શહીદ મેજર ની પત્ની એ તાબુત ચૂમીને કહ્યું I Love You, પછી સલામ કરીને આપી અંતિમ વિદાય
પુલવમામાં થયેલ હુમલા પછી આખો દેશ દુઃખ અને આક્રોશમાં છે, આ હુમલાના માસ્ટરમાઈન્ડ ને પણ ઠાર મરાયો છે, આ સમાચાર મળતા જ લોકોને લાગ્યું હતું કે બદલા નો સમય શરુ થઈ ચુક્યો છે. ભારત સરકારે આર્મીને છુટ્ટો દોર આપ્યા પછી સુરક્ષાબળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં જ આ આતંકીને ઠાર મરાયો હતો.
આ મિશન માં રાત્રે શરુ થયેલા એન્કાઉન્ટર માં આતંકીઓ ઠાર મરાયા હતા. આ માસ્ટરમાઈન્ડ ટેરરિસ્ટ સંગઠન નો કમાન્ડર પણ હતો, તેની સાથે અન્ય 3 આતંકીઓ ને પણ આ એન્કાઉન્ટરમાં મારી દેવામાં આવ્યા હતા, પરંતુ આ એન્કાઉન્ટરમાં આપણા પણ મેજર સહિત ચાર જવાનો શહીદ થયા હતા. જેમાં મેજર વીએસ પણ શહીદ થયા હતા.
મેજર ના પાર્થિવ દેહ ને જયારે તેના વતન માં લી જવાયો ત્યારે મેજર ના અંતિમ દર્શન કરવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અને મેજર નો દેહ જયારે ઘરે આવ્યો ત્યારે તેના અંતિમ દર્શન માટે ઘરે લોકોની ભીડ સમાતી ન હતી.
લગ્ન ને હજુ એક વર્ષ પણ નહોતું થયું
મેજર વિ એસ ના લગ્ન હમણાં 2018-એપ્રિલ માં જ થયા હતા. તેઓના લગ્ન ને એક વર્ષ પૂરું થાય તે પહેલા જ મેજરે શહીદી વહોરી હતી. અંતિમ દર્શન માં હાજર લગભગ ની આંખો નમ હતી. મેજર ના પરિવારજનોએ પોતાની ભીની આંખોએ મેજર ને વિદાઈ આપી હતી. મેજર ની અંતિમયાત્રામાં સેનાના ઓફિસરો સહીત રાજનૈતિક હસ્તીઓ પણ ઉપસ્થિત હતી.