવામાં લાગી ગઈ. બધાએ જમી લીધું અને પછી તે પાછી વાસણ ભેગા કરવા લાગી, ઘડિયાળ તરફ જોયું તો ત્રણ વાગ્યા હતા.

તેને પણ ભૂખનો અહેસાસ થવા લાગ્યો હતો. પરંતુ જોયું તો એક પણ રોટલી ન બચી હતી, તે રસોડામાં ગઈ અને હજુ કંઈ કરે તે પહેલાં જ પતિ ઘરમાં આવ્યા અને બોલ્યા કે આજે મોડું થઈ ગયું, ખૂબ જ ભૂખ લાગી છે જલ્દીથી જમવાનું લગાવી દે.

જલ્દી જલ્દી પતિ માટે પણ ખાવાનું બનાવીને ડાઈનીંગ ટેબલ પર સજાવી દીધું. પતિ માટે પણ ગરમ ગરમ રોટલી બનાવીને દેવા લાગી. જોતજોતામાં ચાર વાગી ગયા, તે પતિને ખાવાનું આપી જ રહી હતી એટલામાં પતિએ કહ્યું કે તો પણ આવી જા સાથે જમી લઈએ. આથી આશ્ચર્ય ચકિત થઈને પતિ તરફ જોયું તો એને ખ્યાલ આવ્યો કે તેને આજે સવારથી કંઈ ખાધું નથી.

ખ્યાલ આવ્યા પછી તરત જ પતિ સાથે તે જમવા બેસી ગઈ. અને હજી તો ખાવાનું શરૂ કરે એટલામાં તેની આંખમાંથી આંસુ નીકળી ગયા. પતિએ તરત જ તેને પૂછ્યું કે તું રડી કેમ રહી છે? અને તેને કંઈ જવાબ ન આપ્યો.

અને વિચારવા લાગી કે આને કેમ જણાવો કે સાસરે કેટલી મહેનત કર્યા પછી આ રોટલી નસીબ થાય છે અને લોકો આને મફત ની રોટલી કહે છે. પતિએ વારંવાર પૂછ્યું પરંતુ તેને માત્ર એટલું જ કહ્યું કે કંઈ નહીં બસ એમ જ આંસુ નીકળી ગયા. પતિ એ હસીને કહ્યું કે તમે સ્ત્રીઓ પણ ખરેખરી હોય છો, કંઈ પણ કારણ વગર પણ રડવાનું શરૂ કરી દો છો.

શું તમને પણ એવું જ લાગે છે કે એક હાઉસવાઈફ, ગૃહિણી મફત ની રોટલી તોડે છે? કારણકે હજુ પણ ઘણી જગ્યાએ આવું માનવામાં આવે છે. તમારો અભિપ્રાય ચોક્કસથી કમેન્ટમાં જણાવજો.

દરેક ગૃહિણીઓને સમર્પિત, અને એક ગૃહિણી માટે શેર કરી દેજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version