શીતલ ની ઉંમર લગ્ન કરવા જેટલી થઇ હોવાથી પરિવાર તેનાં લગ્નને લઇને થોડો ચિંતિત રહેતો અને તેના લગ્ન વિશેની વાતો પણ ચાલુ થવા માંડી. ધીમે ધીમે શીતલ પણ લગ્ન માટે તૈયાર થઇ ગઈ અને વ્યવસ્થિત મળતાની સાથે શીતલ એ પણ લગ્ન કરવાનું નક્કી કરી લીધું તેમજ છોકરો અને તેના પરિવાર વાળા લોકો એકદમ સુખી અને સારા માણસો હોવાને કારણે શીતલ નો પરિવાર પણ એકદમ ખુશ હતો.
સગાઈ કરવામાં આવી, સગાઈ પછી લગ્ન માટે વચ્ચે થોડો સમય હતો એમાં શીતલ અને તેના પતિ પણ ઘણું ફર્યા હતા બંને વચ્ચે સારું એવું ટ્યુનિંગ થઈ ચૂક્યું હતું.
ધીમે ધીમે લગ્ન પણ નજીક આવી ગયા અને જોતજોતામાં જ લગ્ન પણ પતી ગયા, શીતલ ના પિતા અને પરિવાર વાળા લોકો જાણે જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયા હોય એમ હળવાશ અનુભવી રહ્યા હતા.
આ બાજુ શીતલ પણ તેના સાસરીમાં સેટ થઈ ગઈ હતી, લગ્નને માંડ એક અઠવાડિયું થયું હશે ત્યાં જ શીતલ ના સાસુ તેને નાકમા પહેરવાનુ સાચા હીરા નો એક કીમતી દાણો ભેટમાં આપી અને કહ્યું કે બેટા આ મારી અંગત બચતમાંથી લીધેલો જાણવું છે અને નિયમિત પહેરજે અને એકદમ સાચવજે.
શીતલને પણ ખુબ જ સરસ દાણો હતો અને હીરાની ચમક પણ લાજવાબ હતી તેને નવી ભેટ મળી આથી તે પણ ખુશ રહેવા લાગી હતી.
પોતાના સાસુ માં તરફથી મળેલી આ બેઠકને તે પોતાના જીવની જેમ સાચવતી હતી. શીતલ ના પતિ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા હોવાથી તેને અવારનવાર બહાર પણ જવાનું થતું.
એક વખત શીતલ ના પતિ બિઝનેસ ના કારણોસર 15 દિવસ માટે બહારગામ ગયા હતા, પાછળથી એક રવિવારે શીતલ એની બહેનપણીઓ નો ફોન આવતા શીતલ તેની સાથે ફરવા ગઈ હતી.
શીતલ ફરી રહી હતી એમાં તેનું ધ્યાન રહ્યું નહિ અને સાસુમાં તરફથી મળેલ ભેટ નો દાણો ખોવાઈ ગયો. શીતલ એકદમ ગભરાઈ ગઈ, આજુબાજુમાં ઘણું શોધ્યું પરંતુ દાણો ક્યાંય મળ્યો નહીં.
હવે શું કરવું તેની ચિંતા નવી વહુને થવા લાગી, અને એને હજી સાસરીમાં આવ્યા ને એક મહિનો પણ થયો ન હતો અને તેનો નવો ભેટમાં આપેલો જાણું ખોવાઈ ગયો હતો તે તેની સાસુ ની સામે આવવા પણ કરતી હતી, ઘણી વખત તો સાસુ ને મોઢું પણ ના બતાવતી અને સાસુ થી દૂર રહ્યા કરતી.
અને જો ભૂલથી પણ સાસુ તેની સામે આવી જાય તો તે ચુંદડી થી મોઢું ઢાંકી દે. શીતલ ને કોઈ રીતે સમજ પડતી ન હતી કે પોતાની સાસુને આ વાત કેવી રીતે કરવી અને પતિ પણ બહારગામ હોવાથી તે બીજા કોઈને પણ આ વાત કરી શકે તેમ હતી નહીં.
એક દિવસની વાત છે અચાનક સાસુએ તેને રસોડામાં બોલાવી અને એક નાની ડબ્બી વહુના હાથમાં મૂકી. શીતલને ડબ્બીમાં શું છે તે કંઈ સમજાયું નહિ એટલે સાસુ ને પૂછ્યું કે આ શું છે? શીતલ ના સાસુ એ તેને જવાબ આપ્યો કે આમાં બીજો એક દાણો છે એ પહેરી લેજો, દાણા વગર નું નાક શોભતું નથી અને સારું નથી લાગતું.
શીતલ ને અણસાર આવી ગયો કે તેની સાસુને આ વાતની ખબર પડી ચૂકી છે, આથી તે તરત જ રડી પડી અને પોતાની સાસુને ભેટી પડી અને કહ્યું કે મમ્મી તમે જાણતા હતા તમારો નાકનો દાણો પહેરેલો નથી? એટલે સાસુ એ જવાબ આપતા કહ્યું કે હા દીકરા એ કંઈ છાનું છુપુ થોડી રહે અને આમ પણ સાસુથી તો ક્યાં થી છૂપું રહે? એમ કહીને તેના સાસુ હસવા લાગ્યા…
આવો હળવાશથી જવાબ આપ્યો એટલે શીતલ નું બધું ટેન્શન જાણે ઉતરી ગયું તેને પોતાની સાસુ ને કહ્યું કે તમને ખબર હતી તો પછી મને ખિજાયા કેમ નહીં? કારણ કે મેં જે કોઈ દીધો એ દાણો પણ સામાન્ય કિંમતનો નહીં ખુબ જ મુલ્યવાન હતો એ હું પણ જાણતી હતી છતાં કેમ તમે મને કંઈ બોલ્યા જ નહીં?
એટલે શીતલ ની સાસુ અને તેને જવાબ આપતા કહ્યું કે બેટા જો તને ખીજાવા થિ મારે કંઈ દાણો થોડો પાછો આવી જવાનો હતો? તારાથી જે કંઈ પણ થયું તે મારાથી પણ થઈ શકે છે, જે ખોવાયો છે એવો દાણો તો ભવિષ્યમાં પાછો ખરીદી શકશો પરંતુ જો મારી વહુ નો પ્રેમ ખોવાઈ જાય તો એ તો મને ક્યાં ફરીથી વેચાતો મળવાનો નથી! હા હવે થોડી વધારે સારસંભાળ રાખીને સાચવજે!
આટલું પોતાના સાસુ ના મુખેથી સાંભળ્યું એટલે “મમ્મી” માત્ર આટલું જ બોલીને શીતલ તેની સાસુ ને ભેટી પડી.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો સુધી શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં પણ રેટિંગ આપજો.