એક નાનો પરિવાર હતો, આ પરિવાર એકદમ સુખી નથી રહેતો હતો. પરિવારમાં બે દીકરા તેમની વહુ અને તેમના સાસુ સસરા રહેતા હતા. ઘરમાં એક દીકરી પણ હતી જેના લગ્ન થઈ ચુક્યા હોવાથી તે સાસરે રહેતી. અને તેનું સાસરું પણ ગામમાં જ હોવાથી તે અવારનવાર પોતાના માતા-પિતાના ઘરે આવતી રહેતી.
બધા ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા હતા, અને કોઈપણ વાર તહેવાર આવે ત્યારે આખો પરિવાર ભેગો મળીને ખુબ જ ખુશીથી આ તહેવાર ઉજવતો.
જોતજોતામાં દિવાળી આવી ગઈ અને પરિવારે દીવાળી ની તૈયારી શરૂ કરી દીધી, બંને દિકરાના બાળકો માટે અને ભાણિયાઓ માટે ઘણા બધા ફટાકડા વગેરે લઈ આવવામાં આવ્યા અને આ દિવાળી પણ પહેલાંની જેમ જ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી.
દિવાળી પૂરી થઈ ત્યાર પછી બેસતા વર્ષના દિવસે મહેમાન આવતા થયા, એક વખત ઘરમાં મહેમાન આવ્યા હતા અને તેઓની સાથે સાસુ બેઠા બેઠા વાત કરી રહ્યા હતા.
વહુ અંદર રસોડામાં કામ કરી રહી હતી, એવામાં તેના કાનમાં સંભળાયો કે સાસુ મહેમાન સાથે વાત કરી રહ્યા હતા. દીકરી અને વહુ માં શું ફરક હોય છે તે વિશે વાત ચાલી રહી હોય તેવું વહુને લાગી રહ્યું હતું.
આથી થોડું ધ્યાનથી સાંભળ્યું તો સાસુ મહેમાનને કહી રહ્યા હતા કે દીકરી સાકર જેવી હોય અને વહુ મીઠા જેવી હોય.
આ વાક્ય સાંભળીને વહુ ને ખોટું લાગી ગયું, તેની સરખામણી મીઠા સાથે થતી જોઈને અને દીકરી ની સરખામણી સાકર સાથે થતી જોઈને તે ઉદાસ થઈ ગઈ.
એટલું જ નહીં મહેમાન ચાલ્યા ગયા પછી પણ તેને આ વાત મગજ માંથી જતી હતી નહીં અને તે ઉદાસ રહેવા લાગી.
જ્યારે સાંજે બધા જમવા બેઠા ત્યારે પણ વહુના મોઢા પર જરા પણ સ્માઈલ હતી નહીં, સાસુને આ વાતની ખબર પડી એટલે તરત જ તેને પૂછ્યું કે શું કામ ઉદાસ છો?
એટલે વહુએ કહ્યું કે તમે જ્યારે મહેમાન આવ્યા હતા ત્યારે વહુ અને દિકરી ની સરખામણીમાં દીકરી સાકર જેવી હોય અને વહુ ને મીઠા જેવી હોય એવું કહ્યું હતું. એ આ વાતને કારણે મને તમે આવો શું કામ કર્યું હતું તેનું કારણ જાણવાની ઈચ્છા થાય છે?
આથી પહેલાં તો સાસુ એ જવાબ આપ્યો નહીં અને પોતે હસવા લાગ્યા. એટલે વહુએ પણ પૂછ્યું કે કેમ તમે હસી રહ્યા છો?
ત્યારે સાસુ ને કહ્યું કે એમાં તને સરખું બરાબર સમજાયું નથી. અને હું હજી પણ એક વખત કહેવા માગું છું કે દીકરી સાકર જેવી હોય અને વહુ મીઠા જેવી હોય છે.
એનો અર્થ એ છે કે દીકરી દરેક રૂપમાં મીઠી લાગે એટલે કે તે સાકર જેવી હોય છે. અને વહુનું કરજ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી એટલે કે તે મીઠા જેવી હોય છે. જેમ મીઠા વગર દરેક વસ્તુ બેસ્વાદ થઈ જાય તેવી જ રીતે વહુ વગર દરેક વસ્તુ પ્રસંગ બેસ્વાદ થઈ જતા હોય છે.
આટલું સાંભળીને વહુ પોતે ખુશ થઈ ગઈ, અને તેની બધી ઉદાસીનતા જાણે ગાયબ થઈ ગઈ. આ લેખને દરેક લોકો જોડે શેર કરજો આથી દરેક વહુ ખુશ થાય. એટલે જ કદાચ કહેવાતું હોય છે કે સ્ત્રી એક ગજબનું અજીબ પાત્ર છે જેની હાજરી ની કોઈ નોંધ લે કે ન લે પરંતુ તેની ગેરહાજરી હોય ત્યારે દરેક વસ્તુ મીઠા વગરની એટલે કે ફિક્કી લાગે.
આ લેખ પસંદ પડ્યો હોય તો કમેંટ માં રેટીંગ આપજો. અને આવા બીજા લેખ મેળવવા આપણા પેજ ને ફોલો કરી નાખજો. અને તમારા મિત્રો સાથે શેર કરજો.
તમે આવી જ રસપ્રદ સ્ટોરી તેમજ પ્રેરણાદાયક પ્રસંગો સાંભળવા માંગતા હોય તો આપણી Youtube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરવા માટે નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરી સબ્સ્ક્રાઇબ કરી અને નોટીફીકેશન બેલને દબાવી દેજો.