૬૦ રુપિયામાં સફરજન આપો નહીં તો નથી જોઈતા, ત્યારે પેલા ઘરડા વ્યક્તિ એ એવો આપ્યો જવાબ કે…
જ્યારે આપણે કોઈ એક જરૂરિયાત મંદ વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ છીએ તો આપણે એવો દેખાડો કરતા હોઈએ છીએ કે આપણે શક્તિશાળી છીએ, પરંતુ જ્યારે કોઈ અમીર વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે આપણે પોતાને ઉદારવાદી દેખાડવા માંગતા હોઈએ છીએ, ભલે સામેવાળા વ્યક્તિ ને આપણી ઉદારતાની જરા પણ જરૂરિયાત ન હોય તેમ છતાં.
પ્રશ્ન એ જ સામે આવીને ઊભો રહે છે કે જ્યારે આપણે નાના વેપારીઓ પાસેથી ભાવ કરાવીએ છીએ, એ જ સમયે મોટા રેસ્ટોરન્ટ, કે મોટી દુકાનોમાં થી ખરીદી કરતી વખતે આપણે કોઈ પણ જાત નો ભાવ કરાવતા નથી. અથવા તો ઘણા લોકો ભાવ કરાવવામાં શરમાય છે.
એક જગ્યાએ કોઈએ વાત કરી હતી કે, એક માણસ હંમેશા ગરીબ લોકો પાસેથી સાધારણ વસ્તુઓ ઉંચા ભાવથી ખરીદતા હતા તેને જરૂરિયાત ન હોય તેમ છતાં તે લગભગ નાના વેપારીઓ પાસેથી વસ્તુઓને ઊંચા ભાવે જ ખરીદતા હતા. અને તેનો આ વ્યવહાર દરેક લોકો માટે અજીબ હતો આથી કોઇ વ્યક્તિએ તેને પૂછી લીધું કે તમે શા માટે આવું કરો છો?
આથી તે વ્યક્તિ એ સહજતાથી જવાબ આપતા કહ્યું કે આ એક જાતનું સન્માનથી ઢંકાયેલું દાન કહેવાય છે.
અને આ વ્યક્તિના આ શબ્દો મને આજે પણ યાદ છે, અને આ લેખ જે લોકો વાંચી રહ્યા છે તેને પણ એક નમ્ર વિનંતી છે કે તમે પણ આ લેખને સમજીને તેનો બોધ જીવન માં ઉતારજો.
અને આ લેખ પસંદ પડ્યો હોય તો શેર કરજો, તેમજ કમેન્ટમાં રેટિંગ આપજો.