Site icon Just Gujju Things Trending

૬૦ રુપિયામાં સફરજન આપો નહીં તો નથી જોઈતા, ત્યારે પેલા ઘરડા વ્યક્તિ એ એવો આપ્યો જવાબ કે…

એક સ્ત્રી એક ફ્રુટ વેચનારા વ્યક્તિ પાસે જાય છે, જે વ્યક્તિ ઉંમરમાં ખૂબ જ ઘરડા હોય છે. તેની પાસે જઈને તે પૂછે છે કે આ સફરજન તમે કયા ભાવે વેચી રહ્યા છો? એટલે પેલા ઘરડા માણસ તેને જવાબ આપે છે કે બેન આ તમને 80 રૂપિયાના એક કિલો મળશે. આથી તરત પેલી સ્ત્રી જવાબ આપે છે કે જો 60 રૂપિયા માં આપવા હોય તો આપો નહીં તો મારે નથી જોઈતા.

આથી પેલા ઘરડા વ્યક્તિએ થોડી રકઝક કરી પરંતુ અંતે પેલી સ્ત્રીએ કહ્યું તે ભાવમાં તેને સફરજન આપી દીધા, અને કહ્યું કે લઈ જાઓ બેન કદાચ આ મારી સારી થઈ જાય. કારણકે આજના દિવસમાં મેં એક પણ સફરજન નથી વેચ્યુ.

તે સ્ત્રી એ તેની પાસેથી સફરજન ખરીદી લીધાં. અને જાણે મોટી જંગ જીતી લીધી હોય તે રીતે ત્યાંથી સફરજન લઈને પોતાની કિંમતી ગાડીમાં બેસીને ચાલી નીકળી.

થોડા સમય પછી પોતાના મિત્રો સાથે એક મોંઘા રેસ્ટોરન્ટમાં પહોંચી ગઈ, ત્યાં જઈને તેને અને તેના મિત્રોએ પોતાની માટે ઘણું બધું જમવાનું મંગાવ્યું અને જેટલું ખવાય તેટલું ખાય ને ઘણું બધું અન્ન પડતું મૂકી દીધું.

થોડા સમય પછી ફિંગર બાઉલ આવ્યા અને દરેક લોકોએ હાથ ધોઈને પાણી પીને નવરા થયા એટલા માં બિલ આવ્યું. બિલમાં કુલ ૧૪૦૦ રુપિયા થયા હતા.

એ તરત જ પેલી મહિલાએ તેના પર્સમાંથી ૧૫૦૦ રૂપિયા કાઢીને મૂકી દીધા, ત્યાર પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા.

એટલે કે પેલી મહિલાએ ૧૪૦૦ ની જગ્યાએ ૧૫૦૦ મુક્યા જેમાં ૧૦૦ રુપિયા ટીપ પેઠે રાખ્યા.

આ ઘટના કોઈપણ રેસ્ટોરન્ટના માલિક માટે કદાચ ખૂબ જ સાધારણ ઘટના લાગી રહી હશે, પરંતુ જ્યારે આપણે પેલા ઘરડા અને નાના વેપારીઓ ના દ્રષ્ટિકોણથી જોઈએ તો તેના માટે આ ઘટના ખૂબ જ પીડાદાયક કહી શકાય.

જ્યારે આપણે કોઈ એક જરૂરિયાત મંદ વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ છીએ તો આપણે એવો દેખાડો કરતા હોઈએ છીએ કે આપણે શક્તિશાળી છીએ, પરંતુ જ્યારે કોઈ અમીર વ્યક્તિ પાસેથી ખરીદી કરીએ છીએ ત્યારે આપણે પોતાને ઉદારવાદી દેખાડવા માંગતા હોઈએ છીએ, ભલે સામેવાળા વ્યક્તિ ને આપણી ઉદારતાની જરા પણ જરૂરિયાત ન હોય તેમ છતાં.

પ્રશ્ન એ જ સામે આવીને ઊભો રહે છે કે જ્યારે આપણે નાના વેપારીઓ પાસેથી ભાવ કરાવીએ છીએ, એ જ સમયે મોટા રેસ્ટોરન્ટ, કે મોટી દુકાનોમાં થી ખરીદી કરતી વખતે આપણે કોઈ પણ જાત નો ભાવ કરાવતા નથી. અથવા તો ઘણા લોકો ભાવ કરાવવામાં શરમાય છે.

એક જગ્યાએ કોઈએ વાત કરી હતી કે, એક માણસ હંમેશા ગરીબ લોકો પાસેથી સાધારણ વસ્તુઓ ઉંચા ભાવથી ખરીદતા હતા તેને જરૂરિયાત ન હોય તેમ છતાં તે લગભગ નાના વેપારીઓ પાસેથી વસ્તુઓને ઊંચા ભાવે જ ખરીદતા હતા. અને તેનો આ વ્યવહાર દરેક લોકો માટે અજીબ હતો આથી કોઇ વ્યક્તિએ તેને પૂછી લીધું કે તમે શા માટે આવું કરો છો?

આથી તે વ્યક્તિ એ સહજતાથી જવાબ આપતા કહ્યું કે આ એક જાતનું સન્માનથી ઢંકાયેલું દાન કહેવાય છે.

અને આ વ્યક્તિના આ શબ્દો મને આજે પણ યાદ છે, અને આ લેખ જે લોકો વાંચી રહ્યા છે તેને પણ એક નમ્ર વિનંતી છે કે તમે પણ આ લેખને સમજીને તેનો બોધ જીવન માં ઉતારજો.

અને આ લેખ પસંદ પડ્યો હોય તો શેર કરજો, તેમજ કમેન્ટમાં રેટિંગ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...
Exit mobile version