Site icon Just Gujju Things Trending

બંન્ને પાકા મિત્ર, એક દોસ્ત ને પ્રમોશન મળ્યું બીજાને નહિં, કારણ જાણી તમે પણ કહેશો…

આ વાત મેં સાંભળી હતી, અને સાંભળ્યા તરત જ દિલને પસંદ આવી ગઇ હતી આથી અહીં શેર કરવાનું મન થયું. તમને પણ એક વિનંતી છે કે આ વાતને દરેક ગ્રુપમાં શેર કરીને આ વાતને લાખો લોકો સુધી પહોંચાડવા માટે મદદ કરજો.

એક ટોચની કોલેજમાં બે વિદ્યાર્થીઓ સાથે ભણતા હતા, એકબીજાના પરમ મિત્ર. સાથે બંને એક બીજા સાથે સાથે બેસીને જ ભણતા અને બંને ભણવામાં એટલા હોશિયાર કે લગભગ બંને સરખા જ માર્કસ આવતા, અને આટલેથી ઓછું હતું તેમ જ્યારે કોલેજ પૂરી થવા આવી ત્યારે પ્લેસમેન્ટ આવ્યા તેમાં એ બંનેને મોટી ફ્રુટ સેલર્સ ની ચેન ની હેડ ઓફિસ માં નોકરી મળી ગઈ.

બંને નો પગાર સારો હતો, રાહુલ અને વિજય બંને તેના પગારથી ખુશ હતા. એટલું જ નહીં બંનેની મિત્રતા નાનપણ થી જ સાથે હોય ખુબ જ ગાઢ બની ચૂકી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો બંને પોતાની નોકરી માં પોતાની રીતે મહેનતથી કામ કરતા અને બંનેનું પોસ્ટિંગ પણ એક જ ઓફિસમાં થયું હતું જેમાં બંને ને સેલ્સમેન તરીકે નોકરી આપવામાં આવી હતી.

પરંતુ ધીમે ધીમે સમય વીતતો ગયો અને બે વર્ષ પછી અચાનક રાહુલ ને ઓફિસમાં બોલાવવામાં આવ્યો અને તેને એક લેટર આપવામાં આવ્યો, એ લેટર લઈને પોતાના ડેસ્ક પર પાછો ફર્યો અને લેટર ખોલીને જોયું તો ખુશીનો મારો ન રહ્યો. કારણ કે એ લેટર એના પ્રમોશનનો હતો.

બે વર્ષ પછી રાહુલ અને વિજય બંને એક સાથે નોકરી કરતા, બંને નો પગાર પણ સરખો હતો પરંતુ રાહુલને પ્રમોશન મળ્યું જ્યારે વિજયને પ્રમોશન મળ્યું નહીં. આનાથી વિજયના મનમાં થોડું દુઃખ થયું, અને તે થોડા અંશે રાહુલ ની ઈર્ષા કરવા લાગ્યો. પરંતુ તેને પણ નોકરીની જરૂર હતી, આથી પ્રમોશન ન મળ્યું હોવા છતાં તેને પોતાની નોકરી ચાલુ રાખી.

ટૂંક સમયમાં જ રાહુલ ને પ્રમોશન મળ્યા પછી તે આસિસ્ટન્ટ સેલ્સ મેનેજર બની ગયો. અને ઓફિસ માં પણ જ્યારે વિજય રાહુલને જોવે ત્યારે તેની રાહુલ પ્રત્યે ની ઈર્ષા વધતી જતી, આથી એક સમયે તેને નિર્ણય લઈ લીધો કે હવે તો કોઈ પણ ભોગે નોકરી કરવી નથી.

તેને નોકરીમાંથી રેઝિગ્નેશન આપવાનું વિચારી લીધું અને પોતાનું રેઝિગ્નેશન લેટર તૈયાર કરીને પોતાના મેનેજર ને આપવા જઈ રહ્યો હતો.

મેનેજર ની પાસે જઈને તેને રીઝાઈન આપવા પહેલા કહ્યું કે તમારું મેનેજમેન્ટ સારું નથી, બંને લોકો એકસરખી મહેનત કરતાં હોવા છતાં અમુકને પ્રમોશન મળતું નથી. એટલે કે રાહુલ જેટલી જ મહેનત વિજય પણ કરતો, કદાચ તેનાથી વધુ પણ કરતો હશે પરંતુ તેને પ્રમોશન મળ્યું નહીં.

અને હકીકતમાં જોવા જઈએ તો રાહુલ કરતાં પણ વિજય ખૂબ જ સારી મહેનત કરતો. પરંતુ રાહુલને પ્રમોશન મળ્યું જ્યારે વિજય ના પ્રમોશન મળ્યું નહીં, કારણ કે રાહુલ માં કંઈક એવું હતું જે વિજયમાં ખૂટતું હતું.

મેનેજર એ વિજયને કહ્યું કે મારા માટે એક કામ કર, બજારમાં જઈને જોઈ આવ કે આપણી આજુબાજુ માં કોઈ તરબૂચ વેચનાર વેપારી છે કે નહીં?

આથી મેનેજરે કહ્યા પ્રમાણે વિજય તરબૂચ ના વેપારી ને શોધવા નીકળી ગયો, થોડીવાર પછી ઓફિસમાં પાછો ફર્યો અને કહ્યું કે હા તરબૂચનો વેપારી છે. મેનેજર એ ફરી પાછો પ્રશ્ન પૂછ્યો કે તેની પાસે તરબૂચ શું ભાવે મળે છે?

આ પ્રશ્નના જવાબ માટે વિજય ફરી પાછો તે વેપારી પાસે ગયો અને ભાવ પૂછી ને ફરી પાછો આવ્યો, ઓફિસમાં જઈને પોતાના મેનેજર ને જવાબ આપ્યો કે તેની પાસે 20 રૂપિયા પ્રતિ કિલો તરબૂચ મળી રહ્યા છે.

મેનેજરે કહ્યું કે, હવે મેં તને જે કામ આપ્યું એ જ કામ હું રાહુલને પણ આપી જોઉં છું. અને આ વખતે તેની પ્રતિક્રિયા જોજે, વિજય ને પણ ઓફિસમાં જ બેસાડી રાખ્યો અને રાહુલને બોલાવીને કહ્યું કે મારા માટે એક કામ કર બજારમાં જઈને જોઈ આવ કે આપણી આજુબાજુમાં કોઇ તરબૂચ વેચનાર વેપારી છે કે નહીં?

આથી રાહુલ બજારમાં ગયો, થોડા સમય પછી પાછો ફર્યો. મેનેજરની કેબિનમાં આવીને તેને કહ્યું કે જી આપણી આજુબાજુ માં 500 મીટરના અંતરમાં એક તરબૂચ નો વેપારી છે, જે 20 રૂપિયા પ્રતિ કિલો તરબૂચ વેચી રહ્યો છે.

આ વેપારી પાસે તરબૂચ નો સ્ટોક કાયમ ફ્રેશ અવેલેબલ હોય છે. અને જો આપણે તેની પાસેથી તરબૂચ ખરીદવા હોય તો તે આપણને bulk ખરીદીમાં ડિસ્કાઉન્ટ પણ આપી શકે છે, અને આપણી રોજની ખરીદી પ્રમાણે તેની પાસે પૂરતો સ્ટોક પણ હાજર છે.

અને તરબૂચ પણ તેના એકદમ ફ્રેશ અને પ્રીમિયમ ક્વોલિટીના છે, આપણે જો તેની પાસેથી તરબૂચ લઈને વેચવામાં આવે તો આપણને તેનાથી નફો પણ થાય એમ છે. અને આપણે જો સતત છ મહિના સુધી તેની પાસેથી તરબૂચ લઈને વેચીશું તો, આપણા સેલ્સ ટાર્ગેટમાં પણ ૩ ટકાનો ઉછાળો જોવા મળશે.

રાહુલ અને વિજય બંનેને એક જ કામ આપ્યું હતું,અને વિજય અને રાહુલ બને ત્યાં હાજર જ હતા. રાહુલનો આ જવાબ સાંભળીને અને તેને જે પ્રમાણે મેનેજરને રિપોર્ટ રજૂ કર્યો એ જોઈને તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ત્યાર પછી તેને પોતાનું રેઝિગ્નેશન કેન્સલ કરીને ત્યાં જ નોકરી કરવાનું પસંદ કર્યું.

અને રાહુલ પ્રત્યે ઈર્ષા કરવાની બદલે તેને રાહુલ માંથી ઘણી પ્રેરણા લીધી.

જિંદગીમાં જ્યારે પણ આપણે પરિશ્રમ કરતા હોઈએ, છતાં પણ સફળ ન થઈ અથવા વિજયની જેમ આપણને નોકરીમાં પ્રમોશન ન મળે ત્યારે, કોઈ વખત પોતાની જાતનું એનાલિસીસ કરવું કે હું આ નોકરી માટે એવું શું કરી રહ્યો છું જેના કારણે મને પ્રમોશન મળે?

અહીં વાત ખાલી નોકરી નથી પરંતુ જિંદગીમાં કાયમ માટે એ મહત્વનું નથી કે તમે શું કામ કરી રહ્યા છો પરંતુ એ જરૂર મહત્વનું છે કે તમે એ કામને કેવી રીતે કરી રહ્યા છો? તમે એ કામને લોકોથી અલગ રીતે કરી રહ્યા છો? બસ આ જ વસ્તુ જીવનના દરેક ક્ષેત્રમાં તમને આગળ લઈ જવા માટે પ્રેરિત કરતી રહેશે.

આથી હંમેશા જિંદગીને થોડું એક્સ્ટ્રા માઈલ આપવાની કોશિશ કરજો, જિંદગી કાયમ માટે બદલાઈ જશે.

જો તમને આ સ્ટોરી ગમી હોય તો દરેક ગ્રુપમાં શેર કરીને લાખો લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version